બ્લડ ડોનેટ કરતા પહેલાં આ વાત હંમેશા રાખો ધ્યાનમાં

News18 Gujarati
Updated: June 15, 2019, 6:02 PM IST
બ્લડ ડોનેટ કરતા પહેલાં આ વાત હંમેશા રાખો ધ્યાનમાં
આ લોકોએ બ્લડ ડોનેટ કરતાં પહેલાં અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ આ વાત

આ લોકોએ બ્લડ ડોનેટ કરતાં પહેલાં અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ આ વાત

  • Share this:
રક્તદાન કરતા પહેલાં આ વાત હંમેશા ધ્યાનમાં રાખો :

રક્તદાન કરતા પહેલાં સંપૂર્ણ બોડી ચેક અપ કરાવી લો. જેથી જાણી શકાય કે તમારું બ્લડ હેલ્ધી છે કે નહીં. રક્તમાં હીમોગ્લોબિનનું સ્તર 12.5% ​​હોવું જોઈએ. હિમોગ્લોબિન ઓછું હોય તો રક્તદાન કરશો નહીં. રક્તમાં કોઈ પ્રકારનો ચેપ હોવો જોઈએ નહીં.

તમારે રક્તદાન કરતા પહેલાં તમારું વજન તપાસવું આવશ્યક છે. જો તમારી ઉંમર 18 થી 20 વર્ષની છે તો તમારું વજન 50 કરતા ઓછું હોવું જોઈએ નહીં. જો ઓછું હોય તો તમારે રક્તદાન કરવું જોઈએ નહીં.

જેમને બ્લડ પ્રેશર, કિડની, ડાયાબિટીસ અથવા એપિલેપ્સી જેવી બીમારી હોય એવા લોકોએ રક્તદાન ન કરવું જોઈએ.

ગર્ભપાત થયેલ સ્ત્રીઓએ 6 મહિના સુધી તેમનું રક્તદાન ન કરવું જોઈએ. તેનાથી શરીર ઘણું નબળું બને છે અને લોહીની અછત આવે છે.

દારૂ પીવાના 24 કલાક સુધી રક્તદાન ટાળવું જોઈએ. રક્તદાન કરતાં પહેલા એવા આહાર લો, જેમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન હોય. જેમ કે લીલા શાકભાજી, માછલી, કેળા, માંસ, આમળાં, નારંગી, લીંબુ વગેરે.રક્તદાન કર્યા પછી કરો આ કામ :
શરીરમાં રક્તદાન માટે જે જગ્યાએ સોયનો ઉપયોગ કર્યો હોય તે જગ્યાને પાણી અને સાબુથી ધોઈને તે જગ્યા સાફ કરો. તે પછી, ઓછામાં ઓછા અડધા કલાક સુધી સૂઈ જાઓ જેથી શરીરને આરામ મળે. ભારે વસ્તુઓ ઉઠાવવા અને મહેનત વાળા કામ ન કરશો.

રક્તદાન પછી એવું પીણું પીવો જેમાં શુગરની વધુ માત્રા હોય. તેનાથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર સરળતાથી જળવાશે. રક્તદાન કર્યા પછી તરત જ વાહન ચલાવશો નહીં. તેના લગભગ 8 કલાક પછી દારૂ ન પીશો.

ઉભા ઉભા પાણી પીવાથી થતું જીવલેણ નુક્સાન, ભવિષ્યમાં આવશે આ બીમારી

ચમકી તાવથી 48 બાળકોના મોત, શું છે ચમકી તાવ? જાણો લક્ષણો

ઘરે બેઠાં જ મળી જતી હોય ગુમાવેલી સુંદરતા, તો પાર્લરમાં 5000 રૂ. કેમ ખર્ચવા!
First published: June 15, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading