Home /News /lifestyle /

Eyebrow treatment: પાર્લરમાં આઇબ્રો ટ્રીટમેન્ટ કરાવવા ગયેલી યુવતી સાથે થયું કઈક એવું કે 70 દિવસ સુધી લેવી પડી સારવાર

Eyebrow treatment: પાર્લરમાં આઇબ્રો ટ્રીટમેન્ટ કરાવવા ગયેલી યુવતી સાથે થયું કઈક એવું કે 70 દિવસ સુધી લેવી પડી સારવાર

આઇબ્રો ટ્રીટમેન્ટ કરાવવા ગયેલી યુવતીએ 70 દિવસ સુધી લેવી પડી સારવાર

એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક મહિલાએ પોતાને આકર્ષક દેખાવા માટે આઈબ્રોની ટ્રીટમેન્ટ કરાવી હતી. તે સારવાર બાદ મહિલાને એલર્જી (woman horrible experience allergic reaction eyebrow treatment) થઈ ગઈ અને તેના ચહેરા પર સોજો પણ આવી ગયો હતો. તેણીને સાજા થવામાં લગભગ 8 થી 10 અઠવાડિયા લાગ્યાં હતા. મહિલાએ વીડિયો શેર કરીને આવી ભૂલ ન કરવા ચેતવણી આપી છે.

વધુ જુઓ ...
  મહિલાઓ કોઈ ખાસ પ્રસંગે પોતાના દેખાવને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ (Beauty Treatments) કરાવતી હોય છે. તેઓ પોતાનો મેકઓવર કરાવે છે. તાજેતરમાં એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક મહિલાએ પોતાને આકર્ષક દેખાવા માટે આઈબ્રોની ટ્રીટમેન્ટ કરાવી હતી. તે સારવાર બાદ મહિલાને એલર્જી (woman horrible experience allergic reaction eyebrow treatment) થઈ ગઈ અને તેના ચહેરા પર સોજો પણ આવી ગયો હતો. તેણીને સાજા થવામાં લગભગ 8 થી 10 અઠવાડિયા લાગ્યાં હતા. મહિલાએ વીડિયો શેર કરીને આવી ભૂલ ન કરવા ચેતવણી આપી છે.

  કોણ છે આ મહિલા?


  31 વર્ષીય મિશેલ ક્લાર્કે પોતાને સારો દેખાવ આપવા માટે તેના આઇબ્રોને કલર કરવાનું નક્કી કર્યું હતું. પાર્લરમાં તેની સાથે એવો અકસ્માત થયો કે તેને લાગ્યું કે હવે તે નહીં બચે. તે તેના આઇબ્રોને વેક્સિંગ અને કલર કરાવ્યા પછી ઘરે આવી ત્યારે તેને તેના આઇબ્રોમાં ખૂબ જ તીવ્ર એલર્જીનો શિકાર બની ગઇ હતી. તેને લાગ્યું કે કંઇક તો ગરબડ છે. બીજા દિવસે સવારે તે ઉઠી અને તેને જોયું કે તેનો ચહેરો સોજી ચૂક્યો હતો અને પોતાના ખરાબ થયેલા ચહેરાને જોઇને તે ચોંકી ગઇ હતી. તેને લાગ્યું કે તે મોતની એકદમ નજીક જ છે.

  આ પણ વાંચો: બેઠાબેઠા પગ હલાવવાની આદત છે? તો હ્રદયરોગનું છે જોખમ, 35 વર્ષથી વધુ ઉંમરના રહે સાવધાન

  આઇબ્રો વેક્સિંગ અને કલરના કારણે થઈ એલર્જી


  મિશેલને આઈબ્રો કલરથી એલર્જી હતી. આઇબ્રો વેક્સિંગમાં વેક્સનો ઉપયોગ કરવામાં આવતા તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. કલર કરવા માટે ઉપયોગમાં લેવાતી ડાઇમાં રહેલા કેમિકલ તેની પાછળ જવાબદાર હોય છે. મીણથી વેક્સિંગ કરવામાં આવ્યું અને તે પછી તે કલર કરવામાં આવ્યો આવતા તે કેમિકલ ત્વચામાં પ્રવેશી ગયા હતા. મહિલાના કહેવા પ્રમાણે તે નસીબદાર હતી કે તેણે તરત જ ડોક્ટર પાસે જઈને સારવાર કરાવી લીધી. આ ઘટના 2020ની છે.

  8-10 સપ્તાહ સુધી ચાલી સારવાર


  મિશેલે ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, આઇબ્રો વેક્સિંગ અને કલર કર્યા પછી મારા આઇબ્રો લાલ થઈ ગયા હતા અને થોડી જ વારમાં તેના પર પોપડીઓ આવવા લાગી હતી. તેમાં પરુ પણ ભરાયેલું હતું. વેક્સિંગ અને કલરિંગથી આઇબ્રોની ત્વચા સંપૂર્ણપણે બળી ગઈ હતી. જેના કારણે ત્વચાની નીચેનું માંસ દેખાતું હતું. મારો ચહેરો સંપૂર્ણ સોજી ગયો હતો.

  મિશેલે આગળ કહ્યું કે, આઇબ્રો વેક્સિંગ અને કલર કર્યા પછી સલૂનમાં જ મારા આઇબ્રો બળવા લાગ્યા હતા. પરંતુ બ્યુટિશિયને ક્રીમ લગાવી અને મને ઘરે જવાનું કહ્યું હતું. ઘરે આવીને મને એવું લાગવા માંડ્યું કે મારા આઇબ્રો અને માથું અંદરથી બળી રહ્યા છે.

  મને ખૂબ ખંજવાળ આવી રહી હતી અને ઊંઘ પણ આવતી ન હતી. મારા ચહેરા પરથી પરુ પડવા લાગ્યું હતું. મારે મારા આઇબ્રો પાસે પેડ રાખીને સૂવું પડ્યું. બીજા દિવસે હું ડૉક્ટર પાસે ગઇ ત્યારે તેમણે મારી સારવાર કરી હતી. લગભગ 3-4 અઠવાડિયા સુધી મારે મારા કપાળ પર સુતરાઉ કાપડ મૂકવું પડ્યું અને લગભગ 8-10 અઠવાડિયા પછી હું સામાન્ય સ્થિતિમાં આવી શકી હતી.

  આ પણ વાંચો: Diabetes side effects: જો ડાયાબિટીસ પર ન રાખ્યો કંટ્રોલ તો થઈ શકે છે આ 3 ગંભીર બીમારીઓ

  આ સમય મારા માટે ખૂબ જ કપરો હતો. મિશેલે પ્રોફેશનલ આઈબ્રો પ્રેક્ટિશનર પાસે જ કોઈપણ સારવાર અથવા મેકઓવર કરાવવાની સલાહ આપી છે, નહિંતર તમારે તેના સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
  First published:

  Tags: BeautyTips, Lifestyle

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन