World Elder Abuse Awareness Day: વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહાર રોકવા જાણો આ ખાસ દિવસનું મહત્ત્વ

World Elder Abuse Awareness Day: વૃદ્ધો સાથે થતા દુર્વ્યવહાર રોકવા જાણો આ ખાસ દિવસનું મહત્ત્વ
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

ઈન્ટરનેશનલ નેટવર્ક ફોર પ્રિવેન્શન ઑફ એલ્ડર એબ્યુઝ (INPEA)એ વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડેની સ્થાપના કરી હતી. 2006થી 15 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે.

  • Share this:
નવી દિલ્હી: ગુજરાતીમાં કહેવત છે કે 'ઘરડા ગાડા વાળે', પણ ઘરડા-વયોવૃદ્ધ સાથે થતા દુર્વ્યવહારના ઘણા કેસ અવારનવાર સામે આવતા હોય છે. જેથી દર વર્ષે 15 જૂનના રોજ સીનિયર સિટીઝન સાથે થતા દુર્વ્યવહાર બાબતે લોકોને શિક્ષિત કરવાના હેતુથી વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃકતા દિવસ (The World Elder Abuse Awareness Day) મનાવવામાં આવે છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે આ દિવસ વધુ પ્રાસંગિક લાગે છે. તજજ્ઞોએ 60 વર્ષથી વધુના વૃદ્ધોને ઘાતક વાયરસ (Coronavirus)થી બચાવવા વધુ સચેત રહેવાની સલાહ આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનની શોધમાં સામે આવ્યું છે કે, જેમ જેમ કોરોના મહામારી (Corona pandemic) વધી રહી છે તેમ તેમ વડીલો-વૃદ્ધો સાથે ગેરવર્તન પણ વધી રહ્યું છે. WHO અને સંયુક્ત રાષ્ટ્રથી જોડાયેલા અન્ય સંગઠનોએ વૃદ્ધો સાથે થતા ગેરવર્તનને રોકવા માટે પ્લાન ઘડવાની તાકીદ કરી છે.

વિશેષજ્ઞોના મત મુજબ વૃદ્ધો સાથે દુર્વ્યવહાર ઘણી પ્રકારના હોય છે. જેમાં પારિવારિક સભ્યો દ્વારા શારીરિક, મૌખિક, યૌન, નાણાંકીય અને ઉપેક્ષા કરવી જેવા ગેરવર્તનનો સમાવેશ થાય છે.



આ પણ વાંચો: અમદાવાદ: પરિણીતા પર આભ તૂટી પડ્યું, કોરોનામાં પતિનું મૃત્યુ થતા સાસરિયાઓએ સારવારનો ખર્ચ માંગ્યો

ઈન્ટરનેશનલ નેટવર્ક ફોર પ્રિવેન્શન ઑફ એલ્ડર એબ્યુઝ (INPEA)એ વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડેની સ્થાપના કરી હતી. 2006થી 15 જૂનના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2011માં વૃદ્ધ સાથેના દુર્વ્યવહારને નાબૂદ કરવા માટે આ દિવસને ખાસ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ડરના કારણે વૃદ્ધ વ્યક્તિઓ ભાગ્યે જ પરિવારના સભ્યો અને એમાં પણ ખાસ કરીને બાળકો દ્વારા થતા ગેરવર્તનની વાત કરે છે.

આ પણ વાંચો: પાટણ: દાદા સાથે ભેંસોને પાણી પીવડાવવા ગયેલા ત્રણ બાળક તળાવમાં ડૂબ્યાં, બેનાં મૃત્યુ

શું છે આ દિવસનું મહત્ત્વ?

વૃદ્ધો સાથે દુર્વ્યવહારનો મુદ્દો વિશ્વમાં અત્યારે સુધી સૌથી ઓછી વખત ધ્યાન દેવાયું હોય તેવા મુદ્દા પૈકીનો છે. તેમ છતાં જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ આ સમસ્યા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડેની ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વના લોકો વૃદ્ધો સાથેના દુર્વ્યવહાર સામે બોલવા માટે એક થાય તે માટેનો છે. આ વૈશ્વિક સામાજિક મુદ્દો છે. જે વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યને અસર કરવાની સાથે લાખો વયસ્કોના ગૌરવને પણ હણે છે.

શું છે થીમ?

આ દિવસની થીમ ન્યાય પ્રાપ્તિ (Access to Justice) પર આધારિત છે. જે વૃદ્ધોની જરૂરત પૂર્ણ કરવી કેટલી આવશ્યક છે તેની યાદ અપાવે છે. જે વૃદ્ધો હિંસા, દુર્વ્યવહાર કે ઉપેક્ષાના શિકાર થઈ ચૂક્યા હોય તેમને કાયદાકીય નિવારણ સામે પડકાર ઉભા હોય છે. આ થીમ વૃદ્ધ લોકોની તંદુરસ્તીનો અધિકાર, સામાજિક સલામતી અને માન-સન્માનથી જીવવા જેવા તેમના તમામ મૂળભૂત અધિકારો મેળવવાની ક્ષમતાને મદદરૂપ થાય કરે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ