અકસ્માત સમયે ફર્સ્ટ એડ કેટલી કામની વસ્તુ, ફર્સ્ટ એડ કીટમાં શું રાખવું જોઈએ? શું છે તેનો ઈતિહાસ?

News18 Gujarati
Updated: September 12, 2020, 6:20 PM IST
અકસ્માત સમયે ફર્સ્ટ એડ કેટલી કામની વસ્તુ, ફર્સ્ટ એડ કીટમાં શું રાખવું જોઈએ? શું છે તેનો ઈતિહાસ?
World First Aid Day

વિશ્વ પ્રાથમિક ચિકિત્સા દિવસ (World First Aid Day)દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે ઉજવવામાં આવે છે

  • Share this:
વિશ્વ પ્રાથમિક ચિકિત્સા દિવસ (World First Aid Day)દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના બીજા શનિવારે ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય લોકોને ફર્સ્ટ એઈડ વિશે જાણકારી મળે અને રોજબરોજના જીવનમાં વિકટ પરિસ્થિતિમાં ફર્સ્ટ એઈડ આપીને લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેનાથી માહિતગાર કરવાનો છે.

વર્લ્ડ ફર્સ્ટ એઈડ ડે ની શરૂઆત ઈન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રૉસ એન્ડ રેડ ક્રિસેંટ સોસાયટીઝ (IFRC)એ વર્ષ 2000માં કરી હતી. ત્યારથી દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ દિવસ ઉજવાય છે. દર વર્ષે આ પ્રસંગે લોકોને પ્રાથમિક ચિકિત્સાના ફાયદા, પ્રાયમરી મેડીકલની જરૂરિયાત અને ઘરમાં ફર્સ્ટ એઈડ બૉક્સ રાખવા અંગે જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવે છે.

શા માટે હોય છે ફર્સ્ટ એઈડની જરૂરિયાત

મોટાભાગે બાળકોને શાળાઓમાં પ્રાથમિક ચિકિત્સા વિશે શીખવવામાં આવે છે, પરંતુ સમય જતા લોકો આ વાતો ભૂલતા જાય છે, પરંતુ આ વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે, જેનાથી પ્રાથમિક ઉપચાર દ્વારા અકસ્માત જેવી સ્થિતિમાં કોઈ ઘાયલ વ્યક્તિનો જીવ બચાવી શકાય. અકસ્માત સિવાયના ઈમરજન્સી સંજોગોમાં પણ ફર્સ્ટ એઈડનો ઉપયોગ આવડવો જરૂરી છે. જેથી દરેક લોકોએ ફર્સ્ડ એડ એટલે કે, પ્રાથમિક ચિકિત્સાના ફાયદા અને જીવનમાં તેની જરૂરિયાત.

આ પણ વાંચોજિમનું ચક્કર છોડો, હવે આ આયુર્વેદિક જડી-બુટ્ટીઓથી ઓછુ કરો વધી ગયેલું વજન

શું હોય છે ફર્સ્ટ એડસૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે, ફર્સ્ટ એડ શું હોય છે, અને તમારે ફર્સ્ટ એડ માટે કેવી વસ્તુની જરૂરિયાત પડી શકે છે, જેથી તમે તત્કાલ પ્રાથમિક ઉપચાર કરી શકો. ફર્સ્ટ એડનો મતલબ છે કે કોઈ ઘાયલ વ્યક્તિને મેડિકલ સહાયતા મળતા પહેલા આપવામાં આવતી ચિકિત્સા. ઓનલી માય હેલ્થના રિપોર્ટ અનુસાર, તેના માટે તમારા ફર્સ્ટ એડ બોક્સમાં કેટલીક વસ્તુ હોવી જરૂરી છે. જેમ કે તમારી પાસે ડેટોલ હોવું જોઈએ, જેથી ઈજા-ઘાને સાફ કરી શકાય. કોટન, બેન્ડેડ અને પાટો પણ તમારા બોક્સમાં જરૂર રાખો. સાથે કાતર, મેડિકલ પ્રૂવ્ડ ક્રીમ, હેન્ડ સેનિટાઈઝર, દર્દ દુર કરતી દવા પણ હોવી જોઈએ. એસ્પિરીનની ટેબલેટ જેથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની સ્થિતિમાં દર્દીના બ્લડને તુરંત પતલું કરી શકાય અને થર્મોમીટર વગેરે પણ જરૂરી હોવું જોઈએ. આ સિવાય હોસ્પિટલનો ઈમરજન્સી ફોન નંબર પણ તમારી પાસે હોવો જોઈએ.

ક્યારે આપવામાં આવે છે ફર્સ્ટ એડ
હંમેશા રોડ એક્સીડન્ટમાં કોઈ ઘાયલ વ્યક્તિની એટલા માટે મોત થઈ જાય છે, કારણ કે તેને સમયસર ફર્સ્ટ એડ નથી મળતી. આ માટે ફર્સ્ટ એડ હેઠળ ઘાયલ વ્યક્તિના ઘાને સાફ કરવો અને પટ્ટી બાંધવી, જેથી હોસ્પિટલ પહોંચે તે પહેલા તેના શરીરમાંથી લોહી ન વહી જાય. આ સિવાય હૃદય સાથે જોડાયેલ બીમારીને પગલે હોસ્પિટલ પહોંચે તે પહેલા પ્રાથમિક ઉપચાર કરી શકાય, આને જ ફર્સ્ટ એડ કહેવામાં આવે છે.
Published by: kiran mehta
First published: September 12, 2020, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading