Home /News /lifestyle /

વિશ્વ પર્યાવરણ દિવસ 2021: દીનચર્યામાં કરો થોડો ફેરફાર, આ રીતે બચશે પર્યાવરણ અને પૈસા

વિશ્વ પર્યાવરણ દિવસ 2021: દીનચર્યામાં કરો થોડો ફેરફાર, આ રીતે બચશે પર્યાવરણ અને પૈસા

તમે તમારી દીનચર્યામાં નજીવા ફેરફાર કરીને પણ આ બદલાવનો હિસ્સો બની શકો છો.

તમે તમારી દીનચર્યામાં નજીવા ફેરફાર કરીને પણ આ બદલાવનો હિસ્સો બની શકો છો.

  પર્યાવરણ આપણા જીવનમાં શ્વાસ સમાન મહત્વ ધરાવે છે. સમગ્ર માનવ અને જીવજંતુઓ માટે પર્યાવરણની જાળવણી કરવી જરૂરી છે. તેના અનુસંધાને દર વર્ષે 5 જૂનને વિશ્વ પર્યવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે પૃથ્વી પર વધી રહેલા પ્રદૂષણની વિપરીત અસરો આપણા જીવનમાં ખૂબ ગંભીર રીતે પડી રહી છે. તેથી તેમાં સંતુલન જાળવવા અને ઉજ્વળ ભવિષ્યના નિર્માણ માટે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ આવશ્યક છે. તમે તમારી દીનચર્યામાં નજીવા ફેરફાર કરીને પણ આ બદલાવનો હિસ્સો બની શકો છો. આમ કરીને તમે પર્યાવરણ અને પૈસા બંને બચાવી શકો છો.

  વધુ ચાલવાની આદત રાખો

  સામાન્ય રીતે આપણે થોડે દૂર સુધી જવા માટે પણ કાર કે બાઇકનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તમે આમ કરવાનું ટાળીને ચાલવાનું પસંદ કરો. તેનાથી તમે પ્રદૂષણ તો ઓછું કરશો જ સાથે જ તમારા પેટ્રોલ-ડીઝલના પૈસા પણ બચશે. સાથે જ પગપાળા ચાલવાથી તમારી થોડી કસરત પણ થઇ જશે.

  કોરોનાની ત્રીજી લહેરથી બચવા હાર્દિક પટેલે CM રૂપાણીને આપી સલાહ, કહ્યું 'પંજાબની જેમ ગાંમડાઓને પ્રોત્સાહિત કરો'

  કારપૂલ

  રસ્તા પર દોડતી કાર આજે પ્રદૂષણનું સૌથી મોટું કારણ છે. તેથી તમે તમારા મિત્રો અને સહકર્મીઓ સાથે કારપૂલિંગ કરી શકો છો. તેનાથી તમારા ઇંધણના પૈસા પણ બચશે અને તમારી ગાડી દ્વારા થતા પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.
  ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરો

  જ્યારે પણ તમે તમારી નવી કાર ખરીદવા વિશે વિચારો તો પર્યાવરણને હાનિકારક અને પેટ્રોલ-ડીઝલ વાળી કાર કરતા ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર ભાર મૂકવો. હાલ વધી રહેલા ઈંધણના ભાવ વચ્ચે પેટ્રોલડીઝલથી ચાલતી કાર ખરીદવી મોંઘું સાબિત થઇ શકે છે. બીજી બાજુ, ઇલેક્ટ્રિક કારની ખરીદી તમને પહેલા મોંઘી પડી શકે છે, પરંતુ બાદમાં તમે મહિને ઇંધણના ખર્ચા પર ઘણા પૈસા બચાવી શકો છો. સરકાર ઇલેક્ટ્રિક કારની ખરીદીને પ્રોત્સાહન આપવા આજે ઘણા પ્રકારના ઇન્સેન્ટિવ પણ આપે છે.

  World Environment Day: આ છે ટોપ ઈ- કારની યાદી, ટાટા Nexon અને MG ZS સહિતના મોડેલ છે સામેલ

  પાણીનો બગાડ અટકાવો

  જ્યારે પણ પાણીનો નળ વપરાશમાં ન હોય ત્યારે તેને સરખી રીતે બંધ કરો. પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવાથી આપણે આવનારી પેઢી માટે પાણીનો બચાવ કરી શકીએ છીએ અને મહીને આવતા પાણીના બિલમાં પણ ઘટાડો કરી શકીએ છીએ.

  વીજળી બચાવો

  તમારા ઘરમાં રોજિંદા વપરાતી ટ્યૂબ લાઇટને વીજળી બચાવતી એલઇડી લાઇટ સાથે બદલો. તેનાથી તમે વીજળી પણ બચાવી શકો છો અને મહીનાના અંતે તમારા લાઇટબિલના ખર્ચમાં પણ ઘટાડો કરી શકો છો.
  તમારા ફ્રીજના કોઇલ અને એસી વેન્ટ્સને સાફ રાખો
  શું તમે તમારા એસી અને ફ્રીજના પાછળ/નીચેના ભાગને નિયમિત સાફ કરે છો? જો નહીં તો આપને જણાવી દઇએ કે, ત્યાં ભેગી થતી ધૂળના કારણે એસી અને ફ્રીજ વધુ વીજળીનો વપરાશ કરે છે. તેથી તેને નિયમિત સાફ કરો. જેથી વીજળી અને પૈસા બંનેની બચત કરી શકાય.

  રીયુઝેબલ પાણીની બોટલો વાપરો

  પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલું પાણી માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ તમારા શરીરને પણ ભારે નુકસાન કરે છે. તેથી બહાર જતી વખતે રિયુઝેબલ પદાર્થમાંથી બનેલ બોટલમાં પાણી લઇ જઇ તેનો વપરાશ કરી શકો છો. જેનાથી દરેક વખતે નવી બોટલ ખરીદવાના પૈસા પણ બચાવી શકો છો.

  5 સ્ટાર રેટેડ ઇલેક્ટ્રિક ઉપકરણો ખરીદો

  5 સ્ટાર રેટિંગ વાળા ઇલેક્ટ્રિક ઉપકરણો ખરીદવાથી માત્ર વીજળી તો બચશે જ, આ સાથે તમારા વીજળી બિલમાં પણ તમે પૈસાની બચત કરી શકો છો.ઘરમાં વપરાશ ન હોવા છતા ઘણા લોકો ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલું રાખી દે છે. તેનાથી તમારા બિલ અને વીજળી બંનો બગાડ થશે. તેથી હંમેશા ઉપયોગ ન કરવો હોય ત્યારે ઘરના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ રાખવાનો આગ્રહ રાખો.

  ઇ-વેસ્ટને પુન: વપરાશ લાયક બનાવો

  આજકાલના ડિજીટલ જમાનામાં ઇલેક્ટ્રિક ઉપકરણોનો વપરાશ ખૂબ વધી ગયો છે. જેથી ઇ-વેસ્ટની સમસ્યા પણ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. લોકો ઘણી વખત કોઇ ઇલેક્ટ્રિક ઉપકરણ ખરાબ થઇ જતા તેને ફેંકી દે છે. જે પર્યાવરણ માટે કેટલું નુકસાનકારક છે. તેથી તમે તમારા આવા નકામા બની ગયેલા ઇલેક્ટ્રિક ડિવાઇસને રિસાઇક્લિંગ કરતી કોઇ કંપનીને વહેંચી શકો છો. જે તેને ફરી વપરાશ લાયક બનાવશે અને તમે થોડા વધુ પૈસા પણ કમાઇ શકશો.
  First published:

  Tags: Environment, Lifestyle, Save Money, World Environment Day

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन