World Breastfeeding Week 2021: સ્તનપાન સપ્તાહ શા માટે ઊજવવામાં આવે છે? જાણો તેનો ઈતિહાસ અને થીમ

જાણો, સ્તનપાન સપ્તાહ શા માટે ઊજવવામાં આવે છે?

ઓગસ્ટ 1990માં સરકારી નીતિ નિર્માતાઓ, WHO, યુનિસેફ અને અન્ય સંગઠનો દ્વારા સ્તનપાન રક્ષા, પ્રચાર અને સમર્થન આપવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અહીં વિશ્વ સ્તનપાન સપ્તાહના ઈતિહાસ અને થીમની જાણકારી આપવામાં આવી છે.

  • Share this:
    દર વર્ષે 1 ઓગસ્ટથી એક સપ્તાહ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ (World Breastfeeding Week)ની ઊજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં શિશુઓના સ્વાથ્યમાં સુધારો લાવવા માટે અને સ્તનપાનને પ્રોત્સાહન મળે તે હેતુથી વિશ્વ સ્તનપાન સપ્તાહ ઊજવવામાં આવે છે. ઓગસ્ટ 1990માં સરકારી નીતિ નિર્માતાઓ, WHO, યુનિસેફ અને અન્ય સંગઠનો દ્વારા સ્તનપાન રક્ષા, પ્રચાર અને સમર્થન આપવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અહીં વિશ્વ સ્તનપાન સપ્તાહના ઈતિહાસ અને થીમની જાણકારી આપવામાં આવી છે.

    વિશ્વ સ્તનપાન સપ્તાહ: ઈતિહાસ: વર્ષ 1990માં સ્તનપાન અંગેની વિશેષ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત પર કાર્ય કરવા માટે વર્ષ 1991માં સ્તનપાનને પ્રોત્સાહન આપવાના હેતુથી વર્લ્ડ એલાયન્સ ફોર બ્રેસ્ટફીડિંગ એક્શન (WABA)નું ગઠન કરવામાં આવ્યું હતું. આ કાર્ય યોજનાના ભાગરૂપે WABA એ પ્રચાર કરવા માટે વૈશ્વિક એકીકૃત રણનીતિની અવધારણા રજૂ કરી હતી. ત્યારબાદ માત્ર એક દિવસની જગ્યાએ એક સપ્તાહ તેની ઊજવણી કરવામાં આવે છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ (WBW) 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી ઊજવવામાં આવે છે. વર્ષ 1992માં પ્રથમવાર વિશ્વ સ્તનપાન સપ્તાહ ઊજવવામાં આવ્યો હતો. 100થી અધિક દેશોમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઊજવણી કરવામાં આવે છે.

    વિશ્વ સ્તનપાન સપ્તાહ થીમ: વિશ્વ સ્તનપાન સપ્તાહ 2021ની થીમ છે ‘સ્તનપાનની સુરક્ષા: એક સહભાગિતાપૂર્ણ જવાબદારી’ ( Protect Breastfeeding: A Shared Responsibility). આ થીમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને સ્તનપાનના ફાયદાઓ વિશેની જાણકારી આપવામાં આવે અને તેનું મહત્વ સમજાવવામાં આવે.

    સ્તનપાન શા માટે જરૂરી છે? માતાના દૂધમાં એન્ટીબોડી હોય છે જે બાળકને વાયરસ અને બેક્ટીરિયા સામે લડવામાં મદદ કરે છે. સ્તનપાન કરવાથી બાળકમાં અસ્થમાં અને એલર્જીનું જોખમ પણ ઓછુ રહે છે. જે બાળકોને છ મહિના સુધી સ્તનપાન કરાવવામાં આવે છે, તે બાળકોમાં સંક્રમણ, શ્વસન સંબંધિત બીમારીઓ અને ડાયેરિયાના લક્ષણો ઓછા જોવા મળે છે. 6 મહિના સુધી બાળકોને સ્તનપાન કરાવવાની સલાહ આપવામાં આવે છે.

    WHO અનુસાર સ્તનપાન બાળકોની સાથે સાથે માતાઓ માટે પણ લાભદાયી છે. બાળકને સ્તનપાન કરાવવાથી માતાઓમાં સ્તન કેન્સર, ટાઈપ 2 ડાયાબિટીસ અને હ્રદય રોગનું જોખમ ઓછુ થઈ જાય છે. અનુમાન લગાવવામાં આવે છે, કે સ્તનપાન કરાવવાથી દર વર્ષે બ્રેસ્ટ કેન્સરના કારણે થતા 20,000 મૃત્યુને પણ રોકી શકાય છે.
    First published: