Home /News /lifestyle /

ફિનલેન્ડમાં જન્મ થવો એટલે જેકપોટ લાગવો! સતત પાંચમાં વર્ષે બન્યો સૌથી ખુશહાલ દેશ

ફિનલેન્ડમાં જન્મ થવો એટલે જેકપોટ લાગવો! સતત પાંચમાં વર્ષે બન્યો સૌથી ખુશહાલ દેશ

અહીં શિક્ષા, હેલ્થકેર જેવી સુવિધાઓ સરકાર દ્વારા લોકોને તદ્દન મફત અથવા ખૂબ જ ઓછા ખર્ચે આપવામાં આવે છે.

ખુશહાલ દેશોની આ લીસ્ટમાં અમેરિકા (US) 16માં નંબર પર છે, જ્યારે ભારત (India) આ લીસ્ટમાં પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ (Bangladesh)થી પણ પાછળ છે.

  વિશ્વનો ક્યા દેશની સ્થિતિ કેવી છે તે તેના પરથી નક્કી કરવામાં આવે છે કે તે દેશના લોકો પોતાના જીવનમાં કેટલા ખુશ છે. આ વર્ષનો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 (World Happiness Report 2022) અનુસાર ફિનલેન્ડ સતત પાંચમાં વર્ષે વિશ્વના સૌથી ખુશહાલ દેશ (Finland-Happiest Country in the World) તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે 146 દેશોની આ યાદીમાં અફઘાનિસ્તાન (Afghanistan) સૌથી છેલ્લે છે. ખુશહાલ દેશોની આ લીસ્ટમાં અમેરિકા (US) 16માં નંબર પર છે, જ્યારે ભારત (India) આ લીસ્ટમાં પાકિસ્તાન (Pakistan) અને બાંગ્લાદેશ (Bangladesh)થી પણ પાછળ છે.

  કેટલામાં ક્રમે છે ભારત?

  આ વર્ષની વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં પાકિસ્તાન 121મા ક્રમે છે. જ્યારે ભારતને 136મા સ્થાન પર રાખવામાં આવ્યું છે. બાંગ્લાદેશ આ લીસ્ટમાં 94મા ક્રમે છે અને પાડોશી દેશ ચીન 72મા સ્થાન પર છે. સૌથી ઓછા ખુશહાલ દેશોમાં – અફઘાનિસ્તાન (146મું સ્થાન), લેબનાન (145 મું સ્થાન), ઝીમ્બાબ્વે (144 મું સ્થાન), રવાંડા (143 મું સ્થાન), બોત્સવાના (142મું સ્થાન) અને લેસોથો (141મું સ્થાન) છે.

  વિશ્વનો આ વિસ્તાર છે સૌથી ખુશહાલ

  વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ખુશહાલીના દ્રષ્ટિકોણથી ટોપ 10 દેશોમાં સૌથી વધુ સ્થાન પૂર્વ યુરોપ એટલે કે સ્કેંડિનેવિયા ક્ષેત્ર અને નોર્ડિક વિસ્તારના દેશોને મળ્યું છે. આ વિસ્તારમાં ફિનલેન્ડએ પ્રથમ અને ડેન્માર્કે બીજુ સ્થાન મેળવ્યું છે. ત્યાર બાદ આઇસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ, નોર્વે અને લગ્ઝમબર્ગ સામેલ છે. અહીં તમને એક સવાલ જરૂર થશે કે સ્કેંડિનેવિયન દેશોની સિસ્ટમમાં શું ખાસ વાત છે કે લોકોનું જીવન ખુશહાલ છે. રોજની સમસ્યાઓથી પરેશાન ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા મધ્યમ અને ઓછી આવક વાળા લોકો અને સમાસથી આખરે શું અલગ છે કે આ દેશોના લોકોની જીંદગીમાં. જે તેમના જીવનસ્તરને વધુ સુખાકારી ભર્યુ બનાવે છે.

  શું છે અહીંના લોકોની જીવન સુખાકારીનું કારણ?

  વિશ્વમાં સૌથી વધુ ગરીબ અને મધ્યમ આવકવાળા દેશોમાં સામાન્ય લોકોની સૌથી મોટી સમસ્યાઓ હોય છે મોંઘી શિક્ષા, મોંઘી સારવાર, મોંઘા પરીવહન અને દરરોજ ખાદ્ય ચીજોના વધતા ભાવ. પરંતુ ફિનલેન્ડ જેવા સ્કેંડિનેવિયન-નોર્ડિક ક્ષેત્રના દેશમાં સિસ્ટમ ઘણી અલગ છે. અહીં શિક્ષા, હેલ્થકેર જેવી સુવિધાઓ સરકાર દ્વારા લોકોને તદ્દન મફત અથવા ખૂબ જ ઓછા ખર્ચે આપવામાં આવે છે. આ સિવાય સુરક્ષા, પોલીસ સિસ્ટમ, માનવાધિકારની દેખરેખ, હાઇ ઇનકમ લવલ, ઓછું કરપ્શન જેવી બાબતો કડક કાયદા અને મજબૂત સિસ્ટમ સાથે સુનિશ્ચિત કરવામાં આવે છે. જેથી સામાન્ય લોકોનું જીવન ઘણું સરળ બને છે. ફિનલેન્ડની 90 ટકાથી વધુ વસ્તીને જીવનના દરેક તબક્કે સંતુલિત માનવામાં આવે છે.

  ફિનલેન્ડનું વાતાવરણ પણ ખુશનુમા

  સુંદર પહાડો, ઝરણાઓ અને નદીઓ કિનારે વસેલા મોટા શહેરો, બરફની સફેદી ઠંકાયેલ પ્રાકૃતિક સુંદરતા વચ્ચે વસેલું ફિનલેન્ડ પૂર્વ યુરોપનો તે ભાગ છે જ્યાં વાતાવરણ ઘણું ઠંડું રહે છે, જ્યાં 6 મહિના ઠંડીની મોસમ રહે છે. આકર્ટિક સર્કલમાં હોવાથી આ દેશના અનેક હિસ્સાઓમાં 6 મહિના સુધી રાત જ રહે છે. આપણી સરખામણીમાં ત્યાંનું વાતાવરણ ઘણું અલગ હોવા છતા ફિનલેન્ડના લોકોએ ખુશહાલી સાથે જીવવાનું શીખી લીધું છે. બરફ, વરસાદ અને કડકડતી ઠંડી વચ્ચે પણ અહીંના લોકો જીવનને પૂરી રીતે એન્જોય કરે છે. બરફવર્ષા વચ્ચે પણ લોકો જોગિંગ, રાઇડિંગ, સાઇક્લિંગ કરે છે. વર્ષના ગરમ મહિનાઓમાં અહીંના લોકો આઉટડોર સૂવું, સાઇક્લિંગ, કાયકિંગ, હાઇકિંગ, કેમ્પિંગ જેવા એક્ટિવિટીની ખાસ શોખ ધરાવે છે. બરફથી ઢંકાયેલા પહાડો, ગાઢ જંગલો અને ટૂરિસ્ટ પ્લેસની સાથે પ્રદૂષણ મુક્ત વાતાવરણ લોકોના જીવનમાં અલગ જ તાજગી ભરી દે છે.

  સરકાર પણ આપે છે અનેક સુવિધા

  આપણે અહીં મધર-ચિલ્ડ્રન કેરના નારાઓ યોજનાઓ વિશે તમે ખૂબ સાંભળ્યું હશે. પરંતુ સ્કેંડિનેવિયન દેશોમાં સિસ્ટમ ખૂબ જ અલગ છે. ફિનલેન્ડમાં જે મહિલા માતા બને છે તેને સરકાર દ્વારા એક ન્યૂ બેબી બોક્સ ગીફ્ટ કરવામાં આવે છે. જેમાં એક વર્ષ સુધી બાળક માટે ઉપયોગમાં આવનાર 63 પ્રોડક્ટ્સ હોય છે. આ ગીફ્ટ બોક્સ વિશે લોકો કહે છેકે તમારે તમારા બાળકો માટે ડાયપર સિવાય પહેલા 2-3 મહિના સુધી કંઇ જ ખરીદવાની જરૂર રહેતી નથી.

  એટલું જ નહીં આ દેશમાં ડિલિવરી સમયે 10 મહીનાની પેરેન્ટ્સ લીવ મળે છે. પિતા બન્યા બાદ પુરૂષોને પણ 9 સપ્તાહ સુધી પેટરનિટી લીવ મળે છે. બાળકોના જન્મ બાદ તેના પેરેન્ટ્સને પ્રથમ 3 સપ્તાહની ફરજીયાત રજા મળે છે, બાળક નવ મહિનાનું થાય ત્યાં સુધી માતાપિતામાંથી કોઇ પણ એકને ખાસ રજાઓ આપવામાં આવે છે. બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી માતાપિતાને નોકરી ગુમાવ્યા વગર સ્ટે હોમ ફેસિલિટીનો લાભ મળે છે. જે અહીંના સોશ્યલ સિક્યોરિટી સિસ્ટમનો ભાગ છે.

  આ પણ વાંચો - Snake Video: નાના બાળકે સાપના નાકમાં કર્યો દમ, વીડિયો જોઈને તમે પણ રહી જશો હેરાન !

  ટેન્શન ફ્રી જીવનનું રહસ્ય

  અહીં જે લોકો બેરોજગાર છે અથવા તો કોઇ સારી નોકરી કરતા નથી તેમના માટે પણ સરકારની એક સિસ્ટમ છે. ડેન્માર્કમાં નોકરી ન હોવા પર સરકાર દ્વારા દર મહીને 2000 ડોલરનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આ સિવાય ફિનલેન્ડ અને ડેન્માર્કમાં દરેક નાગરિકને મફત શિક્ષણ અને ફ્રી હેલ્થકેરની સુવિધા આપવામાં આવે છે. જે દેશમાં લોકોને શિક્ષણ અને મેડિકેર મફતમાં મળે છે ત્યાંના લોકોની સૌથી મોટી ચિંતા દૂર થઇ જાય છે.

  આ પણ વાંચો - Travel in April: એપ્રિલમાં ફરવા માટે ભારતની આ 5 જગ્યાઓ છે બેસ્ટ, બનાવી લો ટ્રાવેલ પ્લાન

  લોકોની સમસ્યાઓ દૂર કરતી સિસ્ટમ

  ફિનલેન્ડ વિશ્વના સૌથી ઓછા ક્રાઇમ રેટવાળા દેશોમાં સામેલ છે. ટૂરિસ્ટ માટે પણ આ દેશને સુરક્ષિત માનવામાં આવે છે. ફિનલેન્ડે પોતાની શિક્ષણ વ્યવસ્થામાં પણ છેલ્લા અમુક વર્ષોમાં ઘણો સુધારો કર્યો છે. માત્ર પુસ્તકના જ્ઞાનની જગ્યાએ અહીંની શાળા-કોલેજોમાં પ્રોફેશનલ ભણતર અને વિદ્યાર્થીઓની લર્નિંગ સ્કીલ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. દેશના તમામ લોકો માટે એક યૂનિવર્સલ હેલ્થકેર સિસ્ટમ છે. એટલે કે સૌને સરકાર દ્વારા શ્રેષ્ઠ અને એક સરખી મેડિકલ સુવિધા મળે છે. રોજગારના અવસરોની સમાનતા માટે પણ દેશ ખૂબ પ્રચલિત છે.

  અહીંના સમાજમાં મિડલ ક્લાસ લોકોની વસ્તી વધુ છે જ્યારે ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. અહીંના ફિનિશ સમાજમાં અમીર લોકોમાં પોતાના ધનનો દેખાવ કરવાની પ્રથા નથી. આ તમામ સુવિધાઓના કારણે ફિનલેન્ડ, ડેન્માર્ક, નોર્વે જેવા દેશોને વિશ્વના ખુશહાલ ઝોન કહેવામાં આવે છે.
  First published:

  Tags: Lifestyle, World news, દેશવિદેશ

  આગામી સમાચાર