World Bicycle Day: નિયમિત સાઇકલ ચલાવો અને સ્વસ્થ રહો

World Bicycle Day: નિયમિત સાઇકલ ચલાવો અને સ્વસ્થ રહો
(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

સાઇકલ ચલાવવાથી તણાવ અને ચિંતા દૂર થાય છે, તમારી એકાગ્રતામાં સુધારો આવે છે

  • Share this:
સાઇકલ (Bicycle) ચલાવવી એ એક મલ્ટીડાયમેન્શલ એક્ટિવીટી છે. સાઇકલ એ એક માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ નિયમિત સાઇકલ ચલાવવાથી તમારા સ્વાસ્થ્ય (Health)ને અનેક પ્રકારના લાભ પણ થાય છે. સાઇકલ ચલાવવાથી પર્યાવરણ (Environment) સ્વચ્છ રહે છે અને તે એક ઈકો-ફ્રેન્ડલી (Eco-Friendly) સાધન છે. સંયુ’ક્ત રાષ્ટ્ર (United Nations) મહાસભા દ્વારા સાઇકલનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 3 જૂનના રોજ વિશ્વ સાઇકલ દિવસ (World Bicycle Day) ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદેશ્ય સાઇકલની વિશેષતા અને અન્ય લાભને ઓળખવાનો છે. સાઇકલ 2 સદીઓથી અધિક સમયથી પરિવહનનું સાધન રહી છે. અહીં વિશ્વ સાઇકલ દિવસે સાઇકલના લાભ વિશે જાણકારી આપવામાં આવી છે.

હૃદયને સ્વસ્થ રાખે છે



અનેક નિષ્ણાંતો અનુસાર સાઇકલ ચલાવવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદયની સમસ્યાઓના જોખમને દૂર કરે છે. Medicalnewstoday.com અનુસાર કસરતના ભાગરૂપે નિયમિત સાઇકલ ચલાવવાથી બ્લડપ્રેશરનું સ્તર નિયંત્રિત રહે છે. હાઈ બ્લડ પ્રેશર અને હાયપરટેન્શનના કારણે હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ વધી જાય છે.

વજન ઘટાડવામાં લાભદાયી

સાઇકલ ચલાવવાથી તમારુ સ્વાસ્થ્ય સારુ રહે છે અને વજન ઘટાડવામાં લાભદાયી છે. એક કલાક સાઇકલ ચલાવવાથી 400થી 1000 કેલરી બર્ન થાય છે.

આ પણ વાંચો, જો આપની પાસે છે 1 રૂપિયાનો આ સિક્કો તો આપને મળશે દોઢ લાખ રૂપિયા, જાણો કેવી રીતે

ફેફસાં સ્વસ્થ રહે છે

નિયમિત સાઇકલ ચલાવવાથી ફેફસાં સ્વસ્થ રહે છે. સાઇકલ ચલાવવાથી ફેફસાને સતત ઓક્સિજન મળે છે, શ્વસનપ્રક્રિયા યોગ્ય થાય છે અને માંસપેશીઓનો વિકાસ થાય છે. સ્વસ્થ ફેફસા ઓક્સિજનયુક્ત હવા અવશોષિત કરે છે અને લોહીમાં ઓક્સિજનનો યોગ્ય સંચાર કરે છે.

પગ મજબૂત બને છે

નિયમિત સાઇકલ ચલાવવાથી તમારા શરીરના નીચલા ભાગની કાર્યક્ષમતામાં સુધારો થાય છે. સાઇકલ ચલાવવાથી તમારી પગની માંસપેશીઓમાં કોઈપણ પ્રકારનો તણાવ થતો નથી અને પગ મજબૂત થાય છે.

આ પણ વાંચો, સાઇકલ મારી સરરર જાય..! જાણો World Bicycle Dayનો ઇતિહાસ અને મહત્ત્વ

ખૂબ જ સરળ

સાઇકલ ચલાવવી એ એકદમ સરળ કસરત છે. એડલ્ટ અને સાંધાના દુખાવો ધરાવતી વ્યક્તિઓ માટે સાઇકલ ચલાવવી એ એક ખૂબ જ સારો વિકલ્પ છે. કસરતની શરૂઆત કરતા લોકો માટે આ ખૂબ જ સરળ કસરત છે.

માનસિક સ્વાસ્થ્ય સારુ રાખે છે

સાઇકલ ચલાવવાથી તણાવ અને ચિંતા દૂર થાય છે. સાઇકલ ચલાવવાથી તમારી એકાગ્રતામાં સુધારો આવે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ