Home /News /lifestyle /World Ocean Day 2021: મહાસાગરો વિશે અદ્દભૂત તથ્યો જે જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત!

World Ocean Day 2021: મહાસાગરો વિશે અદ્દભૂત તથ્યો જે જાણીને તમે થઈ જશો આશ્ચર્યચકિત!

વિશ્વ મહાસાગર દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય માનવીય પ્રવૃત્તિઓની સમુદ્રો પર થતી અસર વિશે જાણકારી ફેલાવવાનો છે

વિશ્વ મહાસાગર દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય માનવીય પ્રવૃત્તિઓની સમુદ્રો પર થતી અસર વિશે જાણકારી ફેલાવવાનો છે

    પૃથ્વીના 70 ટકાથી વધુ ભાગમાં આવેલા મહાસાગરો (Oceans) આપણા ગ્રહ પરના સૌથી મુખ્ય ઘટકોમાંથી એક છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations)એ 8 જૂનને વિશ્વ મહાસાગર દિવસ (World Ocena Day) તરીકે એટલે જાહેર કર્યો છે જેથી લોકો જાણી શકે કે આ વિશાળ જળ સપાટી ઇકો સિસ્ટમ (Marine Eco System)ને જાળવી રાખવામાં કેટલી મદદરૂપ છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વિશ્વ મહાસાગર દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય માનવીય પ્રવૃત્તિઓની સમુદ્રો પર થતી અસર વિશે જાણકારી ફેલાવવાનો છે.

    આ દિવસ મનાવી સમુદ્ર માટે વિશ્વભરના લોકોમાં એક જાગૃતતા લાવી અને વિશ્વના લોકોને એકજૂટ કરી દરિયાઓના સ્થાયી પ્રબંધન માટે પરિયોજના લાવવાની આશા છે. વર્ષ 2020ની જેમ કોવિડ-19ની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ વર્ચ્યુઅલ આયોજનો કરવામાં આવશે. આ દિવસ માટે આ વર્ષની થીમ છે ધ ઓશિયન- લાઇફ એન્ડ લાઇવલીહૂડ્સ. જેમ કે આપણે જાણીએ છીએ કે આજે વિશ્વ મહાસાગર દિવસ લોકો મનાવી રહ્યા છે. તો આવો જાણીએ આ વિશે અમુક તથ્યો અને આકર્ષક વાતો.

    1. જોવા અને માણવા લાયક દ્રશ્યોની સાથે મહાસાગરો પૃથ્વીનો 50 ટકા જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે, જેથી ગ્રહના ઘણા જીવો શ્વાસ લે છે.

    આ પણ જુઓ, Viral Video: આ બાળકોએ PM મોદીને કરી દીધી એવી અપીલ, સાંભળીને હસવું રોકી નહીં શકો!

    2. મહાસાગરોમાં લગભગ 321 મિલિયન ક્યૂબિક માઇલ અથવા 1.34 બિલિયન ક્યૂબિક કિમી પાણી છે. જે પૃથ્વીની જળ આપૂર્તિના લગભગ 97 ટકા છે. તેમાં દરિયાઇ પાણીનો ભાર પણ સામેલ છે જેમાં લગભગ 3.5 ટકા મીઠૂ અને ક્લોરિન, મેગ્નેશીયમ અને કેલ્શિયમ જેવા અન્ય જરૂરી ખનીજો છે.

    3. મહાસાગરો સૂર્યની ગરમીને અને માણસો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતો 30 ટકા કાર્બન ડાયોક્સાઇડ પણ શોષી લે છે. જ્યારે મહાસાગરો આ ગરમીને શોષીને તેને વાયુમંડળમાં સ્થળાંતરીત કરે છે અને વિશ્વમાં તેને અલગ અલગ વહેંચી દે છે. આ રીતે ગરમીને વિતરણ કરવાની પેટર્નથી વૈશ્વિક વાતાવરણની સિસ્ટમને અસર પહોંચે છે અને જમીન પર તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. મહાસાગરો ઠંડીમાં હીટર અને ગરમીમાં પ્રાકૃતિક એર કંડીશનરની જેમ કામ કરે છે.

    આ પણ વાંચો, Vaccination Policy India: કેન્દ્ર સરકારે જાહેર કરી સંશોધિત રસીકરણ નીતિ, આ આધારે રાજ્યોને મળશે વેક્સીન

    4. મહાસાગરોનો 80 ટકાથી વધુ ભાગ અનમેપ્ડ અને હજુ સુધી જોવાયો નથી. જે તેને આપણી પૃથ્વી પરનો એક રસપ્રદ ભાગ બનાવે છે. ઘણા સમુદ્રને જાણવામાં રસ દાખવનારા લોકો માટે આ પણ એક રસપ્રદ તથ્ય છે કે હજુ સુધી અસંખ્ય પ્રજાતિઓની શોધ બાકી છે. મહાસાગરો વિશ્વના અમુક સૌથી જૂના જીવો જેમ કે જેલીફીશ, હોર્સિસશો ક્રેબ્સ અને અન્યનું પણ ઘર છે.
    " isDesktop="true" id="1103193" >

    5. મહાસાગરો પણ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગની અસરથી વંચિત નથી રહ્યા. વર્ષ 2020માં મહાસાગરોને સૌથી વધુ ગરમ જાહેર કરાયા હતા અને રંગમાં બદલાવથી માંડીને કોરલ જેવા લુપ્તપ્રાય દરિયાઇ જીવો જેવી ઘણી પરિસ્થિતિઓ પેદા થઇ છે. દરિયાઇ સપાટીમાં થઇ રહેલ વધારો, શક્તિશાળી ચક્રવાતો, પ્લાસ્ટિકથી પ્રદૂષણ અને ઘણી માનવીય પ્રવૃત્તિઓએ દરિયાઇ જીવો અને દરિયાના સ્વાસ્થ્યને નુકસાનમાં મુકી દીધું છે.
    First published:

    Tags: Climate change, Health Tips, Healthy Food, Lifestyle, Marine Biology, Marine Wildlife, United nations, World Ocean Day, World Ocean Day 2021, આરોગ્ય