Home /News /lifestyle /

Work From Home Culture: મહિલા અને પુરુષ: કોણ વધુ પ્રોડકટિવ? કોને થઈ રહી છે સૌથી વધુ સમસ્યાઓ?

Work From Home Culture: મહિલા અને પુરુષ: કોણ વધુ પ્રોડકટિવ? કોને થઈ રહી છે સૌથી વધુ સમસ્યાઓ?

પ્રતિકાત્મક તસવીર

કર્મચારીઓ દ્વારા વધુ કામની ફરિયાદ થઈ રહી છે અને નોકરીદાતાઓ દ્વારા કામનું સંચાલન અને સમય ન જળવાતો હોવાની ફરિયાદ થઈ રહી છે.

  લાઈફસ્ટાઈલ ડેસ્કઃ કોરોના મહામારી (corona pandemic) બાદ વર્ક ફ્રોમ હોમ (Work From Home) એટલે કે ઘરેથી જ ઓફિસનું કામ (office work) કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. હવે આ ન્યૂ નોર્મલ બની ગયું છે. પરંતુ, તેમાં કર્મચારીઓ દ્વારા વધુ કામની ફરિયાદ થઈ રહી છે અને નોકરીદાતાઓ દ્વારા કામનું સંચાલન અને સમય ન જળવાતો હોવાની ફરિયાદ થઈ રહી છે.

  જોકે એક રીપોર્ટ અનુસાર વર્ક ફ્રોમ હોમમાં મહિલાઓ પુરૂષોની સાપેક્ષે ઓછું કામ કરી રહી છે, એટલે કે તેમની પ્રોડક્ટિવિટી ઘટી ગઈ છે. જોકે મહિલાઓને ઘરના કામ કરવા પડતા હોવાથી સરેરાશ કામનું ભારણ વધ્યું છે.

  કેર્ની (Kearney)ના The WFH Inclusivity Conundrum રીપોર્ટ અનુસાર પરિવાર સાથે રહેતી નોકરિયાત મહિલાઓનું કુલ કામનું ભારણ અગાઉ કરતા પાંચ ગણું વધી ગયું છે. જોકે પુરૂષ સહકર્મચારીઓની સાપેક્ષે મહિલાઓ આ નવા કલ્ચરમાં ઓછી પ્રોડક્ટિવ બની છે.

  આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

  વર્ક ફ્રોમ હોમમાં પુરૂષો કરતા મહિલાઓનું કામ ઘટવાની સંભાવના ચાર ગણી થઈ છે. ખાસ કરીને મહિલાઓ વધુ કામનું ભારણ હોવાથી માનસિક તાણ અનુભવી રહી છે અને તેઓ ખુલ્લા મને પોતાના આ દર્દને અન્ય લોકો સાથે શેર નથી કરી રહી. તેથી મહિલાઓ પર આ નવું કલ્ચર વધુ જોખમી સાબિત થઈ શકે છે.

  આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

  આ પણ વાંચોઃ-રાજકોટ: બેકાર યુવકનું માંગુ આવતા દીકરીના પિતાએ સગપણ માટે ના પાડી, 'વિફરેલા' યુવકે કર્યું જોરદાર કારસ્તાન

  કેર્ની ઈન્ડિયાના પાર્ટનર શિલ્પા બિસ્વાસ ભટ્ટાચાર્યે કહ્યું કે આપણે મજબૂરી અને ખૂબ જ ઝડપથી વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં આવ્યા છીએ. તેથી આપણે નવા ઘરના જરૂરી વર્કપ્લેસ વ્યવસ્થિત ડિઝાઈન નથી કરી શક્યા. રીપોર્ટમાં જણાવાયું છે કે ઓનલાઈન વર્ક પ્લેસ માટે એક સારૂં કારોબારીય વાતાવરણ આપવા માટે One-Size-Fit-All Approach ઉભું કરવું લગભગ અશક્ય છે.

  જોકે કર્મચારીઓનું વધારાનું ભારણ ઘટાડવા નીચેના મુખ્ય ત્રણ પાયાના સિદ્ધાંતોને ધ્યાને રાખી શકાય છે.

  કામની Flexibility : કામના કલાકો, પર્સનલ ટાઈમ ઓફ અને બ્રેકની સાથે કર્મચારીઓના ઘરના કામ કરવાના સમય પર ધ્યાન આપવું જરૂરી છે. આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો કાર્યક્ષમતા વધારી શકાય છે. કામના તાણની સાથે માનસિક સંતુલન અને થાક પર પણ કંપનીઓ અને કર્મચારીઓને કામ કરવું જરૂરી છે.

  ફોર્મલ અને ઈન્ફોર્મલ નેટવર્કિંગ : કાર્યસ્થળના ગ્રુપિંગને દૂર કરવા માટે ઔપચારિક અને અનૌપચારિક નેટવર્કિંગ માટેની તકોને ધ્યાન આપવું જોઈએ, ભેદભાવ ન રાખવો.

  માનસિક સ્વસ્થતા અને કાઉન્સેલિંગ : 44% નોકરિયાત મહિલાઓ અને પુરૂષોનો મત છે કે કર્મચારીઓના માનસિક આરોગ્ય (Health) અને પરામર્શ(Counseling) અનિવાર્ય છે.  કેર્નીના પાર્ટનર સૌમ્યા ક્રિશ્નાએ રીપોર્ટનું વિશ્લેષણ કરીને અભિપ્રાય આપતા કહ્યું કે ઘરને કાર્યસ્થળને રૂપાંતરિત કરવું સરળ નથી અને આ સિસ્ટમને ભવિષ્ય બનાવવું સંભવ નથી. ખાસ કરીને મહિલાઓ માટે તો નહીં જ. કોરોના બાદ સ્ત્રીઓની નેટવર્કિંગ તકો, વૈશ્વિક ઓળખ અને માર્ગદર્શકતા અને મેન્ટોરશિપની તકો ગુમાવી રહી છે. આપણે કાર્યસ્થળો અને પદ્ધતિઓને ફરીથી ડિઝાઈન કરવાની, ઈન્ટરએક્શન અને કોમ્યુનિકેશનને સુધારવાની અને બદલવાની જરૂર છે, નહિંતર આગળ જતા સમજાશે કે આપણે કામ માટે એક પગલું આગળ વધ્યા હતા. પરંતુ, નોકરિયાત મહિલાઓ માટે બે પગલા પાછળ પડ્યાં હતા.
  First published:

  Tags: Work from home

  આગામી સમાચાર