World No Tobacco Day: ભારતમાં દર વર્ષે 13 લાખ લોકોના તમાકુના કારણે થાય છે મોત

News18 Gujarati
Updated: May 31, 2020, 10:25 AM IST
World No Tobacco Day: ભારતમાં દર વર્ષે 13 લાખ લોકોના તમાકુના કારણે થાય છે મોત
પ્રતીકાત્મક તસવીર

કોરોનાનું સંક્રમણ થવાનો ખતરો તમાકુનું સેવન કરનારા લોકોમાં 50 ટકા વધુ, આંકડાઓ જાણી ચોંકી જશો

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી બચવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) તરફથી વિશ્વભરમાં લોકોને પોતાની રોગ પ્રતિરોધક ક્ષમતા (Immunity) વધારવાની સલાહ આપવામાં આવી રહી છે. બીજી તરફ દુનિયા અને ભારતમાં કરોડો લોકો છે જે દરરોજ કોઈને કોઈ રૂપમાં તમાકુ (Tabacco)નું સેવન કરે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે તમાકુનો ઉપયોગ કરનારા લોકોમાં કોરોના સંક્રમણનો ખતરો સામાન્ય વ્યક્તિઓની તુલનામાં લગભગ 50 ટકા વધુ હોય છે. તમાકુના ઉપયોગથી વ્યક્તિના શ્વસન તંત્ર અને ફેફસાં નબળા પડી જાય છે અને કોરોના વાયરસનો પહેલો અટેક માનવ શરીરમાં આ અંગો પર થાય છે. દરેક વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવવામાં આવે છે.

દેશમાં દરરોજ 3500 લોકો અકાળે મૃત્યુના શિકાર

વરિષ્ઠ કેન્સર રોગ વિશેષજ્ઞ નરેશ લેડવાનીએ જણાવ્યું કે કેન્સરનું મુખ્ય કારણ માનવામાં આવતા તમાકુથી દરરોજ દેશમાં 3500 લોકોનાં મોત થઈ રહ્યા છે. બીજી તરફ વિશ્વભરમાં દર વર્ષે તમાકુના કારણે 80 લાખ લોકોનાં મોત થાય છે. ભારતમાં દર વર્ષે 13 લાખ લોકો તમાકુના કારણે અકાળે મોતને ભેટે છે. WHO તરફથી હાલમાં જ જાહેર એક રીપોર્ટ અનુસાર તમાકુ ઉપયોગ કરનારા દરેક બીજા વ્યક્તિનું અકાળે મોત થાય છે. આ મોત તમાકુમાં રહેતા 4000થી વધુ કેમિકલ્સના શરીરના વિભિન્ન અંગો પર પડતાં નકારાત્મક પ્રભાવના કારણે થાય છે.

આ પણ વાંચો, Vodafoneનો ધમાકેદાર પ્લાન, સસ્તી કિંમતમાં ફ્રી કોલિંગ અને દરરોજ 4GB ડેટા

આ આંકડા જાણીને ચોંકી જશો!

- 80 લાખ લોકો વિશ્વભરમાં પ્રતિ વર્ષ તમાકુના કારણે અકાળે મૃત્યુનો શિકાર બને છે- 13 લાખ લોકો દેશભરમાં પ્રતિ વર્ષ તમાકુના કારણે અકાળે મૃત્યુનો શિકાર બને છે
- 77 હજાર લોકો રાજસ્થાનમાં દર વર્ષે તમાકુના ઉપયોગથી અકાળે મૃત્યુને ભેટે છે
- 3500 લોકોનાં તમાકુના કારણે થતાં કેન્સરથી મોતને ભેટે છે
- 4000થી વધુ કેમિકલ્સ તમાકુ અને તેનાથી બનેલા પ્રોડક્ટસમાં હોય છે

આ પણ વાંચો, તાપસી પન્નૂની દાદીનું થયું નિધન, દુઃખી થઈને કહી આ વાત
First published: May 31, 2020, 10:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading