Home /News /lifestyle /પુરુષોની સરખામણીમાં મહિલાઓને છે યોગ પર વધુ ભરોસો, સર્વેમાં સામે આવી આ વાત

પુરુષોની સરખામણીમાં મહિલાઓને છે યોગ પર વધુ ભરોસો, સર્વેમાં સામે આવી આ વાત

પ્રતિકાત્મક તસવીર: shutterstock.com

Women believe in Yoga More Than Men: આજકાલની દોડધામ વાળી લાઈફસ્ટાઈલ (Lifestyle)માં પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ તો આપણને આપણા સ્વાસ્થનું ધ્યાન રાખવા માટે ઓછો જ સમય મળતો હોય છે.

Women believe in Yoga More Than Men: આજકાલની દોડધામ વાળી લાઈફસ્ટાઈલ (Lifestyle)માં પોતાના સ્વાસ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ તો આપણને આપણા સ્વાસ્થનું ધ્યાન રાખવા માટે ઓછો જ સમય મળતો હોય છે. પણ જો આપણે આપણા સ્વાસ્થનું ધ્યાન નહીં રાખીએ તો આ આપણી માટે ખુબ હાનીકારક સાબિત થઈ શકે છે. એક જ જગ્યા પર બેસી કલાકો સુધી કામ કરવું, અનિયમિત ખાણીપીણી અને એક્સરસાઈઝ (Exercise) ન કરવાને કારણે આપણને ઘણીબધી બિમારીઓનો ખતરો રહે છે, જેની આપણને જાણ પણ થતી નથી.

હાલના સમયમાં હાઈ બલ્ડ પ્રેશર, મેદસ્વીપણું અને ડાયાબિટીઝ જેવા રોગોને કોઈ આમંત્રણની જરૂર નથી, માત્ર તમારી આળસ જ તેના માટે પૂરતી છે. આ વાત સ્ત્રી અને પુરુષ બન્ને પર લાગૂ થાય છે. દૈનિક ભાસ્કરમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે મહિલાઓની સરેરાશ ઉંમર પુરુષોની સરખામણીએ વધુ હોય છે અને આ વાત પુરવાર પણ થઈ ચુકી છે. આજકાલ જોવામાં આવે છે કે મહિલાઓ પોતાની ફિટનેસ અને સ્વાસ્થ પર વધુ ધ્યાન આપે છે, તે પોતાના પરિવારની સાથે પોતાના સ્વાસ્થની પણ કાળજી રાખે છે. આ માટે મહિલાઓ યોગનો સહારો લે છે.

યોગ કરતી મહિલાઓની સંખ્યા 20 ટકા સુધી વધુ

ટ્રેડિંગ બોડી એસોચેમ (ASSOCHAM) તરફથી કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે કે દેશમાં યોગ કરનાર મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ વધુ છે. આ સર્વે મુજબ દેશમાં શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે તો અહીં યોગ કરનાર પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા 20 ટકા સુધી વધુ છે.

આ  પણ વાંચો: Health: વિટામિન બી12ની ઉણપના કારણે ઉભી થતી સમસ્યાઓ, આટલા લક્ષણો દેખાય તો ચેતજો

કયા શહેરોમાં કરવામાં આવ્યો સર્વે

એસોચેમ (ASSOCHAM) તરફથી કરવામાં આવેલા સર્વેમાં રહેવામાં આવ્યું છે કે, દેશમાં યોગ કરનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડ પછી આ સંખ્યામાં જબરજસ્ત વધારો જોવા મળ્યો છે. આ સર્વે અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઈ, દિલ્લી-એનસીઆર, ઈન્દોર, હૈદ્રાબાદ, જયપુર, કોલકાતા, લખનઉ અને મુંબઈ એમ કુલ 10 શહેરોમાં કરવામાં આવ્યો છે.

આ સર્વેમાં સામે આવ્યું છે કે મહિલાઓ જીમ જવા કરતા યોગ કરવાનું વધુ પસંદ કરે છે. તે એક વખત યોગમાં જોડાયા બાદ તેને ડેઈલી રુટીન બનાવી લે છે. મુરાદાબાદમાં આવેલા નમસ્તે યોગા સ્ટૂડિયો (Namaste Yoga Studio)ના યોગાચાર્ય મહેન્દ્ર ચૌહાણ (Yogacharya Mahendra Chauhan) કહે છે કે અમારા ત્યાં મહિલા અને પુરુષો બન્ને યોગ માટે આવે છે, પણ મહિલાઓની સંખ્યા વધુ છે.

આ પણ વાંચો: Dengue Fever: ડેન્ગ્યુ તાવના આ ગંભીર લક્ષણોને અવગણશો નહીં, બની શકે છે જીવલેણ

તે જણાવે છે કે સવારની શિફ્ટમાં વર્કિંગ વુમેનની સંખ્યા વધુ હોય છે અને દિવસે ગૃહિણીએ પોતાની ફિટનેસ માટે યોગ કરવા આવે છે. તેમનું કહેવું છે કે હાઉસવાઈફ વજન ઓછું અને નિયંત્રિત કરવામાં વધુ રસ દાખવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે મહિલાઓ રોજ સમયસર આવી જાય છે અને કોઈ રજા નથી પાડતી જ્યારે મોટાભાગના પુરુષો એક અઠવાડિયામાં બે દિવસ રજા પાડે છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Exercise, Lifestyle, Lifestyle News, લાઇફસ્ટાઇલ સમાચાર

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन