World Food Safety Day 2021: ખોરાકજન્ય બીમારી દર વર્ષે ત્રણ કરોડ લોકોનો લે છે ભોગ

(પ્રતીકાત્મક તસવીર)

જાણો કેમ ઉજવાય છે World Food Safety Day, શું છે થીમ, ઈતિહાસ અને મહત્ત્વ

  • Share this:
World Food Safety Day 2021: વિશ્વભરમાં દર વર્ષે 7 જૂનના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે કે World Food Safety Dayની ઉજવણી થાય છે. ખોરાકજન્ય રોગોમાં પટકાતા લોકોને જાગૃત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન પૂરતા પ્રમાણમાં મળી શકે તેવો હેતુ પણ આ દિવસની ઉજવણીમાં સમાયેલો છે.

આ વર્ષની થીમ કઈ?

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ માટે થીમ નક્કી કરવામાં આવી છે. ચાલુ વર્ષની થીમ તંદુરસ્ત આવતીકાલ માટે આજનું સુરક્ષિત ભોજન ('Safe food today for a healthy tomorrow') છે. આ વર્ષની થીમ સુરક્ષિત ભોજનના ઉત્પાદન અને ઉપભોગ ઉપર કેન્દ્રિત છે. ભોજન સુરક્ષિત રહે તો વ્યક્તિ, ગ્રહ અને અર્થવ્યવસ્થાને તાત્કાલિક અને લાંબા સમય માટે ફાયદો થાય છે. જે રીતે દર દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસના કાર્યક્રમો નિશ્ચિત થીમના આધારે હોય છે, ચાલુ વર્ષે પણ આવું જ બનશે. અલબત્ત કોરોના મહામારીના કારણે કાર્યક્રમો વર્ચ્યુઅલ રહેશે.

આ પણ વાંચો, કોરોનાની સારવાર માટે સ્વાસ્થ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન્સ, આવઇરમેક્ટિન સહિત અનેક દવાઓ બંધ

આ દિવસનો શું છે ઇતિહાસ?

આ દિવસ લોકોમાં ખોરાક સુરક્ષાની જાગૃતિ લાવવા ઉજવાય છે. આ દિવસની ઉજવણીની જાહેરાત યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ડિસેમ્બર 2018માં ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કરવામાં આવી હતી. આ પ્રયાસ ખોરાક દ્વારા થતા રોગોના કારણે વિશ્વ પરના ભારણને ઓળખવાનો હતો.

આ પણ વાંચો, Ask The Doctor: કોવિડ પોઝિટિવ બાળકોમાં માતા-પિતાએ કેમ MIS-C લક્ષણો મુદ્દે ધ્યાન રાખવું જોઈએ?

વર્લ્ડ ફૂડ સેફટી ડેની ઉજવણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન આ ક્ષેત્રને લગતી અન્ય સંસ્થાઓના સહયોગથી કરે છે. સંગઠન દ્વારા વિશ્વમાં ખોરાકજન્ય રોગોનો ભાર ઘટાડવા માટે ખોરાક સુરક્ષા તરફના પ્રયાસોને મજબૂત બનાવવાનો નિર્ણય લેવાયો છે.

ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્વ શું છે?

ખાદ્ય પદાર્થનું સેવન કરતા પહેલા તેનું ઉત્પાદન, સંગ્રહ અને વિતરણથી ફૂડ ચેઇનનું દરેક પગલું સંપૂર્ણ સુરક્ષિત છે કે નહીં તે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આ માટે જ ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્વ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મત મુજબ દૂષિત કે બેક્ટેરિયાયુક્ત ખોરાકના કારણે દર વર્ષે દર 10માંથી એક વ્યક્તિ બીમાર પડે છે. વૈશ્વિક વસ્તી મુજબ આ આંકડો 60 કરોડે પહોંચી શકે છે. વિશ્વના વિકસિત અને વિકાસશીલ દેશોમાં દર વર્ષે ખોરાક અને પાણીજન્ય રોગોથી લગભગ ત્રણ મિલિયન લોકો મોતને ભેટે છે.
First published: