World Food Day 2021: કુપોષણથી પીડાતા બાળકો પર ક્લાઈમેટ ચેન્જનું પણ જોખમ, અનેક માસૂમોના જીવ પર જોખમ

સમગ્ર વિશ્વમાં 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day) ઊજવવામાં આવે છે.

યૂએન કૃષિ અને ખાદ્ય સંગઠન (Food and agriculture Organization, FAO) અનુસાર વર્લ્ડ ફૂડ ડે 2021 ની થીમ ‘અમારુ કાર્ય અમારુ ભવિષ્ય છે- યોગ્ય ઉત્પાદન, પૂરતું પોષણ, યોગ્ય વાતાવરણ અને યોગ્ય જીવન’ છે.

  • Share this:
World Food Day 2021 : સમગ્ર વિશ્વમાં 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ (World Food Day) ઊજવવામાં આવે છે. યૂએન કૃષિ અને ખાદ્ય સંગઠન (Food and agriculture Organization, FAO) અનુસાર વર્લ્ડ ફૂડ ડે 2021 ની થીમ ‘અમારુ કાર્ય અમારુ ભવિષ્ય છે- યોગ્ય ઉત્પાદન, પૂરતું પોષણ, યોગ્ય વાતાવરણ અને યોગ્ય જીવન’ છે. ખાદ્ય અને કૃષિ સંગઠનના સભ્યો દ્વારા આ દિવસ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સંગઠનના સભ્ય દેશોના 20માં મહા સંમેલનમાં આ દિવસ વિશે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1981 થી દર વર્ષે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે.

આ દિવસ ઊજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂખમરો અને ભૂખથી પીડિત લોકોને જાગૃત કરવાનો છે. હિન્દુસ્તાન અખબારના અહેવાલ અનુસાર સૌથી વધુ જળવાયુ પરિવર્તનનું જોખમ ધરાવતા દેશોમાં મોટાભાગના બાળકોમાં પોષણનો અભાવ જોવા મળી રહ્યો છે. વિશ્વ ખાદ્ય દિવસના આગલા દિવસે સેવ ધ ચિલ્ડ્રન (save the children) તરફથી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ઘણી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

આ રિપોર્ટ અનુસાર ગરીબ દેશોમાં જળવાયુ પરિવર્તનની સૌથી વધુ ખરાબ અસર જોવા મળી રહી છે. મોટાભાગના બાળકોના વિકાસમાં પહેલેથી જ કેટલીક પડકારો જોવા મળી રહ્યા છે. જેમાં રાજનૈતિક-આર્થિક અસ્થિરતા, ગૃહયુદ્ધ અને કોવિડ 19 (Covid 19) સહિત અન્ય બિમારીઓનો પ્રકોપ શામેલ છે. પૂર, દુષ્કાળ, લૂ સહિત પ્રાકૃત્તિક આપત્તિઓના કારણે બાળકોના વિકાસ પર અસર થઈ રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે, કે પોષણના અભાવને કારણે 20 ટકા બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર ગંભીર અસર થઈ છે.

આ રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં જન્મ લીધેલ બાળકો પર જળવાયુ પરિવર્તનનું સૌથી વધુ જોખમ જોવા મળી રહ્યું છે. આ વર્ષે જન્મેલ બાળકોએ 7 ગણી વધુ લૂ ના સંકટનો સામનો કરવો પડશે. પૂર, દુષ્કાળ અને પાકને નુકસાન થવાના મામલામાં પણ 3 ગણો વધારો થશે.

જળવાયુ પરિવર્તનથી ખૂબ જ ગંભીર અસર જોવા મળી રહી છે. આફ્રિકી દેશ બરુંડીમાં 54, નાઈજરમાં 47, યમનમાં 46, પાપુઆ ન્યૂ ગિનીમાં 43, મોજામ્બિકમાં 42 અને મેડાગાસ્કરમાં 42 કુપોષણ (Malnutrition) ની સાથે સાથે જળવાયુ પરિવર્તનના કારણે બાળકોમાં ઠિંગણાપણું જોવા મળી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બાળકો પર જોખમમાં વધારો થઈ રહ્યો

બરુંડી (Burundi) માં તંગાનાયિકા ઝરણા (Lake Tanganyika) ના જળસ્તરમાં વધારો થતા લાખથી વધુ લોકોએ સ્થળાંતર કર્યું હતું. જેમાં મોટાભાગના બાળકોને એક જ સમયનું ભોજન મળ્યું હતું. તાલિબાને અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કર્યા બાદ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણના જોખમમાં વધારો થયો છે.

માટી ખાવાની પરિસ્થિતિ ઊભી થઈ

સેવ ધ ચિલ્ડ્રનમાં ગરીબી અને જળવાયુ પરિવર્તનના મામલે ગ્લોબલ ડાયરેક્ટર યોલાંદે રાઈટે જણાવ્યું કે, બરુંડીથી લઈને અફઘાનિસ્તાન અને મોજામ્બિકથી લઈને યમન સુધી કરોડો બાળકોમાં પોષણનો અભાવ (Undernutrition)જોવા મળ્યો છે. અનેક દેશોમાં ભૂખમરાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ જતાં, તેઓ માટી ખાવા માટે મજબૂર થયા છે.

આ પણ વાંચો: World Spine Day 2021: કરોડરજ્જૂનું ધ્યાન રાખજો, આવી તકલીફના કારણે શરીર અને મન પર

યૂએન પેનલે આપી હતી ચેતવણી

યૂએનની બોડી ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (Intergovernmental Panel on Climate Change, IPCC) એ જૂન 2021માં 4,000 પેજનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ક્લાઈમેટ ચેન્જની અસરની વ્યાપક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી, કે આજની સરખામણીએ 2050 સુધીમાં 80 મિલિયન (8 કરોડ) થી વધુ લોકો પર ભૂખમરાનું સંકટ ઊભું થશે. જળ ચક્રમાં ખલેલના કારણે ઉપસહારા આફ્રિકામાં વર્ષા આધારિત પાકમાં ઘટાડો જોવા મળશે. આ રિપોર્ટ અનુસાર ભૂખમરાથી પીડિત લોકોમાં 80 ટકા ભાગ આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાંથી હશે.

ભારતની સ્થિતિ

વર્ષ 2017 થી 2019 વચ્ચે 31.6 ટકા લોકો ભારતીય ખાદ્ય સુરક્ષા સામે મધ્યમ અથવા ગંભીર સ્તરના જોખમનો સામનો કરી રહ્યા હતા. વર્ષ 2014 થી 2016 સુધીમાં ખાદ્ય અસુરક્ષિત ભારતીયોની સંખ્યા 42.65 ટકા હતી. વર્ષ 2017થી 2019 સુધીમાં તે સંખ્યા વધીને 48.86 ટકા થઈ ગઈ. કુપોષણને કારણે 4 વર્ષથી ઓછી ઉંમરના અડધાથી વધુ બાળકોનું વજન અને બાંધો સામાન્ય કરતા ઓછો હતા.
Published by:kuldipsinh barot
First published: