World Kidney Day 2022: કિડનીને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ હેલ્ધી આદતો, રોગથી થશે બચાવ
World Kidney Day 2022: કિડનીને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ હેલ્ધી આદતો, રોગથી થશે બચાવ
દુનિયાભરમાં 10 માર્ચે ‘વિશ્વ કિડની દિવસ’ (World Kidney Day 2022) મનાવવામાં આવે છે. (Image- shutterstock)
How to Keep Kidney Healthy: કિડની શરીરનું એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરમાં લોહીને સાફ કરે છે, યુરિનને બહાર કાઢે છે. તેના અન્ય કાર્ય પણ હોય છે. એક રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં દર 10 વ્યક્તિમાંથી 1 પુખ્ત વ્યક્તિ તેનાથી પીડાય છે.
How to Keep Kidney Healthy: દુનિયાભરમાં 10 માર્ચે ‘વિશ્વ કિડની દિવસ’ (World Kidney Day 2022) મનાવવામાં આવે છે. દરેક વર્ષે આ દિવસ એક ખાસ થીમ(World Kidney Day 2022 Theme) સાથે મનાવવામાં આવે છે. આ વખતની થીમ ‘કિડની હેલ્થ ફોર ઓલ’ (Kidney Health for All) છે. આ દિવસે લોકોને કિડની સંબંધિત બીમારીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે, કિડનીના મહત્વ વિશે સમજાવવામાં આવે છે. કિડની શરીરનું એક અત્યંત મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરમાં લોહીને સાફ કરે છે, યુરિનને બહાર કાઢે છે. તેના અન્ય કાર્ય પણ હોય છે. એક રિપોર્ટ મુજબ, ક્રોનિક કિડની ડિસીઝ (Chronic Kidney Disease) ખૂબ સામાન્ય અને નુકસાનકારક છે. વિશ્વભરમાં દર 10 વ્યક્તિમાંથી 1 પુખ્ત વ્યક્તિ તેનાથી પીડાય છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
કિડની રોગ (Kidney Disease) સંબંધિત મૃત્યુદર વાર્ષિક ધોરણે વધી રહ્યો છે અને 2040 સુધીમાં તે મૃત્યુનું 5મું મુખ્ય કારણ બનવાની શક્યતા છે. જો કિડનીમાં સહેજ પણ સમસ્યા હોય તો તમામ કાર્યોને અસર થઈ શકે છે. કિડનીના રોગો, જેને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે, તે તમારા જીવનની ગુણવત્તાને ઘણી હદ સુધી પ્રભાવિત કરી શકે છે. કિડની રોગનું જોખમ ઘટાડવાની ઘણી રીતો છે.
- જો તમે કિડનીને સ્વસ્થ રાખવા ઇચ્છો છો, કિડની રોગથી બચવા માગો છો, તો હેલ્ધી ડાયેટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો. આ માટે નિયમિત એક્સરસાઈઝ કરો, ચોખ્ખું પાણી પીવો. તમાકુનું સેવન ન કરો.
- પોતાને એક્ટિવ રાખો. તમે શારીરિક રીતે જેટલા એક્ટિવ રહેશો, વજન કાબૂમાં રહેશે. એક્ટિવ રહેવાથી બ્લડ પ્રેશર ઘટવાની સાથે ક્રોનિક કિડની ડિસીઝ થવાની સંભાવના ઓછી થઈ શકે છે. વોકિંગ, રનિંગ, સાઈકલિંગ એવી એક્ટિવિટી છે, જે કિડનીને સ્વસ્થ રાખે છે.
- હેલ્ધી ખાણીપીણીથી શરીરનું વજન કન્ટ્રોલમાં રહે છે, બ્લડ પ્રેશર ઓછું થાય છે. સાથે જ ડાયાબિટીસ, હ્રદય રોગ અને અન્ય સમસ્યાઓનું જોખમ ઘટી જાય છે, જે ક્રોનિક કિડની ડિસીઝને વધારી શકે છે. ભોજનમાં મીઠાંનો પ્રમાણસર ઉપયોગ કરો. દરરોજ માત્ર 5-6 ગ્રામ સોડિયમનું સેવન કરો. સાથે જ પ્રોસેસ્ડ ફૂડ, બહારનું ખાવાનું પણ ઓછું ખાઓ, આમ કરવાથી તમારી કીડની સ્વસ્થ રહી શકે છે.
- કિડની રોગથી બચવા માટે બ્લડ શુગર લેવલ કાબૂમાં રાખો. ડાયાબિટીસમાં બ્લડ પ્રેશરની સમસ્યા ઘણી વખત બેદરકારીને કારણે વધી જાય છે. જનરલ બોડી ચેકઅપમાં શુગર લેવલની પણ તપાસ કરાવતા રહો. ડાયાબિટીસથી ગ્રસ્ત મોટાભાગના લોકોમાં કિડની ડેમેજ થવાની શક્યતા રહે છે. હાઈ કોલેસ્ટ્રોલ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ, ડાયાબિટીસ થવા પર ખાસ કરીને કિડની ડેમેજ થવાની શક્યતા વધી જાય છે, જો કન્ટ્રોલમાં ન રાખવામાં આવે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર