World AIDS Day: HIV સાથે જોડાયેલી 6 માન્યતા અને તેનું સત્ય, Kiss વિશે નહીં જાણતા હોય આ વાત

World AIDS Day: HIV સાથે જોડાયેલી 6 માન્યતા અને તેનું સત્ય, Kiss વિશે નહીં જાણતા હોય આ વાત
HIV/AIDSને લઈને ખુલીને વાત ન કરવાના કારણે લોકો તેના સાથે જોડાયેલી અનેક ખોટી વાતોને સાચી માની લે છે

HIV/AIDSને લઈને ખુલીને વાત ન કરવાના કારણે લોકો તેના સાથે જોડાયેલી અનેક ખોટી વાતોને સાચી માની લે છે

  • Share this:
    નવી દિલ્હીઃ એઇડ્સ (AIDS)ને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલ થતા રહે છે. તેનું સૌથી મોટું કારણ છે કે લોકો આજે પણ આ બીમારી વિશે ખુલીને વાત કરવાથી ખચકાય છે. એઇડ્સને લઈને ખુલીને વાત ન કરવાના કારણે જ લોકો તેના સાથે જોડાયેલી અનેક ખોટી વાતોને સાચી માની લે છે. લોકો એઇડ્સથી જોડાયેલા લક્ષણોને ઓળખી નથી શકતા અને અનેક પ્રકારની વાતો પર વિશ્વાસ કરવા લાગે છે. આ કારણે આજે પણ એઇડ્સથી જોડાયેલી અનેક ગેરમાન્યતાઓ છે જેને લોકો સાચી સમજે છે. Webmdની અહેવાલ મુજબ આ ખોટી વાતો પાછળનું સત્ય જાણવું ખૂબ જરુરી છે. દર વર્ષે 1 ડિસેમ્બરે વર્લ્ડ એઇ્ડસ ડે (World AIDS Day) ઉજવવામાં આવે છે. આવો આ પ્રસંગે આપને એઇડ્સ સાથે જોડાયેલી 6 એવી ખોટી વાતો વિશે જણાવીએ જેને લોકો અનેકવાર સાચી માની લે છે.

    મિથ- Kiss કરવાથી એઇડ્સ ફેલાય છે.


    સત્ય- HIV પોઝિટિવ પીડિતોના સલાઇવામાં ખૂબ જ ઓછી માત્રામાં આ વાયરસ હોય છે. તેથી કિસ કરવાથી સામેવાળી વ્યક્તિમાં એઇડ્સ ક્યારેય નથી ફેલાતો.

    મિથ- પાણીથી HIV/AIDS ફેલાય છે.
    સત્ય- HIV પાણી દ્વારા બીજા કોઈને થતો નથી. એચઆઇવી પીડિત સ્વિમિંગ પુલમાં સ્નાન કરવા, તેમના કપડા ધોવા અને તેમનું એંઠું પાણી પીવાથી કોઈ બીજાને આ વાયરસ નથી ફેલાતો. આટલું જ નહીં HIV પોઝિટિવનો ઉપયોગ કરવામાં આવેલા શાવર કે બાથરૂમમાં સ્નાન કરવાથી પણ વાયરસ નથી ફેલાતો.

    મિથ- HIV પીડિતની પાસે રહેવાથી એઇડ્સ થઈ શકે છે.
    સત્ય- આ વાયરસ હવાથી પણ નથી ફેલાતો તો એવામાં જો એચઆઇવી પીડિત આપની પાસે ઉધરસ ખાય, છીંકે કે થૂંકે તો તમે આ વાયરસની ઝપટમાં નહીં આવો. આટલું જ નહીં એચઆઇવી પીડિતને સ્પર્શ કરવાથી, તેમને ભેટવાથી અને હાથ મેળવવાથી પણ વાયરસ નથી ફેલાતો.

    આ પણ વાંચો, વેક્સીન આવવાની આશા ઊભી થતાં સોનામાં મોટું ધોવાણ, 5 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો ભાવ

    મિથ- મચ્છરના કરડવાથી HIV ફેલાય છે.
    સત્ય- HIV/AIDS પીડિતને કરડેલો મચ્છર જો આપને કરડે તો તેનાથી પણ આ વાયરસ નથી ફેલાતો. મચ્છરોથી બીજી અનેક બીમારીઓ થવાનો ખતરો ચોક્કસ રહે છે. પરંતુ HIV તેનાથી નથી ફેલાતો.

    મિથ- આપને કોઈથી પણ HIV થઈ શકે છે.
    સત્ય- એવું માનવામાં આવે છે કે HIV/AIDS કોઈનાથી પણ ફેલાઈ શકે છે પરંતુ સત્ય એ છે કે આ વાયરસ માત્ર HIV પોઝિટિવ વ્યક્તિથી જ બીજામાં ફેલાઈ શકે છે. અનસેફ સેક્સ, ઉપયોગમાં લેવાયેલી સીરિંજ (ઇન્જેક્શન), HIV સંક્રમિતનું લોહી ચઢાવવથી કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટથી HIV ફેલાય છે. આટલું જ નહીં જો પ્રેગનન્સી સમયે સગર્ભા આ વાયરસથી પીડિત છે તો બાળક પણ HIV પોઝિટિવ હોઈ શકે છે.

    આ પણ વાંચો, કોલકાતા એરપોર્ટ પર મધમાખીઓએ પ્લેન પર કરી દીધો હુમલો, વીડિયો થયો વાયરલ




    મિથ- ટેટૂ બનાવતાં કે પિયર્સિગથી HIV/AIDS થઈ શકે છે.
    સત્ય- આ કેસમાં માત્ર ત્યારે શક્યતા રહેલી છે જ્યારે ટેટૂ કે પિયર્સિંગ આર્ટિસ્ટ HIV પોઝિટિવ વ્યક્તિ પર ઉપયોગમાં લેવાયેલી સોયને સાફ કર્યા વગર આપની પર ઉપયોગ કરે છે. જોકે તેનાથી બચવા માટે તમામ આર્ટિસ્ટ દરેક નવા ક્લાયન્ટ માટે નવી સોયનો ઉપયોગ કરે છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 01, 2020, 12:53 pm

    टॉप स्टोरीज