Home /News /lifestyle /

World Bicycle Day 2022: આજે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે 'વિશ્વ સાઇકલ દિવસ', જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

World Bicycle Day 2022: આજે વિશ્વભરમાં ઉજવાઈ રહ્યો છે 'વિશ્વ સાઇકલ દિવસ', જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

World Bicycle day (Photo: Instagram @shutter.guru)

3rd June World Bicycle Day: આજે 'વિશ્વ સાઇકલ દિવસ' સમગ્ર વિશ્વમાં એટલે કે 3જી જૂને ઉજવવામાં આવી રહ્યો છે. સાઇકલ ચલાવવાથી સમાજને કેટલો ફાયદો થઈ શકે છે તેની માહિતી લોકોને મળે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાઇકલ આપણને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે. તંદુરસ્ત સમાજના નિર્માણમાં સાઇકલ અભૂતપૂર્વ ભૂમિકા ભજવી શકે છે.

વધુ જુઓ ...
    2022 World Bicycle Day Date History Significance : દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વભરમાં સાઇકલ ચલાવવા અને તેના ફાયદાઓ વિશે જનજાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ સાઇકલ (World Bicycle Day) ઉજવવામાં આવે છે. તેના ફાયદા વિશે વાત કરીએ તો, સાઇકલ એ માત્ર પરિવહનનું એક સરળ સાધન નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણમાં પણ ઘણું યોગદાન આપી શકે છે.

    જો આપણે તેનાથી સંબંધિત શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે માહિતી આપીએ, તો સ્ટડીમાં જાણવા મળ્યું છે કે દરરોજ અડધો કલાક સાઇકલ ચલાવવાથી જાડાપણું, હૃદય રોગ, માનસિક બીમારી, ડાયાબિટીસ અને સંધિવા જેવી ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે.

    આ પણ વાંચો: Good News! દેશમાં ઈલાજ થયું વધુ સસ્તું, ડોકટરો હવે નહીં વેંચી શકે મોંઘી દવાઓ, NMCની લાલ આંખ કરવાની તૈયારી

    વિશ્વ સાઇકલ દિવસનો ઇતિહાસ


    યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 3 જૂન 2018 ને વિશ્વ સાઇકલ દિવસ તરીકે જાહેર કર્યો હતો અને ત્યારથી દર વર્ષે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ અમેરિકાની મોન્ટગોમરી કોલેજના પ્રોફેસર લેઝેક સિબિલ્સ્કીએ અરજીના રૂપમાં આપ્યો હતો.

    વાસ્તવમાં, 1990 સુધી સાઇકલનો સમયગાળો ઘણો સારો હતો, પરંતુ ધીમે ધીમે તેનું મહત્વ ઘટતું ગયું. તેના મહત્વને ફરીથી જીવંત કરવા માટે, તેને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવાનું માનવામાં આવ્યું અને આ દિવસની જાહેરાત કરવામાં આવી.

    વિશ્વ સાઇકલ દિવસનું મહત્વ


    UN અનુસાર, આ દિવસની ઉજવણી કરવા પાછળનો વિચાર સભ્ય દેશોને વિવિધ વિકાસ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, ઉપરાષ્ટ્રીય, પ્રાદેશિક વિકાસ નીતિઓ અને કાર્યક્રમોમાં સાઇકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

    આ ઉપરાંત, રાહદારીઓની સલામતી અને સાયકલ ચલાવવાની સલામતીને પણ પ્રોત્સાહન આપવાનું છે. સમાજના તમામ વર્ગોમાં સાઇકલના ઉપયોગને પ્રોત્સાહન આપવું અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે સાઇકલ સવારીને પ્રોત્સાહિત કરવા.

    આ પણ વાંચો: શું તમારા વાળ પણ થઇ ગયા છે શુષ્ક? તો આ ઘરેલું ઉપાયો અજમાવી બનાવો ચમકદાર અને મુલાયમ

    આ કારણથી ચલાવો સાઇકલ


    સાઇકલ ચલાવવાથી પર્યાવરણમાં પ્રદૂષણ થતું નથી.
    -અડધો કલાક સાઇકલ ચલાવવાથી શરીર ફિટ રહે છે અને શરીરની ચરબી પણ નથી આવતી.
    સાઇકલ ચલાવવાથી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે અને પાચનક્રિયા સારી રહે છે.
    દરરોજ સાઇકલ ચલાવવાથી મગજ 15 થી 20 ટકા સક્રિય રહે છે.
    સાઇકલિંગ એ પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે.
    હૃદય અને ફેફસા મજબૂત રહે છે અને અનેક જીવલેણ રોગો દૂર રહે છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: સાયકલ

    આગામી સમાચાર