મહિલાઓ આ ટીપ્સથી સરળતાથી ઉતારી શકે છે વજન

News18 Gujarati
Updated: January 4, 2020, 2:26 PM IST
મહિલાઓ આ ટીપ્સથી સરળતાથી ઉતારી શકે છે વજન
આવો જાણીએ કે કેવી કાળજી લઈને આપણે વજનને કંટ્રોલમાં લાવી શકીએ છે. 

  • Share this:
વજન વધારવું ખૂબ સરળ છે, પરંતુ વજન ઓછું કરવું ઘણું અઘરું છે. ત્યારે આવો જાણીએ કે કેવી કાળજી લઈને આપણે વજનને કંટ્રોલમાં લાવી શકીએ છે.

નાના નાના લક્ષ્ય બનાવો
તમારે વજન ઘટાડવાની શરૂઆત થોડી સ્લો કરવી જોઈએ. શરૂઆતમાં અઘરી એક્સરસાઈઝ અને ડાયટ લેવું યોગ્ય નથી. અને પોતાની જાત સાથે જબરજસ્તી એ કામ કરાવાની આશા રાખવી એ પણ યોગ્ય નથી. પોતાના શરીરના બદલાવને સમજવા માટે થોડો સમય લો. એક સરળ ગૉલ બનાવો. એ જાણો કે તમે પહેલી વારમાં કેટલા સમય સુધી વૉક કે રનિંગ કરી શકો છો?

ડાયટ કંટ્રોલ કરો
વજન ઉતારવા માટે ક્રેશ ડાયટિંગ શરૂ ન કરશો. ક્રેશ ડાયટિંગ વગર પમ તમે વજન ઓછું કરી શકો છો. એ માટે તમારે ફક્ત તમારા શરીરની જરૂરિયાતને સમજવી પડશે કે તમારા શરીરને કેવા ખોરાકની જરૂર છે. વધારે પડતું ખાવાથી વજન વધી શકે છે. તેથા તમારા પ્લેટમાં એટલો જ ખોરાક લો જેટલો આવશ્યક હોય.

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડીપસંદગીની એક્સરસાઈઝ કરો
જ્યારે આપણે ફિઝિકલ ઍક્ટિવિટીની વાત કરીએ , તો તેનો અર્થ એ નથી કે તમારે કલાકો જીમમાં રહેવાની અને વર્કઆઉટ કરવાની જરૂરત છે. તમે તમારી પસંદગીની એક્સરસાઈઝ કરી શકો છો. તમે ડાન્સ, એરોબિક્સ, સ્વિમિંગ, ઝુમ્બા કે સાઈકલિંગ કંઈ પણ કરી શકો છો.

મીઠાઈને કહી દો NO
વજન વધવાનું સૌથી મોટું કારણ છે ખાંડ. કોઈ પમ પ્રકારે ખાંડ તમારા શરીરમ માટે હાનિકારક છે. તેથી મીઠાઈ ખાવાથી દૂર રહેવું જોઈએ.

ભરપૂર ઉંઘ લો
જો તમે વજન ઓછું કરવા ઈચ્છતા હોવ તો તમારા માટે ભરપૂર ઉંઘ લેવી પણ ખૂબ જરૂરી છે. સરથી ઉંઘ ન લેવાથી ડાયજેશન પર અસર પડે છે અને સોજાનું કારણ બની શકે છે. તેથી તમે સમય પર ઉંઘ લઈને પોતાનું વજન ઓછું કરી શકો છો.

બહુ જ છીંકો આવતી હોય ત્યારે આ 5 ચીજો ખાવાથી મળશે રાહત
First published: January 3, 2020, 11:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading