World Cancer Day 2021: જાણો, ક્યારે અને કેમ વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે

સૌપ્રથમ વિશ્વ કેન્સર દિવસ વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો.

સૌપ્રથમ વિશ્વ કેન્સર દિવસ વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો.

  • Share this:
    વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. કેન્સરને અટકાવવા અને તેના વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી વર્ષ 1933માં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી શરૂ થઈ હતી. આ વર્ષે વિશ્વ કેન્સર દિવસની થીમ 'હું છું અને હું હોઈશ' (I am and I will) રાખવામાં આવી છે. આ થીમ વર્ષ 2019થી 2021 સુધી રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ વિશ્વ કેન્સર દિવસ વર્ષ 1933માં યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો.

    વિશ્વ કેન્સર દિવસ કેમ ઉજવવામાં આવે છે

    વિશ્વ કેન્સર દિવસ સામાન્ય લોકોને કેન્સરના જોખમોથી જાગૃત કરવા, તેના લક્ષણો અને નિવારણ વિશેની જાણકારી આપવા માટે ઉજવવામાં આવે છે. ઘણા લોકો સમજે છે કે આ રોગ સ્પર્શ દ્વારા ફેલાય છે, જેના કારણે લોકો કેન્સરના દર્દીઓ સાથે સારો વ્યવહાર નથી કરતા. આ દિવસ કેન્સર વિશે ફેલાયેલી ગેરસમજોને ઘટાડવા અને કેન્સરના દર્દીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ માટે, સરકારી અને બિન-સરકારી સંગઠનો સમગ્ર વિશ્વમાં શિબિર, પ્રવચનો અને પરિસંવાદોનું આયોજન કરે છે.

    વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ

    યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલ (યુઆઈસીસી) દ્વારા વર્ષ 1993માં વિશ્વ કેન્સર દિવસની સ્થાપના કરવામાં આવી હતી, એટલે કે વિશ્વ કેન્સર દિવસ પ્રથમ વખત યુઆઈસીસી દ્વારા સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જોકે, કેટલીક અન્ય મુખ્ય કેન્સર સોસાયટીઓ, સારવાર કેન્દ્રો, પેશન્ટ ગ્રુપ અને સંશોધન સંસ્થાઓએ પણ તેના આયોજનમાં મદદ કરી હતી. મળતી માહિતી મુજબ, તે સમયે લગભગ 12.7 મિલિયન લોકો કેન્સર સામે ઝઝૂમી રહયા હતા અને દર વર્ષે લગભગ 7 મિલિયન લોકો કેન્સરના કારણે મૃત્યુ પામતા હતા.

    આ હોઈ શકે છે કેન્સર થવાના કારણ

    તમાકુ અથવા ગુટખાના લાંબા ગાળાના સેવન, સિગારેટ પીવી, દારૂ પીવો, લાંબા સમય સુધી રેડિયેશનના સંપર્કમાં રહેવું, આનુવંશિક ખામી, શારીરિક નિષ્ક્રિયતા, નબળું પોષણ અને કેટલીકવાર મેદસ્વીપણું પણ કેન્સરનું કારણ બની શકે છે.

    કેન્સરના પ્રકારો

    કેન્સર ઘણા પ્રકારોના હોય છે. પરંતુ સૌથી સામાન્ય કિસ્સાઓમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મગજનું કેન્સર, યકૃત (લીવર)નું કેન્સર, બોન (હાડકાનું) કેન્સર, મોઢાનું કેન્સર અને ફેફસાંના કેન્સરનો સમાવેશ થાય છે.

    આ હોઈ શકે છે કેન્સરનાં લક્ષણો

    શરીરના કોઈપણ ભાગમાં ગઠ્ઠો લાગે, ગળવામાં મુશ્કેલી થાય, પેટમાં સતત દુખાવો થવો, ઘા ન રુઝાવો, ત્વચા પર નિશાન પડવા, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો, કફ અને છાતીમાં દુખાવો, થાક અને નબળાઇ, નિપ્પલમાં ફેરફાર થવા, શરીરના વજનમાં અચાનક વધ-ઘટ થવી.

    કેન્સરથી બચવાના ઉપાય

    કેન્સરથી દૂર રહેવા માટે આલ્કોહોલનું સેવન ન કરવું, રેડિયેશનના સંપર્કમાં આવવાનું ટાળો, ફાઇબર યુક્ત આહાર લો, ધૂમ્રપાન ન કરો, આહારમાં વધારે ચરબી ન લો, શરીરનું સામાન્ય વજન જાળવી રાખો તેમજ નિયમિત કસરત કરો.

    (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય માહિતી પર આધારિત છે. Gujarati News18 આની પુષ્ટિ કરતું નથી. અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરો.)
    Published by:Kaushal Pancholi
    First published: