World Hypertension Day: આ વર્ષની થીમ, ઇતિહાસ અને કોરોના મહામારીમાં જાગૃતિનું મહત્ત્વ

પ્રતીકાત્મક તસવીર

દર વર્ષે 1 કરોડથી વધુ ભારતીયો હાઈપરટેન્શનનો ભોગ બને છે. વૃદ્ધોમાં આ પ્રમાણ વધુ હોય છે. યુવાનોમાં હાઈપરટેન્શનનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય બની ચૂક્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: હાઈપરટેન્શન આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. હાઈપરટેન્શન કારણે ગંભીર રોગોને આમંત્રણ આપે છે. આ સ્થિતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 17 મેના રોજ હાઈપરટેન્શન ડે (Hypertension Day) ઉજવવામાં આવે છે. હાઈપરટેન્શનને હાઈ બ્લડ પ્રેશર (High blood pressure day) પણ કહેવામાં આવે છે. આ એક એવી મેડિકલ કન્ડિશન (Medical condition) છે, જ્યાં ધમનીઓની દીવાલો પર રક્તનું દબાણ ખૂબ જ વધુ હોય છે.

    જો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર 140/90થી વધુ હોય તો તેને હાઈપરટેન્શન છે. પરંતુ જો 180/120થી વધુ હોય તો સ્થિતિ ગંભીર માનવામાં આવે છે. હાલ, હાઈપરટેન્શન સામાન્ય હેલ્થ કન્ડિશન થઈ ચૂકી છે. દર વર્ષે 1 કરોડથી વધુ ભારતીયો હાઈપરટેન્શનનો ભોગ બને છે. વૃદ્ધોમાં આ પ્રમાણ વધુ હોય છે. જોકે, યુવાનોમાં હાઈપરટેન્શનનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય બની ચૂક્યું છે. યુવાનોમાં હાઈપરટેન્શનનું કારણ નોકરી ધંધામાં વધતું કામનું ભારણ હોઈ શકે છે. આ ઉપરાંત અયોગ્ય આહાર, ધૂમ્રપાન, અને બીજા કરતા ઓછી શારીરિક પ્રવૃત્તિ પણ જવાબદાર બને છે.

    આ પણ વાંચો: એક દુલ્હન સાથે પરણવા બે દુલ્હા જાન જોડીના પહોંચી ગયા, પછી જે થયું તે જાણીને માથું ખંજવાળશો

    વર્લ્ડ હાઈપરટેન્શન ડેનો ઇતિહાસ

    અલગ અલગ 85 નેશનલ હાઈપરટેન્શન સોસાયટીની આગેવાની ધરાવતી હાઈપરટેન્શન લીગ દ્વારા 14 મે, 2005ના રોજ વર્લ્ડ હાઈપરટેન્શન ડે ઉજવવાનો પ્રારંભ કરાયો હતો. હાઈપરટેન્શનના દર્દીઓમાં આ સ્થિતિ અંગે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ છે. 2006માં એટલે કે દ્વિતીય હાઈપરટેન્શન ડેની ઉજવણી 17 મેના રોજ થઈ હતી. ત્યારથી દર વર્ષે આ તારીખે વર્લ્ડ હાઈપરટેન્શન ડેની ઉજવણી થાય છે.

    આ પણ વાંચો: Tauktae અસર: રાજ્યના 221 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ, છ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ

    ઉજવણીનું મહત્ત્વ

    વિશ્વ હાયપરટેન્શન ડેનો ઉદ્દેશ દર્દીઓમાં હાઈ બ્લડ પ્રેશરના વહેલા નિદાનની મહત્વતા સમજાવવાનો છે. નિદાન વહેલું થતા હ્રદય રોગ અથવા સ્ટ્રોક જેવા હાયપરટેન્શનના ગંભીર પરિણામોની ખતરો ઓછો થઈ જાય છે.

    વર્તમાન મહામારીના સમયે આવી બાબતો પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે. કારણ કે કોરોના વાયરસ ડાયાબિટીસ, ફેફસાના રોગ અને હાયપરટેન્શનની બીમારી હોય તેવા લોકો પર વધુ જોખમ ઉભું કરે છે. જેથી મહામારીના સમયમાં, હાઈ બ્લડ પ્રેશરને રોકવું, નિદાન અને સારવાર માટે વધુ નિર્ણાયક છે. કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા મોટાભાગના દર્દીઓએ હાઈપરટેન્શનથી પીડિત હોવાનું પણ કબૂલ્યું હતું.

    આ પણ વાંચો: Tauktae વાવાઝોડાનો ખતરો: ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની, દરિયાકાંઠે લાગ્યું ગ્રેટ ડેન્જર સિગ્નલ

    આ વર્ષની થીમ

    ધી વર્લ્ડ હાઈપરટેન્શન લીગ દ્વારા ચાલુ વર્ષની થીમ જાગૃતિ લાવવા અને તેમાં પણ ખાસ કરીને ગરીબ દેશોને લક્ષ્યમાં રાખીને નક્કી કરવામાં આવી છે. આ વર્ષે વિશ્વ હાઈપરટેન્શન દિવસની થીમ ‘તમારા બ્લડ પ્રેશરને ચોકસાઈથી માપો, નિયંત્રિતમાં લો, લાંબું જીવો’ રાખવામાં આવી છે.
    First published: