Home /News /lifestyle /સ્તનમાં અસામાન્ય ફેરફારો, સતત પેટ ફૂલવું વગેરે છે કેન્સરના લક્ષણો, જાતિય સંબંધોમાં પણ પડી શકે છે અસર
સ્તનમાં અસામાન્ય ફેરફારો, સતત પેટ ફૂલવું વગેરે છે કેન્સરના લક્ષણો, જાતિય સંબંધોમાં પણ પડી શકે છે અસર
womens health
કેન્સર સ્ત્રીઓ ના સ્વાસ્થ્યની મુખ્ય ચિંતાઓમાંની એક તરીકે ઉભરી રહ્યું છે. દર વર્ષે દુનિયાભરમાં લાખો મહિલાઓને કેન્સર હોવાનું નિદાન થાય છે. તેથી કેન્સર સંબંધિત માન્યતાઓ અને ખોટી માહિતી વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે.
મહિલાઓના આરોગ્ય (Women's Health)માં વિવિધ પ્રકારની જાતિ-વિશિષ્ટ સમસ્યાઓ (Health Problems in Women)નો સમાવેશ થાય છે, જે આરોગ્ય સંબંધિત કોઇ સ્થિતિ, મેનેજમેન્ટ અને પરિણામોમાં ફાળો આપે છે. કેન્સર સ્ત્રીઓ (Cancers in Women)ના સ્વાસ્થ્યની મુખ્ય ચિંતાઓમાંની એક તરીકે ઉભરી રહ્યું છે. દર વર્ષે દુનિયાભરમાં લાખો મહિલાઓને કેન્સર હોવાનું નિદાન થાય છે. તેથી સંકોચ ઘટાડવો અને કેન્સર સંબંધિત માન્યતાઓ અને ખોટી માહિતી વિશે જાગૃતિ લાવવી મહત્વપૂર્ણ છે. "કેન્સર" શબ્દ મૃત્યુ માટે જાણીતો હોવા છતાં, લગભગ 40% કેન્સરથી થતા મૃત્યુને અટકાવી શકાય છે અને ઓછામાં ઓછા બે તૃતીયાંશ સામાન્ય કેન્સર સમયસર નિદાન (cancer Treatment for Womens) સાથે ઉપચાર કરી શકાય છે. વ્યાપક જાગૃતિ સંબંધિત કાર્યક્રમો, નિવારણાત્મક પગલાં, નિયમિત સ્ક્રિનિંગ કાર્યક્રમો, વહેલી તકે તપાસ અને યોગ્ય સારવાર દર વર્ષે ઘણી મહિલાઓના જીવનને બચાવી શકે છે.
દરેક કેન્સર અલગ હોય છે અને દરેક વ્યક્તિ પણ અલગ હોય છે. એક સાઇઝ બધાને બંધબેસતી નથી અને દરેક પડકાર માટે એક અલગ ઉકેલ જરૂરી છે. સ્તન, સર્વિક્સ, ગર્ભાશય, અંડાશય, ઓરલ કેવિટી, ફેફસાં, કોલોરેક્ટલ અને ત્વચાનું કેન્સર એ ભારતમાં સ્ત્રીઓમાં થતા સામાન્ય કેન્સર છે. કેન્સર થવાનું જોખમ વારસાગત/આનુવંશિક, પર્યાવરણીય અને જીવનશૈલીના પરિબળો અનુસાર બદલાય છે. કેન્સર થવાના ઊંચા જોખમ સાથે સંકળાયેલા સામાન્ય પરિબળોમાં કેન્સરનો વ્યક્તિગત અથવા પારિવારિક ઇતિહાસ, વધતી ઉંમર, મેદસ્વીપણું, આલ્કોહોલ, તમાકુનું સેવન, ખોરાક (તળેલા ખોરાક, લાલ માંસ), પ્રજનન ઇતિહાસ (પ્રારંભિક માસિક સ્રાવ, મોડા મેનોપોઝ, બાળકો ન થવા), સ્વચ્છતાનો અભાવ, નાની ઉંમરે અથવા બહુવિધ પાર્ટનર સાથે જાતીય સંબંધો, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો, રેડિએશન / રસાયણોના સંપર્કમાં આવવું અને હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાઇરસ (HIV), હ્યુમન પેપિલોમાવાયરસ (HPV), હિપેટાઇટિસ વાઇરસ, હેલિકોબેક્ટર પાયલોરી અને અન્યને કારણે થતા કેટલાક ચોક્કસ ચેપનો સમાવેશ થાય છે. જો કે, કેન્સરના એક તૃતીયાંશથી વધુ કિસ્સાઓમાં આવા કોઈ જોખમી પરિબળને સ્પષ્ટ કરી શકાતું નથી.
સ્ત્રીઓમાં સર્વાઇકલ, યોનિમાર્ગ અને વલ્વલ કેન્સર જેવા એચપીવી-સંબંધિત કેન્સરને રોકવા માટે સેક્યુઅલી ટ્રાન્સમિટેડ એચપીવી, સર્વિક્સ™ / ગાર્ડાસિલ™ સામે પ્રોફિલેક્ટિક રસીકરણનો ઉપયોગ કરીને કેન્સરનિવારણની સલાહ આપવામાં આવે છે. હાલની એચપીવી પ્રોફિલેક્ટિક વેક્સિન્સ 45 વર્ષની વય સુધીની તમામ મહિલાઓ માટે ઇન્ડિકેશન ધરાવે છે, પરંતુ 9-15 વર્ષની ઉંમરે કિશોરોને નિયમિતપણે ભલામણ કરવામાં આવે છે.
જ્યારે પ્રથમ જાતીય સંબંધ પહેલાં સંચાલિત કરવામાં આવે ત્યારે તે ખૂબ અસરકારક થાય છે. લાઇફસ્ટાઇલમાં હેલ્થી ફેરફારો, નિયમિત શારીરિક પ્રવૃત્તિ (કસરત/યોગ/વોકિંગ), તમાકુ/ધૂમ્રપાન/આલ્કોહોલનું સેવન ટાળવું, તંદુરસ્ત આહારનું સેવન કરવું- ફળો, શાકભાજી અને આખા ધાનનું સેવન વધારવું, તળેલો, મસાલેદાર આહાર અને માંસનું સેવન ઓછું કરવું, કેલરી પર કંટ્રોલ, વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, રેડિએશનના બિનજરૂરી સંપર્કને ટાળવો, માસિક સેલ્ફ એક્ઝામિનેશન (બ્રેસ્ટ/ ઓરલ કેવિટી) પણ કેન્સરના જોખમને ઘટાડવામાં ફાળો આપશે. ચોક્કસ જનીન ફેરફારો (મ્યુટેશન) જેવા કે બીઆરસીએ 1 અને 2, ટીપી53, પીટીઇએન, એટીએમ અને અન્ય માટે જેનેટિક ટેસ્ટિંગ, વારસાગત કેન્સરના જોખમનો અંદાજ કાઢવામાં મદદ કરે છે.
આ સામાન્ય કેન્સરની વહેલી તકે તપાસ માટે ઉપલબ્ધ અસરકારક સ્ક્રિનિંગ કાર્યક્રમોથી મૃત્યુનું જોખમ લગભગ 80 ટકા જેટલું ઘટી શકે છે. કેન્સરનો પારિવારિક ઇતિહાસ ધરાવતી હોય કે ન ધરાવતી હોય તેવી 40 વર્ષથી વધુ વયની મહિલાઓએ વાર્ષિક મેમોગ્રાફી, વાર્ષિક સર્વાઇકલ પેપ-સ્મીયર ટેસ્ટ, અંડાશય અને ગર્ભાશયની ચકાસણી, વાર્ષિક કોલ્પોસ્કોપી/ સિગ્મોઇડોસ્કોપી અને/અથવા ફેકલ અકલ્ટ બ્લડ ટેસ્ટ, ક્લિનિકલ ઓરલ તપાસ કોઇ પણ પ્રકારના ફેરફારોને શોધવા માટે કરાવવી જોઇએ. સીએ-125 (અંડાશયના કેન્સરમાં), સીઇએ (આંતરડાના કેન્સરમાં), એએફપી યકૃતની ગાંઠોમાં) અને અન્ય કેટલાક જેવા ટ્યૂમર સ્પેસિફિક માર્કર્સ સાથે સ્ક્રીનિંગ પ્રારંભિક ઓળખ કરવામાં મદદ કરે છે.
કેન્સરના લક્ષણોના પ્રારંભિક નિદાનમાં કોઈપણ સોજો, લમ્પ અથવા સ્તનમાં અસામાન્ય ફેરફારો, યોનિમાર્ગમાં અસામાન્ય સ્રાવ અથવા સ્પોટિંગ / રક્તસ્રાવ, ક્રોનિક નોન-હીલિંગ અલ્સર, ત્વચામાં ફેરફાર, ઉધરસ, હોર્સિનેસ, અવાજમાં ફેરફાર, ગળવામાં મુશ્કેલી, પેટ / પેલ્વિકમાં પીડા, સતત પેટ ફૂલવું, વજન ઘટવું, ભૂખ ન લાગવી અને આંતરડામાં ફેરફારનો સમાવેશ થાય છે, જે સર્વાઇવલ અને કેન્સરના પરિણામોમાં સુધારો કરી શકે છે.
દરેક કેન્સરની સારવારના વિકલ્પો અને પ્રોગ્નોસિસ જુદા-જુદા હોય છે. મોટેભાગે કેન્સરની સારવારમાં સર્જરી, રેડિયેશન થેરાપી, કીમોથેરાપી, હોર્મોન થેરાપી અને/અથવા ઇમ્યુનોથેરાપીના મલ્ટિમોડલિટી અપ્રોચનો સમાવેશ થાય છે. કેન્સરને જો વહેલી તકે શોધી કાઢવામાં આવે તો તે મટાડી શકાય છે અને તે તમામ સ્ટેજમાં સારવાર માટે યોગ્ય છે, ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં પણ જ્યારે તે શરીરના વિવિધ ભાગોમાં પ્રસરી ગયું હોય છે, ત્યારે પણ તેને નિયંત્રિત કરી શકાય છે. અસરકારક સારવાર હવે ઉપલબ્ધ છે જે કેન્સરના દર્દીઓને લાંબું અને વધુ સારું જીવન આપી શકે છે. જ્યારે આપણે લિંગ સમાનતા, પૂર્વગ્રહોને તોડવા અને મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ, ત્યારે ચાલો આપણે મહિલા સ્વાસ્થ્યને પણ પ્રાથમિકતા આપીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર