મહિલાઓ સેક્સ અંગે શું વિચારે છે, રિસર્ચમાં થયો ચોકાવનારો ખુલાસો

News18 Gujarati
Updated: June 18, 2018, 4:21 PM IST
મહિલાઓ સેક્સ અંગે શું વિચારે છે, રિસર્ચમાં થયો ચોકાવનારો ખુલાસો
ફિલોસફિકલ ટ્રાન્જેક્શન્સ ઓફ ધ રોયલ સોસાયટી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો જેમાં 2500 પુરૂષ અને 1650 મહિલાઓએ ભાગ લીધો હતો

ફિલોસફિકલ ટ્રાન્જેક્શન્સ ઓફ ધ રોયલ સોસાયટી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો જેમાં 2500 પુરૂષ અને 1650 મહિલાઓએ ભાગ લીધો હતો

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહિલાઓ દરેક બાબતમાં થોડી ચ્યુઝી હોય છે. પછી તે સેક્સ જ કેમ ન હોય. શું આપને ખબર છે કે મહિલાઓ રિસ્કી સેક્સને પસંદ કરે છે કે નહીં? આ વિશે ફિલોસફિકલ ટ્રાન્જેક્શન્સ ઓફ ધ રોયલ સોસાયટી દ્વારા એક સર્વે કરવામાં આવ્યો જેમાં 2500 પુરૂષ અને 1650 મહિલાઓએ ભાગ લીધો હતો. તેમને સેક્સ અંગે કેટલાંક સવાલો પુછવામાં આવ્યાં તેમને કઇ પોઝિશન અને સેક્સ અંગે શું સૌથી વધુ ગંદુ લાગે છે.

સ્ટડીમાં ભાગ લેનારા લોકોને 72 અલગ અલગ સિચ્યુએશન આપવામાં આવી હતી. અને તેમને તેમની પસંદનાં અનુસાર રેટિંગ આપવાનું કહેવામાં આવ્યું હતું. 6 કેટેગરીમાં ઇજા, સેક્સ, જાનવર, જમવાનું અને રૂપ રંગ શામેલ હતાં. જ્યારે સ્થિતિઓમાં કેટલાંક સવાલ પુછવામાં આવ્યા હતાં. જેમ કે તમને ખબર પડે કે આપનાં પાર્ટનરને સેક્સ માટે પેમેન્ટ આપવામાં આવે છે!, શું આપનાં પાર્ટનરને જેનિટલ્સમાં સાફ સફાઇ કરેલી હોય છે? આપને માલુમ થાય કે, આપનો પાર્ટનર કોઇને પેહલી વખત મળે છે અને તેની સાથે સેક્સ માણે છે તો?

આ સ્ટડીનાં જે પરિણામ સામે આવ્યા તે મુજબ મહિલાઓને પુરૂષોની સરખામણીએ સેક્સ દરમિયાન વધુ ઘૃણા થાય છે. સ્ટડીમાં મહિલાઓ અને પુરૂષોની વચ્ચે સૌથી વધુ ડિફરન્સ સેક્સ સંબંધી સ્થિતિઓમાં જોવા મળ્યો.

રિસર્ચ કરનારાઓનાં જણાવ્યાં અનુસાર, વ્યક્તિનો વિકાસ એ રીતે થયો છે કે જે પણ વસ્તુથી તેને ખતરો અનુભવ થતો હોય ભલે તે ખરાબ ભોજન હોય, ખુલ્લા જખ્મ હોય કે પછી સેક્સુઅલ હાઇજીન હોય, તેમનું વર્તન અચાનક જ બદલાઇ જાય છે અને ઘણી સ્થિતિમાં તેઓ શરમ પણ અનુભવતા હતાં. મહિલાઓને એવી સ્થિતિમાં વધુ ઘૃણા થતી હતી. કારણ કે તે આ પ્રકારની સ્થિતિથી દૂર જ રહે છે જેમાં તેને નુક્શાન થાય.
First published: June 18, 2018, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading