Home /News /lifestyle /

women thyroid: સ્ત્રીઓમાં દેખાતા આ લક્ષણોની ના કરશો અવગણના, હોઈ શકે છે થાયરોડના સંકેત

women thyroid: સ્ત્રીઓમાં દેખાતા આ લક્ષણોની ના કરશો અવગણના, હોઈ શકે છે થાયરોડના સંકેત

મહિલાની પ્રતિકાત્મક તસવીર

woman health tips: થાયરોઈડના (thyroid) કેટલાક લક્ષણો એકદમ સ્પષ્ટ અને સમજી (Features fairly clear and understandable) શકાય તેવા હોય છે, પરંતુ આપણે તેની અવગણના કરીએ છીએ અથવા તો તેને સમજી નથી શકતા.

  Health tips: શું તમે થોડીક મહેનતનું કામ કરતા જ થાકી જાવ છો? શું તમને મેદસ્વીપણું (Obesity) અને વાળ ખરવાની સમસ્યા વધતી જઈ રહી છે? કોઈપણ કારણ વિના આપ તણાવ અનુભવી રહ્યા છો? શું તમે વારંવાર ચીજો ભૂલી જાવ છો? જો આ તમામ સવાલોનો જવાબ છે હા, તો તમારે તરત જ ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ કેમ કે આ તમામ લક્ષણો થાયરોઈડના (Thyroid) હોઈ શકે છે. હાલના સમયમાં મોટાભાગનો લોકો થાયરોઈડથી પરેશાન છે, જો વ્યક્તિ થાયરોઈડથી પિડાતો હોય, તો થાયરોઈડની સાથે સાથે તેને અનેય ઘણી બિમારીઓનો સામનો કરવો પડે છે.

  થાયરોઈડના કેટલાક લક્ષણો એકદમ સ્પષ્ટ અને સમજી શકાય તેવા હોય છે, પરંતુ આપણે તેની અવગણના કરીએ છીએ અથવા તો તેને સમજી નથી શકતા, જેને કારણે ઘણી વખત થાયરોડના દર્દીને કોઈ મોટી સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે થાયરોડ ફક્ત આયોડિનની ઉણપને કારણે થાય છે, પરંતુ ખરેખરમાં એવું નથી. થાયરોઈડ થવા પાછળ કેટલાક અન્ય પરિબળો પણ જવાબદાર છે.

  આપણા શરીરમાં થાયરોઈડ ગ્રંથી (thyroid gland) એક મહત્વનું હાર્મોન રેગ્યુલેટર (hormone regulator) છે. થાયરોઈડની સમસ્યાનો સામનો મોટાભાગે મહિલાઓ કરતી હોય છે, વિશ્વમાં દર 8માંથી 1 મહિલા થાયરોઈડ ગ્રસ્ત છે. 60 ટકા મહિલાઓ જે થાયરોઈડથી પિડાઈ રહે છે. તે લક્ષણોથી માહિતગાર નથી. આજના આ આર્ટિકલમાં અમે આપને થાયરોઈડ અને તેના લક્ષણો વિશે કેટલીક જાણકારી આપીશું.

  શરીરના અન્ય અંગોની જેમ જ થાયરોઈડ ફંક્શનને પણ કંટ્રોલ અને રેગ્યુલેટ કરવું ખુબ જરૂરી છે. થાયરોઈડ પતંગિયા જેવા આકાર (butterfly-shaped organ)ની ગ્રંથિ છે, જે શ્વાસનળીની સામે આવેલી છે. આ ગ્રંથીનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય દરને અંકુશિત કરવાનું છે.

  ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઈડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે. યોગ્ય રીતે કાર્યરત થાઇરોઈડ ગ્રંથિ શરીરની ચયાપચયની કામગીરી સંતોષજનક દરે થાય તે માટે જરૂરી હોર્મોન્સનું યોગ્ય પ્રમાણ જાળવી રાખે છે. રક્તપ્રવાહમાં થાઇરોઇડ હોર્મોન્સના જથ્થા પર પીટ્યુટરી ગ્રંથિ દેખરેખ રાખે છે અને તેને અંકુશિત કરે છે. થાયરોક્સિન (T4) અને ટ્રાઈઆયોડોથાયરિનન (T3)એ થાયરોઈડ હાર્મોન છે. જ્યારે આ હાર્મોનના સ્તરમાં અચાનકથી વધઘટ થવા લાગે, તો રોગના લક્ષણો દેખાય છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીતાએ કર્યો આપઘાત, 15 મિનિટ પહેલા માતા-પિતાને કર્યો ફોન 'પપ્પા તમે અને મમ્મી ઘરે આવો'

  વજનમાં અનિયંત્રિત વધારો- ઘટાડો
  થાયરોડથી શરીરના મેટાબોલિઝમને ખુબ અસર થાય છે, મેટાબોલિઝમ શરીરના વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે પણ થાયરોઈડને કારણે મેટાબોલિઝમ બગડે છે જેની અસર સ્પષ્ટ રીતે આપણા શરીર પર જોવા મળે છે. સામાનય રીતે વજનમાં વધારો કે ઘટાડો થવાના ઘણા અલગ અલગ કારણો હોય છે, પણ જો અચાનક જ અસામાન્ય રીતે તમારા વજનમાં કોઈ પણ વધારો કે ઘટાડો દેખાતો હોય તો તરત જ થાયરોઈડની તપાસ કરાવવી જોઈએ. થાઈરોઈડ હાર્મેનના ઓછા સ્તરને કારણે વજનમાં ખૂબ ઝડપી વધારો થાય છે. જો અતિસક્રીય થાયરોઈડ હોય તો તે તમારા વજનમાં અચાનક ઘટાડાનું પણ કારણ બની શકે છે. વજનમાં ફેરફાર એ થાયરોઈડનું સર્વ સામાન્ય લક્ષણ છે.

  આ પણ વાંચોઃ-બે બાળકોની માતા હોસ્પિટલ ગયા બાદ થઈ ગુમ, છ દિવસથી પત્તો નથી, બે વર્ષની બાળકીની રડી રડીને હાલત ખરાબ

  થાક અને અશક્તિનો અનુભવ થવો
  થાયરોઈડની સમસ્યાથી પિડિત વ્યક્તિને સામાન્ય વ્યક્તિની તુલનાએ થાક જલ્દી અને વધુ લાગે છે. સામાન્ય રીતે શરીરમાં ઉર્જાની કમી અને થાકનો અહેસાસ વધતી ઉંમરને કારણે હોય છે પણ દરેક વખતે તેવું હોતું નથી. જો તમે લાંબા સમયથી અતિશય થાક અને સુસ્તીનો અણુભવ કરો છો તો તે થાયરોઈડનું લક્ષણ છે. થાયરોઈડ ગ્રંથી આપણા શરારમાં ચયાપચયની પ્રક્યા કરે છે પણ તેના ખરાબીને કારણે તે પ્રક્રીયા ધીમી પડે છે. જેના કારણે શરીરમાં થાક અને સુસ્તીનો અનુભવ થાય છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના દસ દિવસ સુધી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, પતિ નપુંસક હોવાની જાણ થતાં નવવધૂના જીવનમાં આવ્યો ભૂકંપ

  ગરદન પાસેની કરચલીઓ કાળી થવી
  થાયરોઈડના અલગ અલગ લક્ષણો પૈકી આ એક સર્વ પ્રથમ જોઈ શકાતું લક્ષણ છે. જેમાં તમારા ગળા અને ગરદનની આસપાસની ચામડી પરની કરચલીઓના રંગમાં ફેરફાર થતો જોવા મળે છે અને તે કાળા રંગની થઈ જાય છે. થાયરોઈડને કારણે થતા હાર્મોનલ ક્લે-અપથી તમવચાનો રંગ બદલાવા લાગે છે. થાયરોઈડનું આ એવું લક્ષણ છે, જેની સમયસર નોંધ લેવાથી વહેલી તકે તમા તબીબી સલાહ લઈ શકે છો. સારું થાયરોઈડ સ્વસ્થ ત્વચા અને સારા વાળ માટે જરુરી છે, માટે જ્યારે પણ T3 અને T4 થાયરોઈડમાં ખરાબી થાય છે તો તેની પ્રથમ અસર વાળ અને ત્વચા પર દેખાય છે.

  ચિંતા ગભરામણ અને બ્રેઈન ફોગ
  આજકાલની ભાગદોડ ભરી લાઈફમાં ટેન્શન અને સ્ટ્રેસ સામાન્સ બાબત બની ગઈ છે પણ માનસિક સ્વાસ્થ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાને ગંભીરતાથી લેવી જરૂરી છે. કેમ કે આ પ્રકારના ફેરફાર જેમાં સતત ચિંતા, સ્ટ્રેસ, ગભરામણ અને બ્રેઈન ફોગ જેવી સમસ્યા જોવા મળતી હોય તો તે થાયરોઈડનું લક્ષણ છે. ચિડીયાપણું એ હાઈપો થાઈરોઈડનું એક લક્ષણ છે. થાયરોઈડથી ગ્રસિત મહિલાઓમાં ચિંતા, ગભરામણ, મુડ સ્વિંગ્સ, ચિડીયાપણું અને એક્સ્ટ્રીમ લેવલનું બ્રેઈન ફોગ જોવા મળે છે.

  તૂટકફુટક અને અનિયમિત ઉંઘ
  કોઈને કોઈ કારણોસર આજના સમયમાં મોટાભાગના લોકો અનિંદ્રા કે પછી સારી ઉઁઘ ન આવવાની સમસ્યાથી પરેશાન હોય છે, પણ ઉંઘની અનિયમિતતા એ થાઈરોઈડનું એક લક્ષણ છે. જો કોઈ વ્યક્તિની ઉઁધ અનિયમિત છે, તે ઉંઘી નથી શકતો અથવા તો ખુબ મોડા સુઘી સુઈ રહે છે તો તે વ્યક્તિને થાઈરોઈડની સમસ્યા હોઈ શકે છે. થાઈરોઈડમાં થયેલી ગડબડ વ્યક્તિની ઉંધને ખુબ વધુ પ્રમાણમાં અસર કરે છે, અંડર એક્ટિવ થાઈરોઈડ ઉંઘની અનિયમિતતા સાથે જોડાયેલો છે.

  માસિક ચક્રમાં ફેરફાર અને અનિયમિતતા
  થાઈરોઈડનું એક પ્રભાવી અને શરૂઆતી લક્ષણ એ પણ છે કે જે મહિલાને આ સમસ્યા હોય છે તેની વજન વધવા કે ઘટવાની સાથે.તેનું માસિકચક્ર પણ ડિસ્ટર્બ થાય છે. આવા પેશન્ટને પિરિયડમાં પણ અનિયમિતતા જોવા મળે છે. મોટાભાગે માસિકની અનિયમિતતાને PCOS સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ દરેક કિસ્સામાં આ સમસ્યા PCOS સાથે સંકળાયેલી હોતી નથી. જ્યારે થાઈરોઈડનું લેવલ શરીરમાં ઈમ્બેલેન્સ થઈ જાય છે, ત્યારે તેની સીધી અસર પ્રજનન તમત્ર પર પડે છે. જેને લઈને પિરિયડ્સમાં અનિયમિતતા જોવા મળે છે.

  ઠંડી લાગવી
  થાઈરોઈડગ્રસ્ત રોગીના શરીર પર બદલતા હવામાનનો પ્રભાવ બહુ ઝડપથી થાય છે. આવા પેશન્ટને ઠંડી પર વધુ લાગે છે અને ગરમી પણ તે વધુ અનુભવે છે. વધુ ઠંડી લાગવાને હાઇપોથોયરાયડિઝ્મ અને વધુ ગરમી અનુભવવાને હાયપરથોયરાયડિઝ્મ કહે છે.

  ચહેરા પર વાળ ઉગવા
  થાઈરોઈડની સમસ્યામાં હોર્મોન્સ પ્રભાવિત થાય છે. જેના કારણે ચહેરા પર વાળ ઉગલા લાગે છે. આ તમામ દસ લક્ષણો થાઈરોઈડના કારણે મહિલામાં શરૂઆતના સમયમાં જોવા મળે છે. આ સમસ્યા ઘરેલું સરળ ઉપાયમાં હળદરવાળું દૂધ પીવું જોઇએ તેનાથી રાહત રહે છે.

  શુ છે થાઈરોઈડ થવાનું કારણ
  આ સમસ્યાના યોગ્ય કારણો વિશે ડોક્ટર અને વૈજ્ઞાનિક અત્યાર સુધી જાણી શક્યા નથી. કારણ કે આ શરદી-ખાંસીની જેમ કોઈ સંક્રામક બીમારી નથી.. ન હી તેનો સંબંધ ખાનપાન પ્રદૂષણ કે લાઈફસ્ટાઈલ સાથે છે.

  ડોક્ટરો મુજબ આને ઈમ્યુન ડિસીઝ કહેવામાં આવે છે. જેનો મતલબ છે કે થાઈરોઈડ ગ્લેંડથી નીકળનારા ટી-3 ટી-4 હાર્મોસ અને ટીસએચ હોર્મોંસના અસંતુલનના કારણથી શરીરની અંદર તમારા આના લક્ષણ પનપવા માંડે છે. છતા પણ કેટલાક એવા કારણો છે જેને કારણે આ સમસ્યા થઈ શકે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Health Tips

  આગામી સમાચાર