Home /News /lifestyle /મહિલાઓ માટે કમરનો દુખાવો દૂર કરવાની ટિપ્સ: રાત્રે ઊંઘતા પહેલાં કરો આ 3 કામ, તરત જ રાહત થઇ જશે

મહિલાઓ માટે કમરનો દુખાવો દૂર કરવાની ટિપ્સ: રાત્રે ઊંઘતા પહેલાં કરો આ 3 કામ, તરત જ રાહત થઇ જશે

તકિયાની આદત છોડી દો.

Home remedies for women back pain problems: અનેક મહિલાઓને કમરમાં દુખાવો થતો હોય છે. કમરમાં દુખાવો થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કમરના દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે આ ઘરેલું ઉપાયો અજમાવો છો તો સૌથી બેસ્ટ છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે મહિલાઓને કમરમાં દુખાવો વધારે થતો હય છે. જે મહિલાઓને સિઝરયન થયા હોય એમને આ સમસ્યા વઘારે રહેતી હોય છે. ઘણી મહિલાઓની ફરિયાદ કમરમાં થતા દુખાવાની હોય છે. આ દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે મેડિસિન લો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. કેટલાક ઘરેલું ઉપાયોથી તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. આ ખરેખર માંસપેશિઓ અને હાડકાંઓમાં ગરમી પેદા કરે છે અને આ દુખાવામાંથી રાહત અપાવવામાં મદદ કરે છે. પરંતુ આ ઉપાય અજમાવતા પહેલાં જાણી લો આ કારણો વિશે.

આ પણ વાંચો:દરરોજ આ સમયે ખાઓ દૂધ અને વાસી રોટલી

કમરના દુખાવા પાછળનું કારણ



  • માંસપેશિઓમાં ખેંચાણ

  • ખોટુ પોશ્ચર

  • મોટાપા તેમજ વજન વધવાનું કારણ


કમરના દુખાવામાંથી રાહત મેળવવાના ઉપાયો


હળદર વાળુ દૂધ પીઓ


હળદર દૂધ મુખ્ય રૂપે બાયોએક્ટિવ યૌગિક કરક્યૂમિનમાં સોજા વિરોધી ગુણ હોય છે જે કમરના દુખાવામાંથી રાહત અપાવવાનું કામ કરે છે. એવામાં રોજ રાત્રે ઊંઘતા પહેલાં તમે ગરમ દૂધમાં હળદર અને મધ નાંખો અને મિક્સ કરીને પી લો. આમ કરવાથી તમને કમરના દુખાવામાંથી રાહત થઇ જશે અને સાથે હાડકાં પણ મજબૂત બનશે.

આ પણ વાંચો:શરીરમાં આ તકલીફ હોય તો ભૂલથી પણ ના ખાતા ખજૂર

ગરમ પાણીથી સ્નાન કરો


તમને અતિશય કમરમાં દુખાવો થાય છે તો તમે ગરમ પાણીથી સ્નાન કરવાની આદત પાડો. આ સાથે જ તમે ગરમ પાણી કમરમાં ધીરે-ધીરે નાખતા જાવો. ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં ગરમી આવે છે અને સાથે માંસપેશિઓમાં આવતા સોજા ઓછા થાય છે. બીજી મહત્વની વાત એ છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે જેના કારણે કમરના દુખાવામાંથી આરામ મળે છે.


તકિયા વગર ઊંઘવાની આદત પાડો


તમને અતિશય કમરમાં દુખાવો થાય છે તો તમે તકિયા વગર ઊંઘવાની આદત પાડો. આ એક બેસ્ટ ઓપ્શન છે. આ એક પ્રકારે સ્ટ્રેચિંગ એક્સેસાઇઝ થાય છે જેના કારણે પીઠમાં થતા દુખાવામાંથી આરામ મળે છે. આ સિવાય ખોટી સ્થિતિમાં ઊંઘવાને કારણે પણ આ તકલીફ થઇ શકે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:

Tags: Back Pain, Health care tips, Life Style News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો