Home /News /lifestyle /દરેક છોકરીઓ પર્સમાં રાખો આ સેફ્ટી ટુલ્સ, નહીં કરે કોઇ હાથ અડાડવાની પણ હિંમત

દરેક છોકરીઓ પર્સમાં રાખો આ સેફ્ટી ટુલ્સ, નહીં કરે કોઇ હાથ અડાડવાની પણ હિંમત

દરેક છોકરીઓએ પેપર સ્પ્રે પર્સમાં રાખવો જોઇએ

Safety Tools For Women: છોકરીઓએ હંમેશા પોતાના પર્સમાં આ વસ્તુઓ રાખવી જોઇએ. આ વસ્તુઓ તમારી સેફ્ટીને ચાર ગણી વધારી દે છે. જો તમે આ વસ્તુઓ તમારા પર્સમાં રાખો છો તો ગમે ત્યારે સંકટ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરી શકો છો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં છોકરીઓએ પોતાની સેફ્ટી રાખવી ખૂબ જરૂરી છે. સમાજ દિવસને દિવસે આગળ વધી રહ્યો છે. આમ, જો પહેલાંના સમયની વાત કરીએ તો કોઇના ઘરે દીકરીનો જન્મ થાય તો ઘરનું વાતાવરણ બદલાઇ જતું હતું, પરંતુ આજના આ સમયમાં દીકરીનો જન્મ કોઇ ઘરમાં થાય છે તો ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરેલું થઇ જાય છે. આ સાથે જ ઘણાં ઘરોમાં તો હવે લોકો દીકરીનો જન્મ થાય તો ખુશીના પેંડા તેમજ બીજી મીઠાઇ પણ આપતા હોય છે. આજના સમયમાં મહિલા સશક્ત થઇ રહી છે અને પોતાની જવાબદારી પોતે સંભાળતી થઇ ગઇ છે. જો કે આ બધી વાત વચ્ચે મહિલાઓએ એમની સેફ્ટી વિશે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જાણી લો તમે પણ એવી સેફ્ટી વસ્તુઓ વિશે જે તમે બેગમાં રાખો છો તો કોઇની તાકાત નથી કે તમને હેરાન કરી શકે.

    છોકરીઓએ બેગમાં રાખવી જોઇએ આ વસ્તુઓ


    શોક ઇફેક્ટની સેફ્ટી ટોર્ચ


    શોક ઇફેક્ટની સાથે રિચાર્જવાળી સેફ્ટી ટોર્ચ દરેક મહિલાઓએ પર્સમાં રાખવી જોઇએ. આ એક બહુ ઉપયોગી ગેજેટ છે.

    પેપર સ્પ્રે


    દરેક છોકરીની પાસે પેપર સ્પ્રે જરૂર હોવું જોઇએ. નાની સાઇઝના પેપર સ્પ્રેને તમે થ્રેડથી બાંધીને બ્રેસલેટની જેમ હાથમાં પહેરી શકો છો. જો તમે હાથમાં પહેરવા ઇચ્છતા નથી તો બેગમાં કી-રીંગની જેમ તમે લટકાવી શકો છો. આ લિપસ્ટિક કરતા થોડી મોટી સાઇઝમાં આવે છે.

    પેપર જેલ


    આ પેપર સ્પ્રેની જેવું હોય છે પરંતુ એના કરતા પણ વધારે અસરકારક છે. ઘણા લાંબાં અંતર સુધી તમને આ કામમાં આવી શકે છે. આ જેલ તમારી સેફ્ટી માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે.

    આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ ઘટાડવાથી લઈને ત્વચા સુધી બટર મિલ્ક છે સુપર ડ્રિંક

    ચપ્પુ અથવા નેલકટર


    તમે તમારી સેફ્ટી માટે પર્સમાં નાનું ચપ્પુ પણ રાખી શકો છો. આ સાથે  તમે પર્સમાં નેલકટર પણ રાખી શકો છો. આ વસ્તુઓ તમારા માટે સંકટ સમયની સાંકળ બની રહે છે.

    આ પણ વાંચો: શું તમે પણ છો મૂડ સ્વિંગ્સની સમસ્યાથી પરેશાન?

    સેફ્ટી રોડ્સ


    તમે તમારા પર્સમાં ફોલડેબલ સેફ્ટી રોડ્ પણ રાખી શકો છો. આને કેરી કરવું ખૂબ સરળ છે. આ તમાર પર્સમાં બહુ જ ઓછી જગ્યા રોકે છે.

    આમ, આ બધી વસ્તુઓ મહિલાઓની સેફ્ટી માટે છે. આ વસ્તુઓનો ઉપયોગ તમે મેટ્રોમાં ટ્રાવેલ કરતા સમયે અથવા તો તમારી સાથે કોઇ એવો બનાવ બને ત્યારે તમે આનો ઉપયોગ કરવામાં આવે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Girls, છોકરી, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन