Home /News /lifestyle /Winter Skin Care: ઠંડીમાં બદામનું તેલ છે સ્કિન માટે બેસ્ટ, આ રીતે લગાવવાથી થશે ફાયદો

Winter Skin Care: ઠંડીમાં બદામનું તેલ છે સ્કિન માટે બેસ્ટ, આ રીતે લગાવવાથી થશે ફાયદો

બદામના તેલને સ્કિન રૂટિનમાં કરો સામેલ

Winter Skin Care: ઠંડીમાં ત્વચાને ખાસ દેખ-રેખની જરૂરત પડે છે. સ્કિનનું ધ્યાન રાખવા માટે તમે વિટામિન ઈથી ભરપૂર બદામ તેલનો ઉપયોગ કરી શકો છો. જાણો સ્કિન માટે બદામના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો.

    ઠંડીમાં સ્કિન માત્ર સૂકી જ નહીં પરંતુ ડલ અને બેજાન પણ દેખાવા લાગે છે. સતત મોઈશ્ચવરાઇઝર લગાવવાથી સ્કિન ટેન પણ થઇ જાય છે. કારણ કર એના પર ધૂળ ચીપકી જાય છે. ઠંડીમાં એટલા માટે સ્કિનનું વધુ ધ્યાન રાખવાની જરૂરત પડે છે. સ્કિનનું ધ્યાન રાખવા માટે વિટામિન ઈથી ભરપૂર બદામ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઠંડીમાં સ્કિનને પોષણ સાથે સુંદર પણ બનાવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બદામના તેલનો ઉપયોગ કરવો.

    રાત્રે એપ્લાઈ કરો

    જો તમને દિવસ દરમિયાન સમય ન મળતો હોય, તો પછી બદામના તેલને નાઈટ સ્કિન કેરને રૂટિનમાં સામલે કરો. રાત્રે સૂતા પહેલા ચહેરાને ફેસવોશથી સારી રીતે સાફ કર્યા બાદ બદામના તેલના બેથી ત્રણ ટીપાં લઈ હળવા હાથે મસાજ કરો. પછી તેને આખી રાત રહેવા દો. જો તમારી સ્કિન ઓઈલી છે તો લગભગ અડધા કલાક પછી જ ચહેરો ધોઈ લો.

    જો તમને પિમ્પલ થાય છે તો આ રીતે ઉપયોગ કરો

    જો ચહેરા પર શુષ્કતાની સાથે પિમ્પલ્સ હોય તો બદામનું તેલ લગાવી શકાય છે. લીમડાના તેલમાં બદામના તેલના થોડા ટીપા મિક્સ કરો અને પછી તેને ચહેરા પર લગાવો. હળવા હાથે માલિશ કર્યા પછી, લગભગ અડધા કલાક માટે છોડી દો. ત્યારબાદ પાણીથી ચહેરો સાફ કરી લો. લીમડાના તેલમાં બદામનું તેલ મિક્સ કરીને લગાવવાથી પિમ્પલ્સની સમસ્યા ઓછી થાય છે.

    આ પણ વાંચો: આ રીતે આદુ-લસણની પેસ્ટ સ્ટોર કરો, 6 મહિના સુધી ફ્રેશ રહેશે

    મોઇશ્ચરાઇઝરમાં સામેલ કરો

    બદામનું તેલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને તમારા મોઇશ્ચરાઇઝરમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો. મોઈશ્ચરાઈઝરમાં બદામના તેલના બેથી ત્રણ ટીપા ઉમેરો અને તેને ચહેરાથી ગરદન સુધી લગાવો. જો ચહેરા પર વધારે તેલ દેખાઈ રહ્યું હોય તો ટિશ્યુ પેપરની મદદથી વધારાનું તેલ હળવા હાથે લૂછી લો.

    આ પણ વાંચો: Honeymoon Places: શિયાળામાં બેસ્ટ છે ભારતની આ હનીમૂન ડેસ્ટિનેશન, પાર્ટનર સાથે આજે જ પ્લાન કરી લો



    ફેસપેકમાં મિક્સ કરો

    તમે શિયાળાની ઋતુમાં બદામના તેલને ફેસ પેકમાં મિક્સ કરીને પણ લગાવી શકો છો. માત્ર એક ચમચી ચણાનો લોટ અને એક ચપટી હળદર મધમાં મિક્સ કરો. આ ફેસ પેકમાં બદામના તેલના બેથી ત્રણ ટીપાં ઉમેરો અને મિક્સ કરો. આ ફેસ પેક લગાવવાથી બદામના તેલનું પોષણ પણ ત્વચાને સરળતાથી મળી જશે.
    Published by:Damini Patel
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन