Home /News /lifestyle /

નોકરી કરતી મહિલાઓને મેટ્રિમોનિયલ વેબસાઈટ પર થાય છે કડવા અનુભવ, એક અભ્યાસ દ્વારા સાબિત થયો સ્ત્રીઓનો આ ડર

નોકરી કરતી મહિલાઓને મેટ્રિમોનિયલ વેબસાઈટ પર થાય છે કડવા અનુભવ, એક અભ્યાસ દ્વારા સાબિત થયો સ્ત્રીઓનો આ ડર

નોકરી કરતી મહિલાઓને મેટ્રિમોનિયલ વેબસાઈટ પર થાય છે કડવા અનુભવ

મહિલા શ્રમનું ભારતમાં યોગદાન વિષય પર રિસર્ચ કરતી વ્યક્તિ તરીકે તે જાણવા માંગતી હતી કે તેમાં જેન્ડરનો રોલ હોય છે કે કેમ? ખાસ કરીને લગ્ન વિષયક બાબતોમાં જોબ કરતી મહિલાઓ પર શું અસર થાય છે?

  એક અભ્યાસ મુજબ, નોકરી કરતી મહિલાઓને લગ્નવિષયક વેબસાઇટ્સ (matrimonial website) પર તેમને યોગ્ય પાત્ર મળવાની સંભાવના નોકરી ન કરનારી મહિલોની સરખામણીએ ઓછી હોય છે. ઓક્સફર્ડમાં પીએચડી કરી રહેલ દિવા ધારે લગ્ન માટે મેચ શોધી આપતી વેબસાઈટના માર્કેટમાં કામ કરતી મહિલાઓને પ્રાધાન્ય ન મળતું હોવાની ધારણા પર એક રિસર્ચ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે જે મહિલાઓએ ક્યારેય કામ નથી કર્યું, તેમને જે સ્ત્રીઓ લગ્ન પછી પણ કામ કરવાનું શરુ રાખવા માંગે છે તેમની સરખામણીએ 15-18% વધુ રિસ્પોન્સ મળે છે. એટલે કે કામ ન કરતી સ્ત્રીઓને 100 પુરુષોના રિસ્પોન્સની સામે કામ કરતી સ્ત્રીઓ 78-85 જ રિસ્પોન્સ મેળવે છે.

  મહિલા શ્રમનું ભારતમાં યોગદાન વિષય પર રિસર્ચ કરતી વ્યક્તિ તરીકે તે જાણવા માંગતી હતી કે તેમાં જેન્ડરનો રોલ હોય છે કે કેમ? ખાસ કરીને લગ્ન વિષયક બાબતોમાં જોબ કરતી મહિલાઓ પર શું અસર થાય છે? તેને TOIને જણાવ્યું હતું કે "હું જે ઉંમરની છું મારી જ કેટલીક મિત્રોએ લગ્ન પછી કામ કરવાનું છોડી દીધું અથવા ઓછું કર્યું તેથી મારે જોવું હતું કે આ જોબ કરતી મહિલાઓ સાથે અલગ વર્તન રિસર્ચ માં પણ સાબિત થાય છે કે કેમ?"

  આ પણ વાંચો: ઓવર પઝેસિવનેસ તમારા જીવનસાથી વધારી શકે છે અંતર, આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

  આ માટે તેણે જાણીતી મેટ્રોમોનિયલ વેબસાઈટ પર 20 પ્રોફાઈલ બનાવી. આ બધી જ પ્રોફાઈલ ઉંમર, લાઈફ સ્ટાઈલ, ખાવાની આદતો વગેરેમાં સમાનતા ધરાવતી હતી. તેમાં માત્ર એક જ ફર્ક રાખવામાં આવ્યો હતો જે હતો કે તેઓ કામ કરે છે કે નહીં, ભવિષ્યમાં કામ કરવા માંગે છે કે નહીં અને તે લોકો કેટલું કમાય છે. દરેક જાતિ પ્રમાણે અલગ અલગ પ્રોફાઇલ બનાવી હતી. તેણે જણાવ્યું હતું કે ત્યારબાદ મેં કેટલાક પ્રોફાઈલ પસંદ કર્યા જે એલિજિબિલિટી ક્રાઈટેરિયામાં આવતા હતા અને તેમને મેં બનાવેલ પ્રોફાઈલ પરથી ઇન્વાઈટ મોકલ્યા હતા

  અભ્યાસમાં જે સામે તરીને આવ્યું તે હતું કે જે સ્ત્રીઓ કામ કરતી નથી તેમને પુરુષો તરફથી સૌથી વધુ રિસ્પોન્સ મળે છે, ત્યારે તે પછી જે સ્ત્રીઓ કામ કરે છે પરંતુ ભવિષ્યમાં તેને છોડી દેવા માટે તૈયાર છે તે આવે છે.

  જે સ્ત્રીઓ લગ્ન પછી કામ કરવા માંગે છે તેમને મળતા રિસ્પોન્સમાં ખૂબ મોટો તફાવત છે. ત્યાં તમે રિસ્પોન્સ રેટમાં ખૂબ મોટો ઘટાડો જોઈ શકો છો. ઘણી બધી સ્ત્રીઓને સાઈટ ઉપર થતા આ પ્રકારના અનુભવો વિશે ધારણા હોય છે અસલમાં તે એક હકીકત છે.

  રસપ્રદ વાત એ છે કે જે મહિલા લગ્ન પછી કામ કરવા માંગે છે, તેમાં વધુ આવક ધરાવતી સ્ત્રીઓની માંગ વધુ હોય છે. કામ ન કરતી મહિલાઓની સરખામણીમાં સ્ત્રીઓની આવક પુરુષોની આવક કરતા વધારે છે, તેમને રિસ્પોન્સ આપવાના ચાન્સ 10% ઓછા છે. તો જે સ્ત્રીઓ તેમના કરતા ઓછી આવક ધરાવે છે, તેમને રિસ્પોન્સ આપવાના ચાન્સ 15% ઓછા છે. તે કહે છે કે, "જો તેઓ વર્કિંગ વાઇફ પસંદ કરે છે, તો સ્ત્રીની આવક એક આકર્ષક બાબત હોય છે."

  ધાર કહે છે કે આ રીતનું અલગ વર્તન ભારતમાં સ્ત્રીઓનું વર્કફોર્સમાં યોગદાન ઘટાડે છે, કારણકે ભારતમાં લગ્નસંસ્થાના નિયમો ખૂબ કડક છે. તે કહે છે કે, "40 વર્ષની ઉંમર સુધી અહી 99% સ્ત્રીઓના લગ્ન થઈ જાય છે, તમે જો વર્કિંગ વુમન છો તો તમને તેની કિંમત પણ ભોગવવી પડે છે." તે ઉમેરે છે કે આ બાબત સ્ત્રીઓમાં લગ્ન પહેલા કરિયર ન બનાવવા અને લગ્ન પછી કરિયર છોડી દેવા માટે કારણભૂત બને છે.

  આ પણ વાંચો: Relationship: તમારી સાથે આવું થાય તો સમજી લેજો કે મિત્ર સાથે પ્રેમમાં પડ્યા છો

  ધાર, ફરઝાના આફ્રિદી અને કનિકા મહાજન સાથે મળીને એક વિશાળ સેમ્પલ સાઈઝ પર ફોલો અપ રિસર્ચ કરી રહ્યા છે. તેમનો હેતુ લાંબાગાળે સ્ત્રી સાથે થતા પક્ષપાતને વિવિધ પ્રયાસોથી નાબૂદ કરવાનો છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, કેરિયર, મહિલા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन