બ્લડ પ્રેશર કઈ રીતે ઘટાડશો? World Hypertension Day નિમિતે મેળવો આ માહિતી

પ્રતિકાત્મક તસવીર

હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં કઈ રીતે રાખવું? હાયપરટેન્શનને ટાળવું કઈ રીતે? તે સહિતની બાબતો અંગે આજે અહીં જાણકારી મેળવશું

  • Share this:
હાલનો સમયગાળો તણાવભરી (Stress) જીવનશૈલીનો છે. જેના કારણે હાઇપરટેંશનનું પ્રમાણ યુવા વર્ગમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો હાઈપરટેંશન અંગે જાગૃત બને તે માટે દર વર્ષે 17 મેના રોજ વિશ્વ હાઈપરટેંશન ડેની (World Hypertension Day 2021) ઉજવણી થાય છે. આ ઉજવણી વર્લ્ડ હાઈપરટેંશન લીગ દ્વારા કરવામાં આવે છે. હાઈપરટેંશનને અવગણવામાં આવે છે. પરંતુ લાંબા ગળે તે ગંભીર રોગને આમંત્રણ આપે છે. પ્રારંભમાં કોઈ લક્ષણો તુરંત ધ્યાને આવતા ન હોવાથી હાઇપરટેંશન કે હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર ગણવામાં આવે છે. જો આવા લક્ષણો પકડાય નહીં તો સ્ટ્રોક, અંધળાપણું, હાર્ટ એટેક, ચિત્તભ્રમ અને કિડનીના રોગનું જોખમ ઉભુ થાય છે.

સારી વાત એ છે કે, હાયપરટેન્શનનું સરળતાથી નિદાન કરી શકાય છે. દવા લઈને સારવાર કરી શકાય છે. હાયપરટેન્શન કે હાઈ બ્લડ પ્રેશરના પ્રારંભિક તબક્કે જીવનશૈલીમાં સકારાત્મક ફેરફારો કરીને પણ તેને નિયંત્રિત કરી શકાય છે. ત્યારે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં કઈ રીતે રાખવું? હાયપરટેન્શનને ટાળવું કઈ રીતે? તે સહિતની બાબતો અંગે આજે અહીં જાણકારી મેળવશું

તણાવ ઘટાડો

હાઈપરટેંશનને નિયંત્રણમાં લાવવાનું સૌથી મહત્વનું પરિબળ તાણ ઘટાડવાનું છે. જે વસ્તુના કારણે તણાવ ઉભો થાય છે તેને શોધો અને તેને જીવનમાંથી દૂર કરી નાખો. જે તમને આરામ આપે અને મનની તાણથી દૂર રાખવામાં મદદ કરે તેવી બાબતો તરફ નજર દોડાવો. મેડિટેશન અને અન્ય માનસિક કસરતો કરો.

વજન ઘટાડો

જરૂર કરતાં વધારે વજનવાળા લોકોમાં હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધુ છે. જેથી બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવા વજન ઘટાડવું મહત્વનું પગલું ગણી શકાય. થોડું વજન ઘટશે તો પણ બ્લડ પ્રેશર ઘટશે. તમારી કમરની આજુ બાજુ વિસ્તરના વધુ વજનને પણ ધ્યાનમાં રાખો. કમરનો વધારાનો ઘેરાવો જેટલો વધુ તેટલું જોખમ વધુ. જે પુરુષોની 40 ઇંચ અને સ્ત્રીઓની 35 ઇંચથી વધુ કમર હોય તેમને હાઈ બ્લડપ્રેશરનું જોખમ રહે છે.

કસરત કરો

જે લોકો હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શનનો ભોગ બન્યા હોય તેઓએ નિયમિત કસરત કરવી જ જોઈએ. જીવનશૈલીમાં શારીરિક પ્રવૃત્તિ વધારવી જોઈએ. દરરોજ 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ હાઈ બ્લડપ્રેશર 5થી 89 mm Hg સુધી ઘટાડી શકે છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવા ચાલવા, દોડવા અને સ્વિમ કરવા સહિતની કસરત કરી શકો છો. અલબત્ત રોજિંદી પ્રવૃત્તિ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવાની મુખ્ય ચાવી છે.

આરોગ્યપ્રદ ખોરાક

અનાજ, ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો વધુ ઉપયોગ તમને જરૂરી પોષણ આપે છે. તે સાથે જ શરીરનું સંતુલન જાળવે છે. હાઈ કોલેસ્ટ્રોલ અને ફેટ ધરાવતી ફાસ્ટ ફૂડ સહિતની અન્ય વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. શરીરમાં સોડિયમના વધુ પ્રમાણમાં પણ ઘટાડો કરવો જોઈએ. 1500 મિલિગ્રામ અથવા તેથી ઓછું સોડિયમનું સેવન પુખ્ત વયના લોકો માટે આદર્શ છે. તેનાથી વધારે સોડિયમનું સેવન ટાળવું જોઈએ.

ધુમ્રપાન છોડી દો

જો તમે ધુમ્રપાન કરતા હોવ અને હાઈ બ્લડપ્રેશરનો ભોગ બન્યા હોવ તો સૌથી પહેલુ પગલું ધુમ્રપાન છોડવાનું રહેશે. સિગરેટના કારણે હાર્ટના રોગનો ખતરો વધે છે. જો સ્મોકિંગ છોડી દેશો, તો બ્લડ પ્રેશર નિતંત્રણમાં આવવાની સાથે આરોગ્ય પણ જળવાશે. આલ્કોહોલનું સેવન ઘટાડવું પણ હિતાવહ છે.

દરરોજ બ્લડ પ્રેશર માપો

જે લોકો હાઈ બ્લડપ્રેશરનો ભોગ બન્યા હોય તેઓએ તેમનું BP નિયમિતપણે માપવું અને સાવધ રહેવું જોઈએ. તમે ઘરે પણ સરળતાથી બ્લડ પ્રેશર માપી શકો છો. તમારા ડોક્ટર સાથે સતત સંપર્કમાં રહી બ્લડ પ્રેશરને તપાસવા અને નિયંત્રણમાં રાખવાની સલાહ લો.
First published: