Home /News /lifestyle /World Cancer Day 2023: કેન્સરનું જોખમ 50 વર્ષની ઉંમર પછી વઘારે, ડોક્ટર સારિકા ગુપ્તા પાસેથી જાણો કેવી રીતે બચશો

World Cancer Day 2023: કેન્સરનું જોખમ 50 વર્ષની ઉંમર પછી વઘારે, ડોક્ટર સારિકા ગુપ્તા પાસેથી જાણો કેવી રીતે બચશો

જાણો કેન્સર વિશે તમામ માહિતી

World cancer day 2023: દિવસને દિવસે કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓનું જોખમ વધતુ જાય છે. આ દરેક બીમારીઓ પાછળ ક્યાંકને ક્યાંક આપણી ખરાબ લાઇફ સ્ટાઇલ જવાબદાર હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો કેન્સરની જાણ તમને પહેલાં થાય છે તો તમે અનેક બીમારીઓમાંથી બચી શકો છો.

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કેન્સરને કારણે દર વર્ષે લાખો લોકોના મોત થઇ રહ્યા છે. આ એક એવી બીમારી છે જેની સમય પર જાણ ના થાય તો વ્ય્કિતનું મોત થાય છે. કેન્સર શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે. ઉંમર વધવાની સાથે લોકોમાં કેન્સરનો ખતરો વધી રહ્યો છે. અનહેલ્ધી લાઇફ સ્ટાઇલ, ખાવા-પીવાની ખોટી આદતો, સિગારેટ, તમાકુ તેમજ આલ્કોહોલ જેવી નાની-નાની વાતો કેન્સરનું મોટુ સ્વરૂપ લઇ લે છે. કેટલીક સાવધાનીઓ રાખીને તમે કેન્સરની જાણ જલદી કરી શકો છો. આજે વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો ખાસ ઉદ્દેશ દુનિયાભરના લોકોને કેન્સર પ્રત્યે જાગરુક કરવાનો છે. તો જાણો આ ખાસ દિવસ પર સ્પેશાયલિસ્ટ પાસેથી કેટલાક સવાલોના જવાબો.

નવી દિલ્હી ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના ગાયનેકોલિજસ્ટ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટના સિનીયર કન્સલ્ટેન્ટ ડો. સારિકા ગુપ્તા આ વિશે જણાવે છે કે જ્યારે શરીરના કોઇ ભાગની કોશિકાઓ ડેડ થતી નથી ત્યારે કેન્સરની સમસ્યા થાય છે. કેન્સર શરીરના કોઇ પણ ભાગમાં થઇ શકે છે.

આ પણ વાંચો:આ તેલથી બાળકને માલિશ કરશો તો ઘસઘસાટ ઊંઘી જશો

ઘણાં લોકોને આનુવાંશિક કારણોસર પણ કેન્સર થઇ શકે છે. લિવર કેન્સર, લંગ કેન્સર, સિવિક કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર, ઓરલ કેન્સર સૌથી કોમન છે. સૌથી વધારે લોકો આ ટાઇપના કેન્સરની ઝપેટમાં આવી જાય છે.

જાણી લો કેન્સરના મોટા કારણો • ફિઝિકલ એક્ટિવિટી વગરની લાઇફ સ્ટાઇલ કેન્સરના જોખમને વઘારી દે છે.

 • પ્રોસેસ્ડ ફૂડ્સમાં કેટલાક પદાર્થો હોય છે જેમાં કેન્સર જેવી બીમારી થઇ શકે છે.

 • પોલ્યુસનમાં રહેવાથી ટોક્સિક પદાર્થ શરીરમાં પહોંચે છે જેના કારણે કેન્સર થઇ શકે છે.

 • બ્રેસ્ટ અને યુટેરસ સહિત અનેક પ્રકારના કેન્સરનું એક મોટુ કારણ મોટાપા પણ હોઇ શકે છે.

 • શરાબ, સિગારેટ અને તંમાકુનું સેવન કરવાથી કેન્સર થવાના ચાન્સિસ વધી જાય છે.


આ પણ વાંચો:ડાયાબિટીસ છે તો રોજ આ સમયે ખાઓ એક વાસી રોટલી

50 વર્ષની ઉંમર પછી વધારે ખતરો


ડોક્ટરનું માનીએ તો ઉંમર વધવાની સાથે-સાથે આ જીવલેણ બીમારીનો ખતરો વધી જાય છે. સામાન્ય રીતે 50 વર્ષ પછી લોકોમાં કેન્સરનું જોખમ વધારે હોય છે. જો કે આ બીમારી કોઇ પણ નાની ઉંમરના લોકોને પણ થઇ શકે છે. આ સાથે જ આનુવાંશિક કારણોમાંથી કેન્સર હોવાનું રિસ્ક વઘારે થાય છે. મહિલા અને પુરુષો બન્ને કેન્સરની ઝપેટમાં આવી શકે છે.

આ રીતે કેન્સરમાંથી બચાવ કરો

  • હેલ્ધી લાઇફ સ્ટાઇલ ફોલો કરો

  • દરરોજ ફિઝિકલ એક્ટિવિટી કરો

  • ઘરનો ખોરાક ખાવાનો આગ્રહ રાખો

  • વજન કંટ્રોલ કરો

  • રેગ્યુલર હેલ્થ ચેક અપ કરાવો

  • તંમાકુ, શરાબનું સેવન ના કરો

  • સ્મોકિંગની આદત છોડી દો


 • હિપેટાઇટિસ બીની રસી લઇ લો

 • ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ કરો

 • 50 વર્ષની ઉંમર પછી કેન્સરનું સ્ક્રીનિંગ કરાવો

First published:

Tags: Cancer, Life Style News

विज्ञापन