ગર્ભાશય વગરની એક 32 વર્ષની બ્રાઝિલ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો છે. લેસેન્ટ મેગેઝિનમાં મંગળવારે છપાયેલા સમાચારે પૂરી દુનિયામાં આશ્ચર્ય ઉભુ કર્યું. આના પાછળનું કારણ છે આ મહિલાના શરીરમાં એક મૃત મહિલાના ગર્ભાશયનું ટ્રાંસપ્લાન્ટ કરવાનું.
પહેલી વખત કોઈ મૃત મહિલાનું ગર્ભાશય બીજી કોઈ મહિલાના શરીરમાં લગાવવામાં આવ્યું. મેડિકલ સાયન્સમાં આને ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે, જે દુનિયાભરમાં ગર્ભાશય વગર જીવી રહેલી મહિલાઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ગર્ભાશયના ટ્રાંસપ્લાન્ટના 11 કેસ સફળ થયા છે, પરંતુ મૃત મહિલાના શરીરમાંથી ગર્ભાશય લઈ બાળકના જન્મ સુધીની સફળતા પહેલી વખત જોવા મળી છે. બાળકી હાલમાં એક વર્ષની થઈ ચુકી છે, એને એકદમ સ્વસ્થ્ય છે.
શું છે પૂરો મામલો મેડિકલ જર્નલ લેસેન્ટમાં 4 ડિસેમ્બરે આવેલી જાણકારી અનુસાર, ડોક્ટરોએ 45 વર્ષીય એક મહિલાના ગર્ભાશયને નીકાળ્યું. આ મૃત મહિલાને પહેલા ત્રણ બાળક છે, જે સામાન્ય ડિલેવરીથી થયા છે. લગભગ સા઼ા 10 કલાક ચાલેલા ઓપરેશનમાં સાવધાનીથી મૃતક મહિલાનું ગર્ભાશય નિકાળવામાં આવ્યું અને પછી એક અલગ સર્જરીમાં 32 વર્ષની મહિલાના શરીરમાં આ ગર્ભાશયનું ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યું. આ મહિલાને ગર્ભાશય ન હતું, પરંતુ અણ્ડાશય હતું એટલે કે આઈવીએફ દ્વારા બાળક પેદા કરી શકાય તેમ હતું. આ એક પ્રકારનો પ્રયોગ હતો, જેના પર સરકારી પૈસા લગાવવામાં આવ્યા હતા.
ટ્રાંસપ્લાન્ટ બાદ પહેલી વખત પીરિયડ્સ સર્જરી સપ્ટેમ્બર 2016માં થઈ, જેના મહિના બાદ મહિલાને પહેલી વખત પીરિયડ્સ આવ્યું. ગર્ભાશય ટ્રાંસપ્લાન્ટ કર્યાના 7 મહિના બાદ મહિલાનું આઈવીએપ ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું, જેમાં તૂરંત તે પ્રેગનન્ટ થઈ ગઈ. પ્રેગનન્સી દરમ્યાન સળંગ મહિલાને બીજી દવાઓની સાથે-સાથે ઈમ્યૂનોસપ્રેસિવ દવાઓ આપવામાં આવી, જેથી મહિલાનું શરીર ગર્ભાશયને ફોરેન પાર્ટીકલ માનીને રીએક્ટ ના કરે. ડોક્ટરોની દેખરેખમાં લગભગ 35 અઠવાડીયા બાદ એક સ્વસ્થ્ય બાળકીનો જન્મ થયો. જન્મના તુરંત બાદ જ ગર્ભાશય હટાવી લેવામાં આવ્યું. કારણ કે, મહિલાને સળંગ ઈમ્યૂનોસપ્રેસિવ રાખવી ખુબ મોંઘુ સાબિત થાય અને આ મહિલાના સ્વાસ્થ્ય માટે પણ સારૂ ન રહે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર