World Hemophilia Day 2021: જાણો કેમ ઉજવવામાં આવે છે વિશ્વ હીમોફીલિયા દિવસ?

World Hemophilia Day 2021: જાણો કેમ ઉજવવામાં આવે છે વિશ્વ હીમોફીલિયા દિવસ?
17 એપ્રિલના રોજ હીમોફીલિયા દિવસ ઉજવવામાં આવે છે.

દર વર્ષે 17 એપ્રિલે સમગ્ર વિશ્વમાં વિશ્વ હીમોફીલિયા દિવસના અવસરે જાગૃતિ ફેલાવવા માટે અભિયાનનું આયોજન કરવામાં આવે છે.

  • Share this:
નવી દિલ્હી: વિશ્વભરમાં આજે એટલે કે 17 એપ્રિલના રોજ હીમોફીલિયા દિવસ (World Hemophilia Day 2021) ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવાનો હેતુ એ છે કે લોકો આ બીમારી વિશે જાણે અને તેને લઈને જાગૃત (Awareness) થાય. આ એક પ્રકારનો ડિસઓર્ડર છે, જેના કારણે આપણા શરીરમાં લોહી (Blood) પર તેની અસર થાય છે. હીમોફીલિયાથી પીડિત વ્યક્તિને જ્યારે અંદરની તરફ અથવા બહારની તરફ વાગે છે, ત્યારે લોહી વહેવાનું ચાલુ જ રહે છે. આ લોહી જામી નથી શકતું. જેને હીમોફીલિયા કહેવાય છે. આ બીમારીના કારણે ઘણા લોકો માટે ખતરો પેદા થઇ જાય છે.

જાણો કેમ ઉજવાય છે હીમોફીલિયા દિવસ



આ દિવસને ઉજવવાની શરૂઆત વર્ષ 1989માં કરાઈ હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે 'વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયા'ના સંસ્થાપક ફ્રેંક કેનેબલના જન્મદિવસ એટલે કે 17 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. WFH એ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે લોકોને આ રોગ પ્રતિ જાગૃત કરવા અને તેના દર્દીઓ માટે કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયાના સંસ્થાપક ફ્રેન્ક કેનેબલનું અવસાન 1987માં સંક્રમિત બ્લડથી એઇડ્સ થવાથી થયું હતું. આ રોગનું કારણ બ્લડ પ્રોટીનની કમી હોય છે. જેને ક્લોટિંગ ફેક્ટર કહેવાય છે. આ બીમારી લોહીમાં થ્રામ્બોપ્લસ્ટિન નામના પદાર્થની કમીથી થાય છે.

આ પણ વાંચો: કોરોના સંકટને પગલે કુંભ મેળાને પ્રતીકાત્મક રાખવાની PM મોદીની અપીલ


આ પણ વાંચો: કપડાં ધોતી વખતે વૉશિંગ મશીનમાં થયો બ્લાસ્ટ, રસોડાનો સામાન વેરવિખેર


આ વર્ષની થીમ

દર વર્ષે 17 એપ્રિલે સમગ્ર વિશ્વમાં વિશ્વ હીમોફીલિયા દિવસના અવસરે જાગૃતિ ફેલાવવા માટે અભિયાનનું આયોજન કરવામાં આવે છે. આ બીમારીને લઈને ગંભીર સમસ્યા છે કે, ઘણીવાર આ બીમારીથી પીડાતા લોકોને સમયસર ઈલાજ નથી મળતો. જેને લઈને લોકોને જાગૃત કરવા ખુબ જરૂરી છે. દર વર્ષે આ દિવસની થીમ અલગ અલગ હોય છે. આ વર્ષે તેની થીમ 'એડેપ્ટિન્ગ ટૂ ચેન્જ' રાખવામાં આવી છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ