બ્રેઇન ટ્યુમર ખૂબ ગંભીર બીમારી છે. દર વર્ષે લાખો લોકો આ બીમારીના કારણે પરેશાન થાય છે. જે દર્દીને ટ્યુમર થયું હોય તેની સાથોસાથ પરિવારજનો પણ તકલીફ અનુભવે છે. આ દરમિયાન બ્રેઇન ટ્યુમરનો ઈલાજ શોધવા, જાગૃતિ ફેલાવવા અને બીમારીની શોધને પ્રોત્સાહિત કરવા તેમજ ટ્યુમરના દર્દીઓ અને પરિવારજનોની સ્વીકૃતિ માટે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડેની ઉજવણી કરવાનું ડ્યુશ હિર્નટ્યુમરહિલ્ફ ઇ.વી. નામના જર્મન બ્રેઇન ટ્યુમર એસોસિએશન દ્વારા નક્કી કરાયું હતું.
તો ચાલો વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ 2021ના દિવસે બ્રેઇન ટ્યુમર, તેના લક્ષણો, ઉપચાર અંગે મહત્વપૂર્ણ તથ્ય જાણીએ.
બ્રેઇન ટ્યુમર મસ્તિષ્કમાં કોશિકાઓની બિનજરૂરી અથવા અસામાન્ય વૃદ્ધિ થાય છે. આ ટ્યુમરની વૃદ્ધિના આધારે તેની તીવ્રતા નક્કી કરવામાં આવે છે. ટ્યુમરને તીવ્રતાના આધારે સૌમ્ય એટલે કે કેન્સર ન હોય તેવું, ધીમી વૃદ્ધિ અને સારવાર યોગ્ય તેમજ ઘાતક એટલે કે, કેન્સર, ટ્યુમરનું જોખમ, અને વધુ વધવાની દહેશત એમ બે ભાગ પાડવામાં આવે છે.
ટ્યુમર વધવાના કારણે ખોપરીની અંદર દબાણમાં ઉભું થાય છે અને તે લક્ષણોમાં વધારા તરફ દોરી જાય છે.
ઇમેજિંગ ટેસ્ટ; મેગ્નેટિક રેસોનાન્સ ઇમેજિંગ (MRI). ટ્યુમરની હાજરીને તપાસવા માટે ઘણા ખાસ પ્રકારના MRI સ્કેન કરવામાં આવે છે. MRI દરમિયાન કેટલીકવાર ડાઈ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. ટ્યુમરના નિદાન માટે MRI, પરફેઝન MRI અને મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી, SPECT, કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી (CT), પોઝિટ્રોન ઇમિશન ટોમોગ્રાફી (PET)નો ઉપયોગ થાય છે.
બાયોપ્સી: અસામાન્ય ટીસ્યુના સેમ્પલના ટેસ્ટ માટે આ ઉપયોગમાં લેવાય છે.
નિદાન પછી ટ્યુમર સૌમ્ય હોવાનું જાણવા મળે તો ચોક્કસ લાક્ષણિકતાઓને આધારે ન્યુરોસર્જન તેને સંપૂર્ણપણે દૂર કરશે અથવા અમુક નર્વને બચાવવા તેને છોડી દેશે અને સારવાર તરીકે દવા આપી શકે છે.