જ્યારે આપણે બ્રેઇન સ્ટ્રોક (Brain Stroke) કે હેમરેજની (brain hemorrhage વાત આવે છે, ત્યારે સૌથી પહેલા આપણે વૃદ્ધ વ્યક્તિ વિશે વિચારીએ છીએ. પરંતુ દુનિયામાં લાખો યુવાનો બ્રેઇન સ્ટ્રોકની ઝપેટમાં આવી રહ્યા છે. એટલું નહીં આ રોગની ઝપેટમાં આવ્યા બાદ દર વર્ષે લાખો યુવાનો મોતને ભેટે છે. મહત્વનું છે કે, અમેરિકામાં દર વર્ષે લગભગ 70 કે જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે, તેઓ આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે.
શું છે બ્રેઇન સ્ટ્રોક
જ્યારે મગજની કોઈ નસ અચાનક બ્લોક થઇ જાય કે ફાટી જાય તો તેને બ્રેઇન સ્ટ્રોક કહે છે. દિમાગમાં આ પ્રકારની ઘટના થતા બ્લડ સપ્લાઈ બંધ થઇ જાય છે, જેની અસર બ્રેઇન ફંક્શન પર પડે છે. આ ખુબ જ જોખમભરી સ્થિતિ છે. મહત્વનું છે કે, બ્રેઇન સ્ટ્રોક થવાના મોટા ભાગના કિસ્સા સવારે વહેલા થતા હોય છે.
બ્રેન સ્ટ્રોક અને બ્રેઇન હેમરેજ વચ્ચેતફાવત
બ્રેઇન હેમરેજએ બ્રેન સ્ટ્રોકનો જ એક પ્રકાર છે. જયારે મગજ સુધી પહોંચતી નસ બ્લડ સપ્લાઈ ઓછો કરી દે તો તેને ટ્રાસીએટ એસ્કેમિક સ્ટ્રોક કહેવામાં આવે છે. મગજ સુધી બ્લડ સપ્લાઈ કરતી આ નસ બ્લોક થઇ જાય તો તેને એસ્કેમિક સ્ટ્રોક કહે છે અને જો આ નસ ફાટી જાય તો તેને બ્રેઇન હેમરેજ કહે છે.
બાળકોને કોરોનાથી સંભાળજો: અમદાવાદમાં અઠવાડિયામાં ત્રણ બાળકોનાં મોત, 11 સારવાર હેઠળ
યુવાવસ્થામાં કોણ થઇ શકે છે બ્રેઇન સ્ટ્રોકનો શિકાર?
- જે લોકોને બ્લડ ક્લોટ થવાની સમસ્યા રહે છે, તેને એસ્કેમિક સ્ટ્રોક થવાની સંભાવના વધુ રહે છે.
- જે લોકોને જન્મ સમયે હાર્ટ ચેમ્બર પાસે હોલની સમસ્યા રહી હોય અને તેને શરૂઆતી મહિનાઓ સુધી બંધ ન કરી શકાયું હોય તો આવા લોકોને બાદમાં બ્રેઇન સ્ટ્રોક થઇ શકે છે.
- જયારે રક્તવાહિનીઓની દીવાલો કમજોર થઇ જાય છે અને તેમાં પરપોટા થાય તો તે હેમોરેજિક સ્ટ્રોક કહેવાય છે. કેટલાક લોકોને જન્મથી જ આવી સમસ્યા હોય છે, એજ બ્રેઇન સ્ટ્રોકનું કારણ બની શકે છે.
Crime files: UPનો પૂર્વ સાસંદ અને ખૂંખાર ગેંગસ્ટર અમદાવાદની જેલમાં છે બંધ, 24 કલાક રખાય છે તેની પર ચાંપતી નજર
- ઘણા યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક થવાનું કારણ પોલિસિસ્ટિક કિડની ડિસીઝ જિનેટિક ડિસીઝ છે.
- માઈગ્રેન એક ન્યુરોલોજી ડિસઓર્ડર છે, જેમાં માથાનો દુખાવો થાય છે. જે બ્રેઇન સ્ટ્રોકનું કારણ બની શકે છે. જે મહિલાઓને માઈગ્રેનની સમસ્યા છે તેમણે બર્થ કંટ્રોલ પીલ્સ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી સૂચના સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતીન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. આપ અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)