World Alzheimer's Day 2021: વિશ્વ અલ્ઝાઈમર દિવસ(World Alzheimer Day) 21 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. આ બીમારી એક ઉંમર બાદ લોકોમાં થાય છે, જેમાં લોકો વસ્તુઓ યાદ રાખી શકતા નથી. ઉમંર વધવાની સાથે તમામ પ્રકારની બીમારીઓ આપણા શરીરને નિશાન બનાવવાનું શરૂ કરી દે છે. તેમાંથી જ એક બીમારી વૃદ્ધા વસ્થામાં ભૂલવાની આદતો (અલ્ઝાઇમર-ડિમેંશિયા)ની છે. એવા વૃદ્ધોની સંખ્યા સતત વધી રહી છે જેમને અલ્ઝાઇમર છે.
તેથી આ બીમારીથી બચાવવા માટે દર વર્ષે 21 સપ્ટેમ્બર એટલે કે આજે વિશ્વ અલ્ઝાઇમર્સ-ડિમેંશિયા દિવસ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય જાગૃતિ લાવવાનો છે, જેથી ઘર-પરિવારની શોભા વધારતા વૃદ્ધોને આ બીમારીથી બચાવીને તેમના જીવનમાં ખુશીઓ લાવી શકાય. અલ્ઝાઇમર્સ મગજમાં થતી નર્વ સેલ્સની વચ્ચે થતા કનેક્શનને નબળું બનાવી દે છે.
પાઇથાગોરસ, એક ગ્રીક ફિલોસોફરે 7મી સદી પૂર્વે “માનવ જીવનકાળ”ની વાત કરી અને માનવ અસ્તિત્વના અંતિમ વર્ષોને ‘સેનિયમ’ તરીકે વ્યાખ્યાંકિત કર્યા હતા. તેમણે માનસિક અને શારીરિક નબળાઇના સમયગાળાને દર્શાવવા માટે સીનિયમ શબ્દનો પ્રયોગ કર્યો હતો. જ્યારે 1500ના દાયકાના અંત અને 1600ના દાયકાની શરૂઆતમાં પાત્રો વૃદ્ધાવસ્થામાં માનસિક તેજમાં ઘટાડાનો સામનો કરતા હતા, ત્યારે સેક્સપિયરે પોતાના અનેક પ્રસિદ્ધ નાટકોમાં તેના વિશે લખ્યું છે, જેવા કે ‘હેમલેટ’ અને ‘કિંગ લિયર’.
આ નામ 1901 સુધી ન હતું, પરંતુ એક જર્મન મનોચિકિત્સક એલોઇસ અલ્ઝાઇમરે 50 વર્ષીય મહિલામાં પહેલી વખત નિદાન કર્યુ હતુ અને તે સમસ્યાનું નામ તેમના નામ પર રાખી દીધું હતું. બાદમાં 1984માં અલ્ઝાઇમર ડિસીઝ ઇન્ટરનેશનલનું ગઠન કરવામાં આવ્યું અને દસમાં વર્ષગાંઠ પર 1994માં તેમણે વિશ્વ અલ્ઝાઇમર દિવસ(World Alzheimer’s Day)ની શરૂઆત કરી. જેને 21 સપ્ટેમ્બર મનાવવામાં આવે છે. જોકે વિશ્વ અલ્ઝાઇમર માસ 2021માં શરૂ કરવામાં આવ્યો હતો.
અલ્ઝાઇમરના લક્ષણો (Alzheimer Symptoms)
યાદશક્તિમાં ઘટાડોએ અલ્ઝાઇમરનું સૌથી મુખ્ય લક્ષણ છે. તાજેતરની જ ઘટનાઓને યાદ રાખવામાં અસમર્થ હોવું તે આ રોગના શરૂઆતી લક્ષણો છે. જેમ-જેમ રોગ વધે છે યાદ ન રાખી શકવાની સમસ્યા વધતી જાય છે.
અલ્ઝાઇમર એક માનસિક સ્થિતિ છે, જે ધીમે-ધીમે યાદશક્તિ અને કુશળતાને અસર કરે છે, સાથે જ સૌથી સામાન્ય કાર્યો કરવાની ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે.
ધીમે-ધીમે આ રોગ માનસિક વિકારનું રૂપ ધારણ કરે છે અને યાદશક્તિ ઘટાડે છે. એવામાં વધતી ઉંમર સાથે વિચારવાની ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. આ એટલી ગંભીર સમસ્યા છે કે વૃદ્ધો 1-2 મિનિટ પહેલા થયેલી વાત પણ ભૂલી જાય છે. સામાન્ય રીતે અલ્ઝાઇમર વૃદ્ધાવસ્થામાં 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને પ્રભાવિત કરે છે. ખૂબ ઓછા કેસમાં 30 કે 40 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળે છે.
આ બીમારીના કારણે વ્યક્તિનો ગુસ્સો, ચિડચિડયાપણું વધવા લાગે છે. લોકો રોજીંદી નાની નાની વસ્તુઓ ભૂલી જાય છે.
જોકે માઇન્ડ મેનેજમેન્ટ, હેલ્થી લાઇફ સ્ટાઇલ અને માદક દ્રવ્યોથી દૂરી જેવી સાવધાનીઓ રાખીને ડિમેંશિયાથી બચી શકાય છે.
વૈશ્વિક સ્તરે ડિમેંશિયાથી પીડિત લગભગ 50 મિલિયન વ્યક્તિઓની સાથે આ બીમારી આપણી સામે આવનાર સૌથી ગંભીર સમસ્યાઓમાંથી એક છે. આ બીમારી સામે લડવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર