Home /News /lifestyle /World Physical Therapy Day 2021: આ સમાન્ય ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટ્સ જે તમારે જરૂર જાણવી જોઇએ

World Physical Therapy Day 2021: આ સમાન્ય ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટ્સ જે તમારે જરૂર જાણવી જોઇએ

દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝીકલ થેરીપી દિવસ(World Physical Therapy Day) ઉજવવામાં આવે છે. (ફાઈલ તસવીર)

World Physical Therapy Day 2021: દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝીકલ થેરીપી દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1996થી આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવાય છે.

World Physical Therapy Day 2021: દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફિઝીકલ થેરીપી દિવસ(World Physical Therapy Day) ઉજવવામાં આવે છે. વર્ષ 1996થી આ દિવસને વૈશ્વિક સ્તરે ઉજવાય છે. ફિઝીયોથેરાપિસ્ટ(Physiotherapist)ની મહેનતને સન્માન આપવા માટે વર્લ્ડ કોન્ફેડરેશન ફોર ફિઝિકલ થેરાપી(World Confederation for Physical Therapy)એ આ દિવસની શરૂઆત કરી હતી. દરેક દર્દીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિવિધ સારવાર દ્વારા દર્દીને ફરી સ્વસ્થ કરવામાં મહત્વની ભૂમિકા ફિઝીયોથેરાપિસ્ટ નિભાવે છે.

આપણે જાણીએ છીએ કે, એમ્પ્યુટેશન્સ, સંધિવા, તણાવ કે દુખાવો (ગરદન, પગ, હાથ, કરોડરજ્જુ) અથવા કોઇ પણ સર્જરી બાદ રિકવરીમાં ફિઝીથેરાપીસ્ટ મદદરૂપ બને છે. આ સારવારની ખૂબ સારી અસરો જોવા મળે છે, કારણે તેમની સારવારની પદ્ધતિ અને અભિગમમાં ઘણો ફેરફાર હોય છે. તો આજે વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ પર ચાલો જાણીએ અમુક સામાન્ય ફિઝીયોથેરાપી ટ્રીટમેન્ટ્સ વિશે.

ક્રિયોથેરાપી

આ એક વર્ષો જૂની થેરાપી છે, જેમાં ઘણી બાબતોનું ધ્યાન રાખવા માટે નિર્દેશો આપવામાં આવે છે. આ થેરાપીમાં સોજો અને બળતરા ઘટાડવા માટે ઇજાગ્રસ્ત સ્નાયુઓ અથવા સાંધાઓ પર બરફનું મસાજ અથવા આઇસ પેકનો ઉપયોગ કરવામાં આવે છે.

હીટ થેરાપી

આ થેરાપીમાં સ્નાયુઓમાં દુખાવો ઘટાડવા અથવા સાંધામાં લોહીનો પ્રવાહ વધારવા અને સ્નાયુ અને સાંધાની સુગમતા સુધારવા માટે ગરમ પેક અથવા પેરાફિન વેક્સનો ઉપયોગ કરવામાં આવે છે.

ઇલેક્ટ્રો થેરાપી

ઇલેક્ટ્રો થેરાપી નામ પરથી જ જાણી શકાય છે કે તે ઊર્જા પર આધારિત હશે. જેમાં ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. તે ત્વચા સાથે જોડાયેલ ઇલેક્ટ્રોડ સ્નાયુઓને સક્રિય કરે છે, દર્દમાં રાહત આપે છે, લોહીનું પરિભ્રમણ સુધારે છે, પેશીઓને વધુ સારી બનાવે છે, સ્નાયુઓને મજબૂત કરે છે, હાડકાની વૃદ્ધિ વધુ સારી બનાવે છે અને એટ્રોફી અટકાવે છે.

માયોફેશિયલ રિલીઝ

સૌથી પહેલા એન્ડ્રૂ ટેલો દ્વારા સમજાવવામાં આવેલ આ થેરાપીમાં લાઇટ સ્ટ્રેટિંગ અને હળવું મસાજ કરવામાં આવે છે, જેથી સ્નાયુઓના તણાવને દૂર કરી શકાય છે. ફાશીયા સખ્ત, પટલ અથવા જોડાયેલી પેશી છે, જે શરીરને આવરી લે છે અથવા જોડે છે. વધુ તાકાત મેળવવા, દુખાવો ઓછો કરવા, આજુબાજુની માંશપેશીઓનું કામ વધુ સારું બનાવવા માયોફેશિયલ કોમ્પ્લેક્સની સહાયતા લેવામાં આવે છે.

ROM(રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ)

આ થેરાપીમાં સમયાંતરે તપાસ બાદ જે-તે સ્નાયુના હલનચલનને વધુ સારું બનાવવા, સાંધાઓની કાર્યદક્ષતા સરળ બનાવવા અને પરિભ્રમણ વધારવા કસરતનો સમાવેશ કરવામાં આવે છે. સર્જરી પછી અસ્થિરતાનો સમયગાળો વધુ હોઇ શકે છે. ત્યારે આ થેરાપીમાં આવતી કસરતો રસ્તો બતાવે છે, જે એટ્રોફી, આકારની સમસ્યામાં અત્યંત અસરકારક સાબિત થાય છે.

આ પણ વાંચો: શિક્ષિત મહિલાઓમાં લગ્ન પહેલા બાળકને જન્મ આપવાની ઈચ્છા વધી: સ્ટડી

થેરાપ્યુટિક અલ્ટ્રાસાઉન્ડ

નવીનત્તમ ફિઝીયોથેરાપી ટેક્નિક તરીકે જાણીતી આ થેરાપીનો ઉપયોગ સંધિવા, ટેંડોનાઇટિસ અને સ્નાયુઓમાં તણાવથી પીડાતા દર્દીઓ માટે કરી શકાય છે. અલ્ટ્રાસાઉન્ડ વાઇબ્રેશન ઇજાગ્રસ્ત સ્નાયુઓને સહજ રીતે વાઇબ્રેશન આપે છે.

ફ્રિક્વન્સી (જે સોફ્ટ બીમ્સ સાથે એડજસ્ટ થાય છે) કે જે રજજૂ, લિગામેન્ટ્સ અને ફેશીયાને ઉત્તેજીત કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને ત્યાર બાદ ધીમે ધીમે રાહત મળતા વાઇબ્રેશનની અસર ઓછી થાય છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Healthy life, Human Life

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन