Home /News /lifestyle /

કમ્પ્યુટર પર કામ કરવાથી થઈ શકે છે ડાર્ક સર્કલ, જાણો અન્ય કારણો અને ઉપાય

કમ્પ્યુટર પર કામ કરવાથી થઈ શકે છે ડાર્ક સર્કલ, જાણો અન્ય કારણો અને ઉપાય

કમ્પ્યુટર પર કામ કરવાથી થઈ શકે છે ડાર્ક સર્કલ

Dark Circle: આંખોની નીચે ડાર્ક સર્કલ થવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં વધતી ઉમર, ઊંઘનો અભાવ, ડિહાઈડ્રેશન અને તમારો સ્ક્રીન સમય (Screen Time) સૌથી મહત્વપૂર્ણ છે.

    Dark Circles Causes And Treatment: આજકાલ આંખોની નીચે ડાર્ક સર્કલ થવા સામાન્ય વાત છે. આ સમસ્યા વર્કિંગ વુમન અને પુરુષોમાં વધુ જોવા મળે છે. ડાર્ક સર્કલના કારણે લોકો તેમની ઉંમર પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. આંખોની નીચે ડાર્ક સર્કલ વ્યક્તિત્વ અને દેખાવને બગાડે છે. આજકાલ લગભગ દરેક વ્યક્તિ, ખાસ કરીને યુવાનો ડાર્ક સર્કલથી પરેશાન છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો ઘરેલું ઉપચારથી લઈને બજારમાં મોંઘી દવાઓ સુધી બધું જ અજમાવી રહ્યા છે.

    ઊંઘ ન આવવાથી અથવા લાંબા સમય સુધી કોમ્પ્યુટર, મોબાઈલ અને ટેલિવિઝન સ્ક્રીન જોવાથી ડાર્ક સર્કલ થઈ શકે છે. ચાલો જાણીએ ડાર્ક સર્કલનું કારણ અને સારવાર શું છે.

    આ પણ વાંચો: શું ગર્ભાવસ્થા દરમિયાન કાજુનું સેવન સલામત છે? અહીં જાણો મહત્વપૂર્ણ વાત

    ડાર્ક સર્કલનું કારણ શું છે


    ઓછી ઊંઘ અને વધુ થાક


    હેલ્થલાઈન અનુસાર, ઓછી ઉંઘ આવવી અને વધુ થાક કે તણાવ લેવો એ એક મોટું કારણ છે. ઊંઘના અભાવે ત્વચા શુષ્ક અને ડેડ બની જાય છે, જેના કારણે ડાર્ક સર્કલ થાય છે.

    વધતી જતી ઉમર


    આ એક સ્વાભાવિક અને સામાન્ય કારણ છે, લોકોની વધતી ઉંમરને કારણે સામાન્ય રીતે આંખોની નીચે ડાર્ક સર્કલ દેખાય છે, જો કે જો ધ્યાન રાખવામાં આવે તો તે થોડા ઓછા થઈ શકે છે.

    આંખો પર પ્રેશર અથવા તાણ


    કમ્પ્યુટર અથવા ટેલિવિઝન સ્ક્રીન પર લાંબા સમય સુધી જોવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ શકે છે. આંખો પર લાંબા સમય સુધી તાણ આંખોની આસપાસની બ્લડ વેસલ્સને મોટા કરી શકે છે, જે પાછળથી ડાર્ક સર્કલ તરીકે દેખાય છે.

    આ પણ વાંચો: Fitness: સવાર સવારમાં માત્ર 5 મિનિટ કરો આ કસરત, પ્લસ સાઇઝને કહેશો Bye Bye

    સારવાર અને નિવારણ


    આ માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો જેમ કે
    આંખોની નીચે બરફથી ઠંડો શેક આપી શકો, અઠવાડિયામાં બે વાર ટી બેગ અને કુદરતી માસ્કનો ઉપયોગ કરો.
    ડોકટરોની સલાહથી દવા અને અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરી શકાય છે.
    સારી ઊંઘ મેળવવી અને તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી એ સૌથી જરૂરી છે.
    ડાયટમાં આયર્ન અને અન્ય પૌષ્ટિક તત્વોનો સમાવેશ કરવાથી ડાર્ક સર્કલ તો ઠીક થાય છે પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે.
    Published by:Rahul Vegda
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन