Home /News /lifestyle /World Heart Day 2022: નાની ઉંમરમાં લોકોને આવે છે હાર્ટ એટેક, હાર્ટની બીમારીઓથી બચવા પીવો આ જ્યૂસ

World Heart Day 2022: નાની ઉંમરમાં લોકોને આવે છે હાર્ટ એટેક, હાર્ટની બીમારીઓથી બચવા પીવો આ જ્યૂસ

આ રીતે હાર્ટને રાખો સ્વસ્થ

World Heart Day 2022: આજે વિશ્વ હૃદય દિવસ છે ત્યારે હાર્ટને સ્વસ્થ કેવી રીતે રાખી શકાય એ વિશે જાણવું ખૂબ જરૂરી છે. આજની આ ફાસ્ટ લાઇફમાં નાની ઉંમરના લોકો પણ હાર્ટને લગતી બીમારીઓથી પીડાઇ રહ્યા છે. આ દિવસે ખાસ વાંચી લો તમે પણ હાર્ટને કેવી રીતે સ્વસ્થ રાખશો.

વધુ જુઓ ...
    Drinks for Healthy Heart: આજે વિશ્વ હૃદય દિવસ છે. હાર્ટ સંબંધિત બીમારીથી લોકોને જાગૃત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આજની આ ફાસ્ટ લાઇફમાં નાની ઉંમરમાં લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. આ સાથે જ હાર્ટને લગતી બીમારીઓ પણ દિવસેને દિવસે વધતી જાય છે. આ પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. હાર્ટ એટેકની સાથે-સાથે લોકો હાઇ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી અનેક બીમારીઓનો શિકાર ઝડપથી બની રહ્યા છે. શારિરિક રીતે એક્ટિવ ના રહેવું, એક્સેસાઇઝ ના કરવી, અનહેલ્ધી ખોરાક જેવા અનેક કારણ હાર્ટની બીમારીઓનું રિસ્ક વધારી દે છે. આ સમયમાં શરીરને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. તો આ ખાસ દિવસે અમે તમને નેચરલ ડ્રિંક્સ વિશે જણાવીશું જે તમારા હાર્ટ હેલ્થને બુસ્ટ કરે છે. આ સાથે જ તમારા હૃદયને પણ સ્વસ્થ રાખે છે.

    નારિયેળ પાણી


    હાર્ટને હેલ્ધી રાખવા માટે નારિયેળ પાણી સૌથી બેસ્ટ છે. આમાં ફેટ, કોલેસ્ટ્રોલ હોતુ નથી અને આ એક લો કેલરી ડ્રિંક છે. નારિયેળ પાણીમાં કાર્બોહાઇડ્રેટ્સ, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ હોવાને કારણે હાર્ટ માટે અનેક રીતે ફાયદાકારક છે. નારિયેળ પાણી હાઇ બ્લડ પ્રેશરને ઓછુ કરે છે.

    આ પણ વાંચો: મોબાઈલ પર પ્રેમ શોધવા લાગ્યો યુવા વર્ગ

    સંતરાનો જ્યૂસ


    સંતરાના જ્યૂસમાં વિટામીન સી ભરપૂર હોય છે. આ માટે તમે નાસ્તાની સાથે-સાથે સંતરાનો જ્યૂસ પીવો. માર્કેટમાં મળતા જ્યૂસ પીવાથી તમારે બચવું જોઇએ, કારણકે આ જ્યૂસમાં એડેડ સુગર હોય છે. નિયમિત રીતે તમે સંતરાનો જ્યૂસ પીવો છો તો બ્લડ પ્રેશર લેવલ મેઇન્ટેન રહે છે. હાઇ બ્લડ પ્રેશર પણ હાર્ટ ડિસિઝ અને હાર્ટ એટેકનું કારણ બને છે.

    ટામેટાનો જ્યૂસ


    ટામેટાનો જ્યૂસ હાર્ટ માટે અનેક રીતે ઉપયોગી છે. ટામેટાના જ્યૂસમાં એન્ટી ઓક્સિડન્ટ્સ જેવા લાઇકોપીન, બીટા કેરાટીન તત્વ હોય છે જે હાર્ટને લગતી બીમારીઓથી દૂર રાખે છે. ટામેટાનો જ્યૂસ ક્રોનિક ડિસીઝના જોખમને ઓછુ કરી શકે છે.

    આ પણ વાંચો: બીયર પીનારા લોકો માટે મોટી ખુશખબરી!

    ગ્રીન જ્યૂસ


    લીલા શાકભાજીમાં બનતા જ્યૂસ હાર્ટને લગતી અનેક બીમારીઓ માટે બહુ ફાયદાકારક સાબિત થાય છે. આ જ્યૂસ તમે પાલક, ખીરા, ફુદીના, બ્રોકલી જેવી લીલી શાકભાજીમાંથી બનાવી શકો છો. ગ્રીન જ્યૂસમાં વિટામીન્સ, મિનરલ્સ હોય છે હાર્ટ માટે સૌથી બેસ્ટ છે.

    દાડમનો જ્યૂસ


    દાડમનો જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. આ જ્યૂસ પીવાથી તમારું લોહી પણ સારું બને છે. આ જ્યૂસમાં પોલીફેનોલ્સ, વિટામીન ઇ અને મેગ્નેશીયમ હોય છે જે હાર્ટ હેલ્થ બુસ્ટ કરે છે. આ સાથે જ મેગ્નેશીયમ બ્લડ પ્રેશર અને શુગર લેવલને કંટ્રોલ કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Healthy lifestyle

    विज्ञापन
    विज्ञापन