Home /News /lifestyle /

World Hydrography Day 2021: હાઈડ્રોગ્રાફી એટલે શું? તેનો ઇતિહાસ, મહત્વ અને જાણવા જેવી વાતો

World Hydrography Day 2021: હાઈડ્રોગ્રાફી એટલે શું? તેનો ઇતિહાસ, મહત્વ અને જાણવા જેવી વાતો

તમામ આંતરરાષ્ટ્રીય સરકારો અને સંસ્થાઓ સમુદ્રી વાતાવરણની સુરક્ષા માટે અને સુરક્ષિત વૈશ્વિક સંશોધકને પ્રોત્સાહન આપવા સહયોગ કરે છે.

તમામ આંતરરાષ્ટ્રીય સરકારો અને સંસ્થાઓ સમુદ્રી વાતાવરણની સુરક્ષા માટે અને સુરક્ષિત વૈશ્વિક સંશોધકને પ્રોત્સાહન આપવા સહયોગ કરે છે.

લોકો પ્રવાસ દરમિયાન ખોવાઈ જવાના ડરથી અથવા પોતાનું લોકેશન જાણવા માટે પોતાની સાથે નકશો રાખે છે. તે જ રીતે દરિયાઈ માર્ગો અને નદીઓમાં નાવડીઓ અથવા જહાજો પોતાનો માર્ગ જાણવા માટે હાઈડ્રોગ્રાફીનો ઉપયોગ કરે છે.

હાઈડ્રોગ્રાફી એ મહાસાગરો, સમુદ્રો, તટીય ક્ષેત્રો, તળાવો અને નદીઓનું ભૌતિક લાક્ષણિકતાઓની માપણી અને લાક્ષણિક વર્ણન છે. સાથે જ તે નેવિગેશન સિક્યોરિટીના પ્રાથમિક લક્ષ્ય અને અન્ય સમુદ્રી સંચાલનમાં મદદ કરવા માટે સમય સાથે તેમના પરિવર્તનની ભવિષ્યવાણી કરે છે. આ આર્થિક વિકાસ, રક્ષા  અને સુરક્ષા, વિજ્ઞાન અને અનુસંધાન અને પ્રકૃતિ સંરક્ષણમાં પણ યોગદાન આપે છે. આજે વિશ્વ હાઈડ્રોગ્રાફી દિવસ નિમિત્તે તેનો ઇતિહાસ, મતલબ અને તેની વિશેષતા સાથે IHO અંગે પણ જણાવીશું.

વિશ્વ હાઈડ્રોગ્રાફી દિવસનો ઇતિહાસ 

હાઈડ્રોગ્રાફીની શરૂઆત સામાન્ય નાવિકો માટેના ચાર્ટના નિર્માણ સાથે શરુ થઇ હતી, કારણ કે તેઓ અજ્ઞાત સમુદ્રોની યાત્રા કરતા હતા. આંતરરાષ્ટ્રીય હાઈડ્રોગ્રાફિક બ્યુરોની સ્થાપના 1921માં સુરક્ષિત નેવિગેશન, પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ્સ અને સમુદ્રી પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દે સરકારી સંવાદ માટે એક રૂપરેખા પ્રદાન કરવાના લક્ષ્ય સાથે કરાઈ હતી.

યોગ કોરોનાને ભગાવશે, ઓક્સિજનનો ઉકેલ પ્રાણાયમ છે: International Yoga Day પર સીએમ રૂપાણી

જોકે, 1970માં તેનું નામ બદલીને ઇન્ટરનેશનલ હાઈડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશન(IHO) કરી દેવાયું હતું.
વર્ષ 2005માં IHOએ એક વર્લ્ડ હાઇડ્રોગ્રાફી ડેની દરખાસ્ત કરી, જેને સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા A/RES/60/30 મહાસાગરો અને સમુદ્રના કાયદાના જવાબમાં માન્યતા આપવામાં આવી. આ દિવસને આંતરરાષ્ટ્રીય હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાની વર્ષગાંઠ તરીકે પણ ઉજવવામાં આવે છે.

રાજકોટનાં ટ્યુશન સંચાલકને પોલીસને ગેરમાર્ગે દોરવી પડી ભારે, ખોટો પત્ર લખી પરિવાર સાથે થયો ફરાર

વિશ્વ હાઇડ્રોગ્રાફી ડેનું મહત્વ 

આ દિવસ વિશ્વવ્યાપી કક્ષાએ IHOને માન્યતા આપવા અને IHO સાથે સહયોગ કરવા અને નેવિગેશન તેમજ દરિયાઇ જીવન જાળવણીને પ્રોત્સાહન આપવા તમામ સરકારોને પ્રોત્સાહિત કરવા માટે ચિહ્નિત થયેલ છે. તમામ આંતરરાષ્ટ્રીય સરકારો અને સંસ્થાઓ સમુદ્રી વાતાવરણની સુરક્ષા માટે અને સુરક્ષિત વૈશ્વિક સંશોધકને પ્રોત્સાહન આપવા સહયોગ કરે છે.

દર વર્ષે વર્લ્ડ હાઇડ્રોગ્રાફી ડે હાઇડ્રોગ્રાફીના મહત્વ અને હાઇડ્રોગ્રાફર્સના યોગદાનને પ્રકાશિત કરવા માટે ચિહ્નિત કરવામાં આવે છે. તે સલામત સંશોધકની જરૂરિયાત અને દરિયાઇ જીવનની જાળવણી વિશે જાગરૂકતાને પણ પ્રોત્સાહન આપે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: History, Onthis Day, World Hydrography Day

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन