શું તમે જાણો છો તમારા હૃદયની ઉંમર કેટલી છે? આ ટિપ્સ કરશે મદદ

વર્લ્ડ હાર્ટ ડે

World Heart Day 2021: આજના સમયમાં ખોટી લાઇફસ્ટાઇલના કારણે નાની ઉંમરનાથી લઇને વૃદ્ધો સુધી ઘણ બધા લોકો હૃદય રોગથી પીડાતા હોય છે.

  • Share this:
મુંબઈ: Tips for Heart health- દરેક વ્યક્તિ પોતાની ઉંમર વિશે જાણતી હોય છે, પરંતુ શું તમને ખબર છે કે તમારા હૃદયની ઉંમર કેટલી છે? ઘણાના મનનમાં સવાલ થતો હશે કે હૃદયની ઉંમર (Age of heart) કેવી રીતે જાણી શકાય? પરંતુ કેટલીક એક્ટિવિટીઝ દ્વારા તમે તમારા હૃદયના સ્વાસ્થ્ય (Heart health) અને તેની ચોક્કસ ઉંમરનો ખ્યાલ મેળવી શકો છો. જે તમારી ઉંમર કરતા વધારે હોઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, હૃદયની ઉંમર તમારી ઉંમર કરતા ઘણી વધારે હોઈ શકે છે. અહીં અમે કેટલીક એવી એક્ટિવિટીઝ વિશે જણાવી રહ્યા છીએ, જે તમને તમારા હૃદયની સ્થિતિ અથવા તેની ઉંમર (Age of your heart) જાણવામાં મદદ કરશે. આ વિશે જાણ્યા બાદ તમે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખી શકશો અને યોગ્ય સમયે ડોક્ટરનો સંપર્ક પણ કરી શકશો.

હૃદયના સ્વાસ્થ્ય (Heart health) પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે (World heart day) મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મનાવવામાં આવશે. પરંતુ વર્ષ 2014માં આ ખાસ દિવસ મનાવવા માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરાઈ હતી.

આજના સમયમાં ખોટી લાઇફસ્ટાઇલના કારણે નાની ઉંમરનાથી લઇને વૃદ્ધો સુધી ઘણ બધા લોકો હૃદય રોગથી પીડાતા હોય છે. હૃદય રોગ આજે સમગ્ર વિશ્વમાં ગંભીર બીમારી (Heart disease) તરીકે ઉપસી આવ્યો છે. દેશમાં પણ દર પાંચમો વ્યક્તિ હૃદયનો દર્દી છે. ત્યારે અહીં આજે અમે આપને હ્રદય રોગના મુખ્ય લક્ષણો વિશે માહિતગાર કરીશું.

હથેળીમાં પરસેવો થવો

ઉનાળામાં પરસેવો થવો સ્વાભાવિક છે. પરંતુ બહારનું વાતાવરણ ઠંડુ છે અને તમને પરસેવો થઈ રહ્યો છે. તેથી આ ચિંતાનો વિષય થઈ શકે છે. જો તમારી હથેળીમાં પરસેવો થઈ રહ્યો છે, તો તે એક સંકેત હોઈ શકે છે કે તમારું હૃદય જોખમમાં છે.

ઉબકા આવવા

વધુ તળેલું ખાવાથી પાચનની સમસ્યા થવી સામાન્ય વાત છે. પરંતુ જો કંઈપણ ખાધા વગર જો તમને ઉબકા આવે છે, છાતીમાં બળતરા થાય છે અને પેટમાં દુ:ખાવો થાય છે. તો આ એક સંકેત છે કે તમારા હૃદયની ઉંમર વધી રહી છે.

આ પણ વાંચો: World Heart Day: 'છેલ્લા 10 વર્ષમાં 40થી ઓછી ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20% વધ્યું'

છાતીનો દુ:ખાવો

જો કસરત કરતી વખતે અથવા ચાલતી વખતે છાતીમાં દુખાવો થાય, તો હૃદયમાં સમસ્યા હોવાનો સંકેત છે. તેનો અર્થ એ પણ થઈ શકે છે કે તમારા હૃદયના સ્નાયુઓ વૃદ્ધ થઈ રહ્યા છે.

હૃદયને આ રીતે સ્વસ્થ રાખો

હૃદયને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી જરૂરી છે. આ તમારા આરોગ્યને અસર કરશે. હૃદયના સ્વાસ્થ્ય માટે આ નિયમોનું પાલન કરો.

-દરરોજ કસરત કરો.
-સ્વસ્થ જીવનશૈલી અપનાવો.
-સારી ઊંઘ લો.
-તણાવથી દૂર રહો.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by:Vinod Zankhaliya
First published: