Home /News /lifestyle /સ્ત્રી હોય કે પુરુષ પેટની ચરબી થઈ જશે ગાયબ, ઘરેબેઠા કરો આ 5 કસરત

સ્ત્રી હોય કે પુરુષ પેટની ચરબી થઈ જશે ગાયબ, ઘરેબેઠા કરો આ 5 કસરત

સ્ત્રી હોય કે પુરુષ પેટની તરબી થઈ જશે ગાયબ આ કસરત કરો.

આજના મોર્ડન જમાનામાં પેટની ચરબી (Belly fat) ઘણા લોકોને પરેશાન કરતી રહે છે. પેટની નીચેના ભાગમાં ભેગી થયેલી ચરબી ઓછી કરવી કોઈ નાની વાત નથી. તેના માટે ઘણી મહેનત (hard work) કરવી પડે છે. આ ચરબી મહિલાઓ અને પુરુષો બંને માટે માથાનો દુ:ખાવો બની જાય છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: આજના મોર્ડન જમાનામાં પેટની ચરબી (Belly fat) ઘણા લોકોને પરેશાન કરતી રહે છે. પેટની નીચેના ભાગમાં ભેગી થયેલી ચરબી ઓછી કરવી કોઈ નાની વાત નથી. તેના માટે ઘણી મહેનત (hard work) કરવી પડે છે. આ ચરબી મહિલાઓ અને પુરુષો બંને માટે માથાનો દુ:ખાવો બની જાય છે. આ ચરબી તમારા લૂકને તો બગાડી જ નાખે છે, પરંતુ તેના કારણે ઘણા પ્રકારના રોગો (Many types of diseases) પણ તમને પરેશાન કરી મૂકે છે. પેટની નીચે ભેગી થયેલી ચરબી ઓછી કરવી કોઈ સરળ કામ નથી. પરંતુ તે અશક્ય પણ નથી.

પેટની નીચેના ભાગમાં ભેગી થયેલી ચરબીને ઓગાળવા માટે કેટલીક કસરતો જરૂરી છે. જેમાં પેટની નીચેના ભાગમાં દબાણ પડે છે અને તમને ઘણો પરસેવો પણ થવા લાગે છે. આ પ્રકારનીં કસરતો રોજ કરવાથી ધીરે ધીરે તમારી ચરબી ઓગળવા લાગે છે. આવી કસરતો તમે સતત એક મહિના સુધી કરતા રહો તો કારણે તમારા શરીરમાં મોટો ફેરફાર દેખાશે. જેના કારણે તમારા પેટ પર જ નહીં પરંતુ આખા શરીર પર તેની અસર દેખાશે.

તમને ઘણો ફાયદો કરાવી શકે તેવી 5 કસરત પર નજર કરીએ

1. હિલ ટચ (Heel touch)

આ કસરત કરવી ખુબ જ સરળ છે. તે કરવા માટે તમે સૌથી પહેલા પીઠના બળ પર સુઈ જાઓ. ત્યાર પછી તમાર બંને પગને ભેગા કરી અને ઘૂંટણને વાળીને પગના તળિયા હિપ્સ સુધી લઇ જાઓ. હવે તમારા ખભાને થોડા ઉપર તરફ ઉઠાવીને હાથને વારાફરથી તમારા પગની એડી સુધી લઇ જવાનો પ્રયત્ન કરો.

2. સ્ટ્રેટ બોડી ક્રંચેસ (Straight body crunches)

આ કસરત કરવા માટે સૌથી પહેલા સીધા સુઈ જાઓ. તમારા બંને પગને બિલકુલ સીધા રાખો. તમારા હાથને પાછળ તરફ લઇ જઈને તમારા માથાને તેનાથી સપોર્ટ આપો. હવે તમારા શરીરને ઉપર ઉઠાવવાનો પ્રત્યન કરો. આ કસરત દરમિયાન તમારા હાથ તમારા માથાની પાછળ રહેશે.

3. લાઈન્ગ વાઈડ સર્કલ (Lying Wide circles)

આ કસરત કરવા માટે સૌથી પહેલા પીઠના બળે સૂઈ જાઓ. ત્યારબાદ તમારા હાથને તમારા હિપ્સની નીચે મૂકો. હવે તમારા બંને પગને ખોલતી વખતે ઉપર એક સાથે ઉઠાઓ અને બને પગ એકબીજા સાથે ટચ કરો. હવે ફરી ખોલતા નીચે લાઓ.

4. રિવર્સ ક્રંચ સાથે લેગલિફ્ટ

આ કસરત ખુબ જ અસરકારક છે. આ કસરત કરવા માટે પણ પીઠના બળે સૂઈ જાઓ ત્યારબાદ તમારા હાથને હિપ્સની નીચે મૂકો. ત્યારબાદ તમારા પગને માથાની તરફ લાવતા તમારા હિપ્સને થોડી ઉપરની તરફ ઉઠાવો.

આ પણ વાંચો: Dengue Virus 2: ડેન્ગ્યુનો નવો ખતરનાક વેરિયન્ટ DENV-2 શું છે? શા માટે એલર્ટ રહેવાની જરૂર

5. પુશ થ્રુ (Push Through)

આ કસરત કરવા માટે સૌથી પહેલા પીઠના બળે સૂઈ જાઓ. ત્યારબાદ તમારા પગના પંજાને હિપ્સ પાસે મૂકો. હવે ખભા ઘ્વારા થોડું જોર લગાવી બોડીને ઉપર ઉઠાવવાની કોશિશ કરો અને હાથ વડે ઘૂંટણ અડવાની કોશિશ કરો.

આ કસરતો કરતી વખતે તમને તમારા પેટ પર થોડું દબાણ અનુભવાશે. એક સેટ ઓછામાં ઓછા 10-15 વખત કરવાનો પ્રયાસ કરો. ત્યારબાદ 15-20 સેકન્ડનો બ્રેક લો, ત્યારબાદ ફરી શરૂ કરો.
First published:

Tags: Health tips આરોગ્ય ટિપ્સ, Healthy life, Lifestyle જીવનશૈલી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો