સાઇકલ મારી સરરર જાય..! જાણો World Bicycle Dayનો ઇતિહાસ અને મહત્ત્વ

(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

સાઇકલ ચલાવવી માત્ર કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ આખા પર્યાવરણના હિતમાં છે

  • Share this:
દર વર્ષે 3 જુનના રોજ વર્લ્ડ બાઈસીકલ ડે (World Bicycle Day)ની ઉજવણી થાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ સાઇકલ (Bicycle) ચલાવવના મહત્ત્વ અને ફાયદાઓ તરફ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. સાઇકલ દ્વારા પરિવહનથી પ્રદૂષણ ફેલાતું નથી. જેથી સાઇકલ ચલાવવી માત્ર કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ આખા પર્યાવરણના હિતમાં છે.

સાઇકલની વૈવિધ્યતા, વિશિષ્ટતા અને યુનાઇટેડ, લોન્ગ લાઇફને માન્ય રાખ્યા બાદ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 3 જુનને વિશ્વ સાઇકલ દિવસ તરીકે જાહેર કરાયો હતો. UNએ પરિવહન માટે સાઇકલ સસ્તું, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણ માટે અનુકૂળ સાધન હોવાનું પણ નોંધ્યું હતું.

ધનવાન અને ગરીબ કરે છે ઉપયોગ

વિશ્વ સાઇકલ દિવસના માધ્યમથી યુએન લોકોને સાયકલિંગના ફાયદાઓ સમજવાનો આગ્રહ કરે છે. સાયકલિંગથી વ્યક્તિની શારીરિક તંદુરસ્તી પણ સુનિશ્ચિત થાય છે. સાઇકલ વધુ ટકાઉ હોય છે. જે વિકાસની દિશામાં આગળ વધવા મદદ કરે છે. સાઇકલ બે સદીથી ઉપયોગમાં લેવાય છે. પુખ્ત અને બાળ વયમાં સાઇકલ પ્રિય છે. સાઇકલનો વ્યાપક ઉપયોગ થતો આવ્યો છે. કારણ કે સાઇકલ ખર્ચાળ નથી, પરિણામે સમાજના ધનવાન અને ગરીબ વર્ગના લોકો તેનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો, જો આપની પાસે છે 1 રૂપિયાનો આ સિક્કો તો આપને મળશે દોઢ લાખ રૂપિયા, જાણો કેવી રીતે

આ વર્ષે ઓનલાઈન માર્ગદર્શન

આ દિવસે સામાન્ય રીતે તો સાયકલિંગ સ્પર્ધા, સાઇકલ રેસ સહિતના આયોજન કરવામાં આવે છે. પણ વર્તમાન સમયે કોરોના કાળના કારણે સાઇકલ ચલાવવાનું પ્રોત્સાહન ફેલાવતી સંસ્થાઓ અને લોકો સાઇકલ ચલાવવાના ફાયદાઓ અંગે ચર્ચા કરવા ઓનલાઇન કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે.

માર્ગ સલામતી અંગે જાગૃતિ

વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે સાઇકલ ચાલકોની રોડ સેફટીની ચર્ચા પણ થાય છે. વ્યસ્ત રોડ પર સાઇકલ ચાલકોની સુરક્ષાના ઉપાય કઈ રીતે થઈ શકે તેની ચર્ચા થાય છે. સાઇકલ ચલાવવાથી કેવી રીતે આરોગ્યપ્રદ જીવનશૈલી મેળવી શકાય તેની ચર્ચાઓ પણ યોજવામાં આવે છે.

આ પણ વાંચો, Gold Price Today: સતત સસ્તું થઈ રહ્યું છે સોનું, આજે પણ ઘટ્યો ભાવ, ચેક કરો 10 ગ્રામનો રેટ

સાઇકલ ચલાવવાના ફાયદા

નિયમિત સાઇકલ ચલાવવાથી સ્નાયુઓ સ્વસ્થ રહે છે અને ઉર્જામાં વધારો થાય છે. તણાવ ઓછો થાય છે. હૃદય ફિટ રહે છે. શરીરમાં ફેટ ઘટે છે. તેમજ ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે.
First published: