World Chocolate Day 2021: શું ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી કોવિડ-19ની ચિંતા દૂર થાય છે?

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

World Chocolate Day 2021: ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ચોકલેટનો સ્વાદ ખૂબ જ અદભુત હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને સંબંધોમાં મીઠાશ પણ

  • Share this:
મુંબઈ: સતત 12મા વર્ષે 7 જુલાઈના દિવસને વિશ્વ ચોકલેટ દિવસ (World Chocolate Day 2021) તરીકે ઊજવવામાં આવી રહ્યો છે. 16મી સદીમાં ચોકલેટની ઉત્પત્તિ થઈ હતી, પરંતુ 2009માં વિશ્વ ચોકલેટ દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 1550માં ચોકલેટના સ્વાદના કારણે ચોકલેટ દરેક વ્યક્તિની પસંદગીની મીઠાઈ (Sweet) બની ગઈ હતી. દરેક ઉંમરની વ્યક્તિને અલગ અલગ પ્રકારની ચોકલેટ પસંદ છે. ચોકલેટ ખાવાથી મૂડ (Mood) સારો થાય છે. તાજેતરમાં કોવિડ-19 સંબંધિત ચિંતા અને તણાવને દૂર કરવા માટે ડાર્ક ચોકલેટ (Dark chocolate)નું સેવન કરવા માટેનું કહેવામાં આવ્યું છે.

ચોકલેટની કેટલીક ખાસ વાતો જાણીએ

>> ચોકલેટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ચોકલેટનો સ્વાદ ખૂબ જ અદભુત હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને સંબંધોમાં મીઠાશ પણ ઉમેરે છે. ચોકલેટ વિશે કહી શકાય કે તે ઈમોશનલ સ્વિટનરનું કામ કરે છે.

>> કોવિડ-19ના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિમાં તણાવ અને ચિંતા દૂર કરવા માટે ચોકલેટનું સેવન કરવા માટેનું કહેવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષ વર્ધને ટ્વિટ કરીને નિયમિતરૂપે થોડીક ચોકલેટનું સેવન કરવાનું કહ્યું છે, તેમાં 70 ટકા કોકો હોય છે. જેની મદદથી તણાવને દૂર કરી શકાય છે.

આ પણ વાંચો: સુરત: મોપેડ પર થમ્સઅપ પી રહેલા યુવકનું પોલીસકર્મીએ કર્યું અપહરણ, 30 હજાર રૂપિયા પડાવી છોડી દીધો

>> સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે ચોકલેટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. સતત બે સપ્તાહ સુધી દરરોજ 1.4 આઉન્સ ચોકલેટનું સેવન કરવામાં આવે તો હોર્મોન કોર્ટિસોલની સાથે સાથે કેટેકોસેમાઈન્સ હોર્મોન્સનું સ્તર ઓછું થઈ જશે.

>> ચોકલેટ તમારા મૂડને સારો કરે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે, મેટાબોલિઝમને વધારે છે અને આંતરડામાં માઈક્રોબૉયલ એક્ટિવિટીમાં વૃદ્ધિ કરે છે. ડાર્ક ચોકલેટ્સમાં એન્ટીવાયરલ, એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીબૈક્ટીરિયલ ગુણ રહેલા રહેલા છે જેનાથી તણાવ દૂર થાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: પાણીની ટાંકીમાંથી લાશ મળી તે યુવતી કોણ? હાથ પર છૂંદણામાં ત્રણ સ્ટાર અને J અક્ષર

>> આ સ્વાદિષ્ટ ચોકલેટમાં ભરપૂર માત્રામાંએન્ટીઓક્સીડેન્ટ (થિયોબ્રોમાઈન) અને ફાઈટોન્યૂટ્રીએન્ટ્સ રહેલા છે. જે રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે અને કોશિકાઓને ફ્રી રેડિકલ્સથી બચાવે છે.

>> ફાઈટોન્યૂટ્રીએન્ટ્સમાં વાયરસ સામે લડવાની ક્ષમતા રહેલી છે. ફ્લેવેનોલ્સ અને પ્રોએન્થોસાયનિડિન્સ કોવિડ-19 વાયરસમાં મુખ્ય પ્રોટીજ (MPro)ની ગતિવિધિને અવરોધવાનું કાર્ય કરે છે. ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી શરીરમાં વાયરસ ઝડપથી ફેલાતો નથી.





>> ડાર્ક ચોકલેટ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે, પરંતુ તણાવને ઓછો કરવા માટે માત્ર ડાર્ક ચોકલેટનું સેવન ન કરવું જોઈએ. કોવિડ-19 સારવાર ચાલી રહી હોય ત્યારે ડૉકટરની સલાહ અનુસાર યોગ્ય આહાર, સ્વસ્થ ભોજન અને જે દવા લેવાનું કહેવામાં આવ્યું હોય તેનું સેવન કરવું જોઈએ.
First published: