World Patient Safety Day 2021: કોરોના મહામારી દરમિયાન જાણો તેનો ઈતિહાસ અને મહત્ત્વ

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ

World Patient Safety Day 2021: વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ અનુસાર, દરરોજ લગભગ 810 મહિલાઓનું મૃત્યુ ગર્ભાવસ્થા અને પ્રસૃતિના કારણે થાય છે.

  • Share this:
મુંબઈ: વિશ્વ દર્દી સુરક્ષા દિવસ 17 સપ્ટેમ્બરે વિશ્વભરમાં દર્દીઓની સુરક્ષા વિશે વૈશ્વિક જાગૃતિ વધારવા (World Patient Safety Day) અને લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારીને વધુ સુરક્ષિત બનાવવા પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ WHO અને તેના સાથીદાર દેશો દ્વારા મનાવવામાં આવે છે. વૈશ્વિક મહામારી (Corona pandemic) કોરોના વાયરસના પ્રકોપ દરમિયાન આ દિવસનું મહત્વ ખૂબ વધી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ડોક્ટરોએ મહામારીથી લોકોને બચાવવા વોરિયર્સની ભૂમિક ખૂબ સારી રીતે નીભાવી છે અને હજુ પણ મહામારીને રોકવા પ્રયાસ કરી રહ્યા છે.

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ 2021- ઈતિહાસ

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ 17 સપ્ટેમ્બરે દુનિયાભરના દેશોમાં દર્દીઓની સુરક્ષા વિશે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે. 72મી વિશ્વ સ્વાસ્થ્ય સભાએ મે, 2019માં “દર્દી સુરક્ષા પર વૈશ્વિક કાર્યવાહી” પર સંકલ્પ WHA72.6ને અપનાવવા અને દર વર્ષે 17 સપ્ટેમ્બરને આ દિવસ મનાવવાની અનુમતિ આપી હતી. વિશ્વ દર્દી સુરક્ષા દિવસ લંડનમાં 2016માં પેશન્ટ સેફ્ટી પર શરૂ થયેલ વાર્ષિક ગ્લોબલ મિનિસ્ટરીયલ સમિટ્સની સફળ શ્રેણીનો ભાગ છે.

થીમ અને મહત્વ

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ 2021 “સુરક્ષિત માતૃત્વ અને નવજાત શિશુની સંભાળ” થીમ સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા તમામ ભાગીદારોને “Act now for safe and compassionate delivery!” માટે પ્રોસ્તાહિત કરે છે.

આ પણ વાંચો: કોરોનાથી છુટકારો ક્યારે મળશે? તમારા મનમાં પણ આ સવાલ છે તો અહીં જાણો શું કહે છે વિજ્ઞાનિકો

વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ અનુસાર, દરરોજ લગભગ 810 મહિલાઓનું મૃત્યુ ગર્ભાવસ્થા અને પ્રસૃતિના કારણે થાય છે. આ ઉપરાંત દરરોજ લગભગ 6700 બાળકોનાં મોત થાય છે, જે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની મોતના 47 ટકા છે. સાથે જ દર વર્ષે લગભગ 2 મિલિયન મૃત બાળકો જન્મે છે, જેમાં 40 ટકાથી વધુ પ્રસુતિ દરમિયાન મૃત્યુ પામે છે. આ આંકડાઓ સારવારમાં રહેતી ખામીઓના કારણે આવતા ભયાનક પરીણામો દર્શાવે છે જેને ટાળી શકાતું નથી.

કોવિડ-19 મહામારીના કારણે મુખ્ય સ્વાસ્થ્ય સેવાઓમાં અડચણોના કારણે યોગ્ય સારવારના અભાવે મહિલાઓ અને બાળકો માટે ઊભા થતા ખતરાને ધ્યાનમાં રાખતા આ વર્ષે આ દિવસ વધુ મહત્વનો બને છે.

વિશ્વ દર્દી સુરક્ષા દિવસ- હેતુ

આ દિવસનો મુખ્ય હેતુ પ્રસૃતિ અને પ્રસૃતિ દરમિયાન તમામ મહિલાઓ અને નવજાત બાળકો માટે ગંભીર જોખમોને ઘટાડવાનો છે, સાથે જ સારવારની સાથે ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. આ દિવસે તમામ દેશોને સાથે લાવીને અસરકારક અને નવીનત્તમ ઉપાયો લાગુ કરીને માતૃત્વ અને નવજાતની સલામતીમાં સુધારો લાવવાનો હેતુ છે. તે માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તમામ દેશોને પ્રયત્નો વધારવા, પહોંચથી બહાર પણ પહોંચવા અને ખાસ કરીને બાળકના જન્મ દરમિયાન માતા અને નવજાતને સુરક્ષિત સારવાર આપવા તાત્કાલિક અને અસરકારક પગલા લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
First published: