World Asthma Day 2021: આ રહ્યા લક્ષણો, કારણો અને કઈ રીતે બચી શકાય તેની ટિપ્સ?

પ્રતિકાત્મક તસવીર

અસ્થમાથી પીડાતા હોય તેવા દરેક દર્દીમાં આ તકલીફ જોવા મળતી નથી. અસ્થમાના એટેક મુજબ લક્ષણો બદલાય છે. તે હળવાથી ભારે હોઈ શકે છે. જે આ મુજબ છે.

  • Share this:
વર્ષે દહાડે અનેક લોકો અસ્થમાની બીમારીથી પીડાય છે. આ રોગમાં ફેફસામાં તકલીફ પડે છે. બીમારી ગંભીર થાય, ત્યારે કોઈ સાથે વાત કરતી વખતે પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. સામાન્ય રીતે શ્વાસન તંત્રમાં સંકડામણ ઉભી થાય છે.

અસ્થમાના લક્ષણો કયા?
અસ્થામા થાય ત્યારે વ્યક્તિના ફેફસામાં શ્વાસનળીની નળીઓમાં સોજો આવે છે. જે દર્દીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. સામાન્ય શ્વસનક્રિયા દરમિયાન વાયુમાર્ગની આજુબાજુના સ્નાયુઓના બેન્ડ હળવા હોય છે. જેનાથી શ્વાસ સરળતાથી લેવાય છે. પરંતુ અસ્થમાને લીધે સ્નાયુઓ સખત થઈ જાય છે અને શ્વાસ લેવો મુશ્કેલ બને છે.

લક્ષણો
અસ્થમાથી પીડાતા હોય તેવા દરેક દર્દીમાં આ તકલીફ જોવા મળતી નથી. અસ્થમાના એટેક મુજબ લક્ષણો બદલાય છે. તે હળવાથી ભારે હોઈ શકે છે. જે આ મુજબ છે.

હોઠ, ચહેરો અને નખ નિસ્તેજ અથવા વાદળી થઈ જવા

શ્વાસ લેવામાં તકલીફ

શ્વાસ લો ત્યારે પાંસળીની આસપાસની ત્વચા અંદરની તરફ ખેંચાય

બોલવામાં, ચાલવામાં શ્વાસ લેવામાં તકલીફ

જ્યારે તમે અસ્થમાથી પીડાતા હોવ ત્યારે શ્વાસન ક્રિયામાં આસપાસની દરેક વસ્તુની અસર પડે છે. તજજ્ઞો આ ઘટનાને અસ્થમા ટ્રિગર્સ કહે છે. જેનાથી લક્ષણો સામે આવે છે અથવા સ્થિતિ ગંભીર બનાવે છે.

અસ્થમાને ટ્રિગર કરવામાં કયા કારણો ક્યાં?

વાયુ પ્રદુષણ
કસરત
તમાકુનું સેવન
મોલ્ડ, પરાગ, ધૂળ સહિતની વસ્તુઓની એલર્જી.
ફલૂ, શરદી, સાયનસનું સંક્રમણ
સફાઈ માટેના સોલ્યુશન, પરફ્યુમ જેવા તીવ્ર સુગંધ ધરાવતા લિકવિડ
વાતાવરણમાં બદલાવ અથવા ઠંડા પવનના સુસવાટા
એસ્પ્રિન જેવી દવાઓ
ઉદાસી, અસ્વસ્થતા અથવા તાણ સહિત તીવ્ર લાગણીઓ

ઘણી વખત અસ્થમાના કેટલાક દર્દીઓને લાંબા સમય સુધી કોઇપણ જાતના લક્ષણો દેખાતા નથી. જોકે, કેટલાક દર્દીઓને દરરોજ અસ્થમાની તકલીફનો અનુભવ થાય છે. કેટલાક દર્દીઓને શિયાળામાં અથવા તો કસરત દરમિયાન મુશ્કેલી ઊભી થાય છે.

અસ્થમામાં રાહત માટે અસરકારક ટિપ્સ

ડોક્ટરે લખેલી દવા દરરોજ લો
સતત શ્વાસ લેવાની પદ્ધતિ ઉપર ધ્યાન આપો
અસ્થમા સામે બનાવેલા એકશન પ્લાનને અનુસરો
ન્યુમોનિયા અથવા ઇન્ફ્લુએન્ઝાની રસી લો
એલર્જી હોય તેવા અથવા પ્રદૂષણ ઓકતા પદાર્થોથી દૂર રહો
First published: