Home /News /lifestyle /World diabetes day 2022: ડાયાબિટીસને લઇને ફેલાઇ રહી છે આ ખોટી માન્યતાઓ, તમે તો આ અફવાઓને સાચી માનતા નથી ને?

World diabetes day 2022: ડાયાબિટીસને લઇને ફેલાઇ રહી છે આ ખોટી માન્યતાઓ, તમે તો આ અફવાઓને સાચી માનતા નથી ને?

ડાયાબિટીસ વિશેની ખોટી માન્યતાઓ

world diabetes day 2022: દિવસને દિવસે ડાયાબિટીસના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે લોકોને ડાયાબિટીસ હોય એમને પોતાની કેર કરવી ખૂબ જરુરી છે. પરંતુ અનેક લોકો ડાયાબિટીસ વિશે ખોટુ સમજી બેસે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ડાયાબિટીસનું જોખમ દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યું છે. અનેક લોકો આ રોગની ઝપેટમાં આવી રહ્યા છે. હવે બાળકોમાં પણ ડાયાબિટીસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ડાયાબિટીસને કારણે શરીરમાં બીજી અનેક પ્રકારની તકલીફો થઇ શકે છે. ડાયાબિટીસના જોખમને ધ્યાનમાં રાખીને એનો ઉપાય અને બચાવ કરવો ખૂબ જરૂરી છે. ડાયાબિટીસ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે જેમાં ખાસ કરીને વારસાગત, આહારા અને જીવનશૈલી એ મહત્વનો ભાગ ભજવે છે.

    આ પણ વાંચો: શું 5જી નેટવર્કથી નીકળતા રેડિયેશનથી છે કેન્સરનો ખતરો?

    આ બધી વસ્તુઓ પર ધ્યાન આપીને આ ગંભીર સમસ્યાઓમાંથી બચવું ખાસ જરૂરી છે. વૈશ્વિક સ્તર પર વધી રહેલા ડાયાબિટીસના જોખમને લઇને એલર્ટ કરવા માટે દર વર્ષે 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે મનાવવામાં આવે છે.મહત્વની વાત એ છે કે કેટલીક એવી માન્યતાઓ છે જેને આપણે સાચી માનતા આવ્યા છે પરંતુ એ સમય જતા અનેક તકલીફમાં મુકી શકે છે. તો જાણો તમે પણ આ ખોટી માન્યતાઓ વિશે અને ડરો નહીં.

    માન્યતા 1


    આ એક સાચી વાત છે કે ડાયાબિટીસ એક વારસાગત છે એટલે કે માતા-પિતા તેમજ ભાઇ-બહેનને કોઇને ડાયાબિટીસ હોય તો એ તમને પણ થઇ શકે છે. પરંતુ ઘણાં પરિવારો એવા છે જેમાં કોઇને ડાયાબિટીસ હોતો નથી તેમ છતાં પરિવારમાં કોઇ વ્યક્તિને ડાયાબિટીસ થઇ શકે છે. જીવનશૈલી અને વધુ પ્રમાણમાં જંક ફુડને કારણે પણ ડાયાબિટીસની સમસ્યા થઇ શકે છે.

    આ પણ વાંચો: ઠંડીમાં આ રીતે લગાવો બદામનું તેલ

    માન્યતા 2


    ડાયાબિટીસને લઇને ખાવા-પીવા સાથે અનેક પ્રકારની માન્યતાઓ રહેલી છે, એમાંથી એક છે ચોખાની વાનગીઓ અને બટાકાથી દૂર રહેવું જોઇએ. પરંતુ આમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે જે શર્કરાના સ્તરને વધારવાનું કામ કરે છે. પરંતુ આ વિશે વિશેષજ્ઞોનું કહેવું છે કે ડાયાબિટીસમાં કાર્બોહાઇડ્રેટથી સંપૂર્ણ રીતે દૂર રહેવું યોગ્ય નથી. કાર્બોહાઇડ્રેટ શરીરને ઉર્જી માટે આવશ્યક હોય છે.


    માન્યતા 3


    શુગર કંટ્રોલ થવા પર દવાની જરૂરિયાત રહેતી નથી. ડાયાબિટીસના રોગીઓ મોટાભાગે એ ભૂલ કરી બેસે છે કે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં થાય એટલે ડાયાબિટીસની ગોળીઓ અને ઇન્સ્યુલીન લેવાનું બંદ કરી દે છે. ડોક્ટરો આ આદતને ગંભીર અને નુકસાનકારક માને છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Diabetes care, Diabetics, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन