ડાયટિંગ કર્યા વગર જ ઓછું થશે વજન, આ બાબતોનું નિયમિત રીતે પાલન કરો

વજન ખાવાનું ખાવાથી નહીં પણ આળસથી વધે છે. આળસ જો ઓછી હોય તો વજન ઓછું થઈ શકે છે. જેથી ખાવાનું બિલકુલ ઓછુ ન કરો.

News18 Gujarati
Updated: November 10, 2019, 5:24 PM IST
ડાયટિંગ કર્યા વગર જ ઓછું થશે વજન, આ બાબતોનું નિયમિત રીતે પાલન કરો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 10, 2019, 5:24 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ વધારે વજનની સમસ્યા અત્યારના મોટાભાગના લોકોને થાય છે. લોકો વજન ઉતારવા માટે અનેક પ્રકારના નુસખા અને કસરતો પણ કરતા હોય છે. સામાન્ય રીતે મોટા ભાગના લોકો પેટની ચરબીની ફરિયાદો કરતા હોય છે. પેટની ચરબી ઉતારવા માટે લોકો ડાયટિંગ (dieting) પણ કરતા હોય છે.

પરંતુ કેટલાક કિસ્સાઓમાં ડાયટિંગના કારણે પેટની ચરબી (Abdominal fat) ઉતરતી નથી. ખાવાનું ન ખાવાથી વજન ઓછું થતું નથી. જો વજન ઓછું કરવું હોય તો અહીં કેટલીક બાબતો (weight loss tips) આપી છે જેના ઉપર તમારે પુરતું ધ્યાન આપવું જોઇએ. આ બાબતોનું નિયમિત રીતે પાલન કરવાથી વજન ઓછું થતું દેખાશે.

આ પણ વાંચોઃ-હવે ડુંગળીના ભાવ થઈ જશે સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

સંતુલિત આહાર લો
વજન ખાવાનું ખાવાથી નહીં પણ આળસથી વધે છે. આળસ જો ઓછી હોય તો વજન ઓછું થઈ શકે છે. જેથી ખાવાનું બિલકુલ ઓછુ ન કરો.

નિયમિત વ્યાયામ કરો
Loading...

વ્યાયામને દિનચર્યાનો ભાગ બનાવો. જેમ કે તમે ખાવાનું ખાવ છો., ચા પીવો છો, બ્રશ કરો છો અને ઊંઘ કરો છો. એવી જ રીતે વ્યાયામને પણ દિનચર્યાનો ભાગ બનાવો. નિયમિત વ્યાયામ કરવાથી લાંબા સમય સુધી જુવાન રહીએ છીએ.

આ પણ વાંચોઃ-રસોડાંની આ ત્રણ વસ્તુઓ પીળા દાંતને મોતી જેવા સફેદ બનાવશે

દોડવાથી ઘટે છે વજન
વજન ઘટાડવા માટે દોડવું સૌથી અસરદારક કામ કરે છે. દોડવાથી આખા શરીરમાં કસરસ થાય છે. અને તમામ અંગ સક્રિય થઈ જાય છે. જેથી દોડવાનું ચાલું રાખો.

આ પણ વાંચોઃ-ઠંડીમાં હાથ-પગ સુકાઈ જાય છે? તો ફટાફટ અપનાવો આ ઘરેલું ઉપાયો

થોડું-થોડું ખાવ
કેટલાક લોકોની આદત હોય છે કે એક વખતમાં જ જમવાનું જમી લે છે. જેથી દિવસ દરમિયાન ભૂખ લાગતી નથી, જેથી તમે એટલું જ ખાવ જેટલુ તમે પચાવી શકો છો.

પાણી પીવાથી ઓછું થાય છે વજન
સંતુલિત માત્રઆમાં પાણી પીવાથી પેટ સાફ રહે છે. કબજિયાતથી વજન વધે છે. જેથી પેટ સાફ રહેશે તો વજન પણ આપો આપ નિયંત્રિત રહેશે. જેથી પાણી ખુબ જ પીવો.
First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...