વધતા તાપમાનને તમે ગમે તેટલુ ટાળવા માંગતા હોવ, તમારે મહત્વપૂર્ણ કામો માટે તો ઘરની બહાર નીકળવું જ પડે છે. ઓફિસ જવું, બાળકોને સ્કૂલ-ટ્યુશનમાં મૂકવા જવા કે ઘરની રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ લેવા બજારમાં જવાનુ હોય, ગરમીનો સામનો કરવો જ પડે છે. એર કંડિશનર દરેક જગ્યાએ લઈ જઈ શકાતું નથી, આવામાં તમે કેટલાક ઉપાયો અજમાવીને ગરમીથી રાહત મેળવી શકો છો. આનાથી ઘરની બહાર નીકળતી વખતે ગરમ હવાના તાપથી તમને રાહત મળશે અને ગરમીમાં લૂથી પણ તમે બચી શકશો.
ઘરોમાં એસી હોય ત્યારે પણ કેટલાક પડકારો પણ હોય છે. ક્યારેક લાઈટ નથી તો ક્યારેક ઈન્વર્ટર ડિસ્ચાર્જ થઈ જાય છે. ત્યારે અહી પરંતુ ગરમીથી રાહત મેળવવાના કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે.
ચા અને કોફીના સાવનમાં કરો ઘટાડો
જેમને ચા-કોફી પીવાની આદત છે, તેઓ મોસમ જોતા નથી. ભલે ગમે તેટલી ગરમી અને ભેજ હોય, લોકો આ ટેવ છોડવામાં ક્યાંક નિષ્ફળ થઈ જાય છે. પરંતુ તમારે જાણવું જોઈએ કે ચા અને કોફીમાં હાજર કેફીન શરીરમાં પાણીનું સ્તર ઝડપથી ઘટાડે છે. જેના કારણે શરીર ડીહાઇડ્રેટ થવા લાગે છે અને થાક લાગે છે.
ઉનાળામાં ડાયેટિશિયનથી લઈને ડોક્ટર દ્વારા સુધી વધુને વધુ લિક્વિડ ડાયટ લેવાની સલાહ આપવામાં આવે છે. તેના બે ફાયદા છે. શરીરમાં પાણીની કમી નહીં થાય અને પેટ ભરેલું રહેશે. જેના કારણે જંક અને ઓઇલી ફૂડની લાલસા ઓછી થશે. ખરેખર, ઉનાળામાં તળેલા ખોરાકને કારણે પરસેવો વધુ આવે છે અને ગરમી વધુ લાગે છે.
કોટનનો કરો વધુ ઉપયોગ
ગરમીથી બચવા માટે ઘરમાં રહેવું હોય કે બહાર જવાનું હોય, મોટાભાગના સમયે કોટનના ડ્રેસ પહેરવાનો પ્રયાસ કરો. તે પરસેવાને શોષવા ઉપરાંત શરીરમાંથી ચીપચીપથી પણ છુટકારો અપાવશે. લિનન, મલમલ કોટન જેવા કાપડ ઉનાળા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે.
જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે આ વાતનું ધ્યાન રાખો કે તમારી સાથે રૂમાલ અને સ્પ્રે બોટલ હોવી જોઈએ. બહારની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે રૂમાલ પર ઠંડા પાણીનો સ્પ્રે લગાવો અને ચહેરા પર લગાવો. આનાથી તમે રાહત અનુભવશો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર