World Diabetes Day 2021: શા માટે મનાવવામાં આવે છે વિશ્વ ડાયાબિટીસ દિવસ? જાણો તેનો ઇતિહાસ અને થીમ

દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) મનાવવામાં આવે છે.

World Diabetes Day 2021: દર વર્ષે ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટે 14 નવેમ્બરે (14 November) વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) મનાવવામાં આવે છે. શહેરી વસ્તીની સરખામણીએ ગામડાંઓમાં ડાયાબિટીસના ઓછા દર્દી જોવા મળે છે.

  • Share this:
    World Diabetes Day 2021: આજની લાઈફસ્ટાઈલમાં મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ (Diabetes) મોટી વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતની યુવા વસતીમાં ડાયાબિટીસના ઘણાં દર્દીઓ (Diabetes Patients) છે અને આ સંખ્યા સતત વધી રહી છે. દર વર્ષે ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટે 14 નવેમ્બર (14 November)ના વિશ્વ ડાયાબિટીસ દિવસ (World Diabetes Day) મનાવવામાં આવે છે. શહેરી વસ્તીની સરખામણીએ ગામડાંઓમાં ડાયાબિટીસના ઓછા દર્દી જોવા મળે છે, કેમકે શહેરની જીવનશૈલી અને અને ખાણીપીણીમાં ગામડાની દ્રષ્ટિએ ઘણો તફાવત આવી જાય છે. આ બીમારીને અટકાવવા માટે ફક્ત જાગૃતિ પૂરતી નથી, લાઈફસ્ટાઈલ બદલવાની પણ એટલી જ જરૂર છે. શહેરોમાં અનિયમિત ખાણીપીણી અને શારીરિક શ્રમની ઘટને લીધે કેસ વધી રહ્યા છે.

    તમને જણાવી દઈએ કે આઈડીએફ એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (International Diabetes Federation) દર વર્ષે વર્લ્ડ ડાયાબિટીસ ડે માટે એક થીમ (World Diabetes Day Theme) પસંદ કરે છે, અને 2021 માટે તેમની થીમ છે- ‘Access to Diabetes Care – If Not Now, When?’ (ડાયાબિટીસની કાળજી સુધીની પહોંચ- જો હમણાં નહીં, તો ક્યારે?)

    World Diabetes Day History- વર્લ્ડ ડાયાબિટીસ ડેનો ઇતિહાસ

    વર્લ્ડ ડાયાબિટીસ ડે દર વર્ષે 14 નવેમ્બરે સર ફ્રેડરિક બેન્ટિંગ (Sir Frederick Banting)ના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમણે 1922માં ચાર્લ્સ બેસ્ટ (Charles Best) સાથે ઇન્સ્યુલિન (insulin)ની શોધ કરી. વિશ્વ મધુપ્રમેહ દિવસ 1991માં ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (international diabetes federation) અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization) દ્વારા આ રોગથી વધતી જતી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવ્યો હતો. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ માટે અલગ-અલગ થીમ હોય છે.

    આ પણ વાંચો: World Stroke Day: દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે, જાણો સ્ટ્રોકના કારણો, ચિહ્નો અને સારવાર વિશે

    World Diabetes Day Significance- વર્લ્ડ ડાયાબિટીસ ડેનું મહત્વ

    વર્લ્ડ ડાયાબિટીસ ડે દુનિયાનું સૌથી મોટું મધુપ્રમેહ (ડાયાબિટીસ) જાગરુકતા અભિયાન છે, જે 160થી વધુ દેશોમાં 1 અબજથી વધુ લોકો સુધી પહોંચી રહ્યું છે. આ અભિયાન ડાયાબિટીસ (Diabetes)થી જોડાયેલા મુદ્દા તરફ દુનિયાનું ધ્યાન ખેંચે છે અને તેને સાર્વજનિક અને રાજકીય સ્પોટલાઈટમાં મજબૂતીથી રજૂ કરે છે. આ ઉપરાંત આખા વર્ષ દરમ્યાન ડાયાબિટીસ સંબંધિત મુદ્દાઓ માટે વૈશ્વિક મંચ પ્રદાન કરે છે. તો આ રોગ સામે નક્કર કાર્યવાહીનું મહત્વ વધારવાનું કાર્ય પણ વિશ્વ ડાયાબિટીસ દિવસ દ્વારા કરવામાં આવે છે.

    આ પણ વાંચો: Explained: મગજમાં કઈ રીતે વધે છે અલ્ઝાઇમર, વૈજ્ઞાનિકો આ રીતે સમજાવે છે

    આ અભિયાનને વાદળી લોગોથી દર્શાવવામાં આવ્યું છે જેને 2007માં લેવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ઠરાવ પસાર થયા બાદ તેને અપનાવવામાં આવ્યો હતો. તે ડાયાબિટીસના રોગ સામેના જવાબમાં વૈશ્વિક સમાજની એકતાને પ્રતિબિંબિત કરે છે. તેથી જ દર વર્ષે એક સમર્પિત વિષય (theme) સાથે ડાયાબિટીસ દિવસ અભિયાન ચાલે છે અને ડાયાબિટીસ વિશે જાગૃતિ ફેલાવવી એ આ દિવસ અને અભિયાનનો મુખ્ય ધ્યેય છે.
    Published by:Nirali Dave
    First published: