Home /News /lifestyle /શિયાળામાં મહિલાઓ આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીં તો ગળાથી લઇને શરીરના આ ભાગ ખરાબ થશે
શિયાળામાં મહિલાઓ આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીં તો ગળાથી લઇને શરીરના આ ભાગ ખરાબ થશે
મહિલાઓ ખાસ રાખો આ ધ્યાન
Women Health Tips: શિયાળામાં ખાસ કરીને મહિલાઓએ અમુક ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળવુ જોઇએ. આ વસ્તુઓ ખાવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે ખાસ કરીને શિયાળામાં આ વસ્તુઓ ખાશો નહીં અને હેલ્થ સારી રાખો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શિયાળાની સિઝનમાં શરીરને ગરમ રાખવા માટે મહિલાઓ ખાસ કરીને હેલ્ધી ડાયટ ફોલો કરતી હોય છે. ડાયટિશિયન પણ શિયાળામાં ઘી, ડ્રાય ફ્રૂટ્સ, ગોળ, આદુ, શક્કરિયા, ગાજર, સરસિયાનું તેલ જેવી અનેક ગરમ વસ્તુઓ ખાવાની સલાહ આપતા હોય છે. શિયાળામાં મહિલાઓ ખાસ કરીને આઇસ્ક્રિમ અને કોલ્ડ ડ્રિંક્સ જેવી ઠંડી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે. તમને જાણીને નવાઇ લાગશે કે શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. તો જાણી લો તમે પણ એવી વસ્તુઓ વિશે જે તમે શિયાળામાં ખાઓ છો તો હેલ્થને અનેક સાઇડ ઇફેક્ટ્સ થાય છે.
હેલ્થશોટ્સ અનુસાર શિયાળામાં ઠંડુ ખાવાથી પેટને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આ સાથે જ પેટમાં સોજો આવવો, પેટ ફૂલવુ, થાક લાગવો જેવા અનેક પ્રોબ્લેમ્સ થઇ શકે છે.
શરીરનું તાપમાન ઓછુ થાય
શિયાળાની સિઝનમાં બહારનું તાપમાન ઠંડુ હોય છે ત્યારે તમે ઠંડી વસ્તુઓનું સેવન વધારે કરો છો તો તમારા બોડીનું ટેમ્પરેચર ઓછુ થવા લાગે છે. આ સાથે જ બ્લડ સર્કુલેશન પર પણ ખરાબ અસર પડી શકે છે.
જાણકારો અનુસાર તમે શિયાળામાં ઠંડુ ખાવાથી તમને ગળામાં ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. આ માટે આ સિઝનમાં બને ત્યાં સુધી આઇસ્ક્રીમ, ઠંડા પીણાં પીવાનું ટાળો. આમ કરવાથી શરીર અંદરથી બગડી શકે છે. આ માટે તમે ખાસ કરીને શિયાળામાં નટ્સ, ગરમ દૂધ, સૂપ પીઓ જેથી કરીને આ ટાઇપના ઇન્ફેક્શનથી બચી શકાય.
શરદી થાય
શિયાળાની સિઝનમાં આપણી બોડી બહુ સેન્સેટિવ થઇ જાય છે. આ માટે તમે જ્યારે ઠંડી વસ્તુઓનું સેવન કરો છો ત્યારે શરદી થાય છે અને સાથે કફની ઉધરસ પણ થવાના ચાન્સિસ વધી જાય છે.
પાચન પર અસર પડે
શિયાળામાં ઠંડી વસ્તુઓનું સેવન કરવાથી પાચન તંત્ર ખરાબ થઇ શકે છે. ઠંડી વસ્તુઓ ખાવામાં હેવી હોય છે જેના કારણે તમને પચવામાં તકલીફ પડે છે. આ માટે હંમેશા શિયાળાની સિઝનમાં ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો જેથી કરીને પાચન સંબંધિત કોઇ તકલીફ ના થાય.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર