દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવા માટેના ખાસ દિવસની શું છે થીમ? જાણો ઇતિહાસ અને મહત્વ
દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવા માટેના ખાસ દિવસની શું છે થીમ? જાણો ઇતિહાસ અને મહત્વ
દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવા માટેના ખાસ દિવસની શું છે થીમ?
આ દિવસની ઊજવણી કરવા માટે દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે, દુષ્કાળની પરિસ્થિતિમાંથી એકસાથે બહાર આવવું છે (world day to combat desertification and drought 2022 theme) . યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)ના એક્ઝિક્યુટીવ સેક્રેટરી ઈબ્રાહિમ થિયાવેએ આ દિવસની થીમ જાહેર કરતા જાણકારી આપી હતી.
સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનની પરિસ્થિતિ ઊભી થઈ છે. રણ અને દુષ્કાળ સામેની પરિસ્થિતિને દૂર કરવા માટે (WORLD DAY TO COMBAT DESERTIFICATION AND DROUGHT) દર વર્ષે 17 જૂનના રોજ આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે રણ વિસ્તારની જમીનને તંદુરસ્ત જમીનમાં પરિવર્તિત કરવા પર ધ્યાન આપવામાં આવે છે. રણ પ્રદેશમાં વૃદ્ધિ થઈ રહી હોવાને કારણે આ પરિસ્થિતિનું નિવારણ લાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. આ સમસ્યાનું નિવારણ આવવાથી આર્થિક સ્થિરતા આવશે અને આવકમાં વૃદ્ધિ થશે.
રણ અને દુષ્કાળ સામેની પરિસ્થિતિને દૂર કરવાના દિવસની થીમ શું છે?
આ દિવસની ઊજવણી કરવા માટે દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ છે, દુષ્કાળની પરિસ્થિતિમાંથી એકસાથે બહાર આવવું છે (world day to combat desertification and drought 2022 theme) . યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)ના એક્ઝિક્યુટીવ સેક્રેટરી ઈબ્રાહિમ થિયાવેએ આ દિવસની થીમ જાહેર કરતા જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, દુષ્કાળ માનવ અને નેચરલ સિસ્ટમનો એક ભાગ છે. માનવીય પ્રવૃત્તઓના કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ઊભી થઈ છે. તાજેતરની દુષ્કાળની પરિસ્થિતિના કારણે ભવિષ્ય માટે અનિશ્ચિતતાઓ ઊભી થઈ શકે છે. ખોરાક તંગી, ભયંકર દુષ્કાળની પરિસ્થિતિના કારણે, જંગલમાં લાગેલી આગના કારણે આ પરિસ્થિતિ વધુ તીવ્ર બની છે.
વર્ષ 1994માં દુષ્કાળ સામેની પરિસ્થિતિ સામે લડવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 17 જૂનને દુષ્કાળ સામેની પરિસ્થિતિ સામે લડવાનો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. દુષ્કાળની પરિસ્થિતિને દૂર કરવા માટે અને લોકોમાં જાગૃતતા લાવવા માટે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. જે વિસ્તારોમાં દુષ્કાળની ગંભીર પરિસ્થિતિ છે, તે વિસ્તારમાં આ સમસ્યા દૂર કરવા માટે વિશેષરૂપે આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. વર્ષ 1995માં પહેલી વાર આ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.
આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વર્ષ 2025 સુધીમાં 1.8 બિલિયન લોકો પાણીની અછતનો સામનો કરશે. પૃથ્વી પર અડધા ભાગના લોકો સંકટની પરિસ્થિતિનો સામનો કરશે. વર્ષ 2045 સુધીમાં નિર્જળીકરણના કારણે લગભગ 135 મિલિયન લોકો વિસ્થાપન કરી શકે છે. ભોજન, હાઈવે, ઘરનું નિર્માણ અને અગણિત માંગોના કારણે પાણીની અછત સર્જાઈ રહી છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર